માહિતી અને પ્રસારણ મંત્રાલય

મંત્રાલયોને બંધ કરવાનો કોઇ જ સરકારી આદેશ નહીં, PIB ફેક્ટચેક દ્વારા ખોટા અહેવાલો પર અંકુશ લગાવવામાં આવ્યો


સરકાર દ્વારા ‘સે નમસ્તે’ નામની કોઇ વીડિયો કોન્ફરન્સિંગ એપ શરૂ કરવામાં આવી નથી/ તેનું સમર્થન કરવામાં આવ્યું નથી

Posted On: 21 APR 2020 9:28PM by PIB Ahmedabad

PBI ફેક્ટચેક દ્વારા ખોટા સમાચારો વિરુદ્ધ પોતાના અભિયાન અંતર્ગત આજે મીડિયામાં પ્રસારિત ઘણા ખોટા સમાચારોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

એક અગ્રણી વેબ ન્યૂઝ પોર્ટલમાં એવા સમાચાર અપલોડ કરવામાં આવ્યા હતા કે, ભારત સરકારેસે નમસ્તેનામની એક વીડિયો કોન્ફરન્સિંગ એપનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે અને ટૂંક સમયમાં એપ શરૂ કરવામાં આવશે. PIB ફેક્ટચેક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકારે આવી કોઇ એપ લોન્ચ કરી નથી તેમજ તેનું કોઇપણ પ્રકારે સમર્થન કર્યું નથી. આનો ઉદ્દેશ્ય લોકોને વાતથી સતર્ક કરવાનો છે કે, તેઓ ભારત સરકારે એપને સ્વીકૃતિ આપી છે તેવું માનીને આવી કોઇપણ એપ ડાઉનલોડ કરે.

https://twitter.com/PIBFactCheck/status/1252603481136877568?s=20

અગાઉની એક પોસ્ટના પુનરાવર્તન સંબંધે, PIB ફેક્ટચેક દ્વારા ફરી પોસ્ટમાં ખોટા સમાચાર હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહેવાલમાં દાવો કર્યો હતો કે, રેલવે મંત્રાલય વર્તમાન લૉકડાઉનના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કપાત લાવવાની યોજના બનાવી રહ્યું છે. PIB ફેક્ટચેક દ્વારા ફરી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવા કોઇપણ અહેવાલો ખોટા હતા અને મંત્રાલય દ્વારા પ્રકારે કપાત લાવવાનો કોઇ વિચાર કરવામાં આવ્યો નથી.

https://twitter.com/PIBFactCheck/status/1252541165083127813?s=20

એક સમાચાર ચેનલની સ્ક્રીન બતાવીને સોશિયલ મીડિયામાં ફેલાયેલા એક અહેવાલમાં દાવો કર્યો હતો કે, ભારત સરકારના તમામ મંત્રાલયોને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં, સરકાર દ્વારા આવા કોઇ નિર્દેશો આપવામાં આવ્યા નથી. અહેવાલ હટાવી દેવામાં આવ્યો છે અને ચેનલે જવાબદારીપૂર્વક તેમાં સુધારો કર્યો છે.

https://twitter.com/PIBFactCheck/status/1252468471029395456?s=20

PIBના પ્રાદેશિક એકમો રાજ્ય સ્તરે પણ ખોટા અહેવાલોનો ખુલાસો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. શીમલામાં PIBના એકમે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લા મેજિસ્ટ્રેટના પત્ર સાથે ટ્વીટ બહાર પાડી એક અગ્રણી સમાચાર પોર્ટલ પર પ્રકાશિત અહેવાલનું સંપૂર્ણ ખંડન કરીને તે સમાચાર ખોટા ગણાવ્યા હતા. ખોટા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, પંજાબના એક સમુદાયના દુધવાળાઓને હિમાચલ પ્રદેશમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી.

https://twitter.com/PIBShimla/status/1252191586567372801?s=20

PIB ફેક્ટચેક દ્વારા સોશિયલ મીડિયા પર વ્યાપકરૂપે પ્રસારિત થઇ રહેલા એક દુર્ભાવનાપૂર્ણ વીડિયોનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બિહારના જહાનાબાદમાં બાળકોને ખાવાનું મળતું નથી એટલે તેમને દેડકા ખાવા પડે છે. જિલ્લા વહીવટીતંત્રએ બાળકોના પરિવારોને શોધીને તપાસ કરતા માલૂમ પડ્યું કે બાળકોના ઘરમાં પૂરતા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ હતી.

https://twitter.com/PIBFactCheck/status/1252169585832255488?s=20

અરુણાચલ પ્રદેશમાંથી પણ એક એવો દાવો કરવામાં આવ્યો હતો કે, લોકો ભોજનના અભાવના કારણે સાપ ખાઇ રહ્યા છે. ગુવાહાટીની PIB પ્રાદેશિક શાખાએ રાજ્ય સરકારના હવાલે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્ય પાસે છેલ્લા ત્રણ મહિના માટે પૂરતા પ્રમાણમાં ખાદ્યન્નનો ભંડાર હતો અને સમાચાર ખોટા છે. અહીં પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજ્યને નિયમિતરૂપે ખાદ્યન્નનો પૂરવઠો પહોંચાડવામાં આવે છે.

https://twitter.com/PIB_Guwahati/status/1252570210382602240?s=20

પૃષ્ઠભૂમિ

સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે અને ઉચ્ચ ન્યાયાલયની ટિપ્પણીઓના અનુપાલનમાં PIB સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓનું સત્ય બહાર લાવવા માટે એક વિશેષ યુનિટની સ્થાપના કરી છે. “PIB Fact check” ટ્વીટર પર એક માન્યતા પ્રાપ્ત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ મેસેજ પર નજર રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીઓની વ્યાપક સમીક્ષા કરે છે. ઉપરાંત ટ્વીટર પર PIB ઇન્ડિયા હેન્ડલ અને સંખ્યાબંધ પ્રાદેશિક એકમો દ્વારા ટ્વીટર સમુદાયના હિતમાં #PIBFactcheck સાથે કોઇપણ માહિતી અથવા સત્તાવાર અને પ્રમાણભૂત સંસ્કરણ પોસ્ટ કરવામાં આવે છે.

કોઇપણ વ્યક્તિ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયો સહિત કોઇપણ સોશિયલ મીડિયા સંદેશની પ્રમાણભૂતતા તપાસવા માટે PIBFactCheckને મોકલી શકે છે. આવા સંદેશા https://factcheck.pib.gov.in/ લિંક પર અથવા +918799711259 વોટ્સએપ નંબર પર pibfactcheck[at]gmail[dot]com ઇમેલ પર મોકલી શકાય છે. આની વિગતો PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

 

 

GP/RP(Release ID: 1617142) Visitor Counter : 280