કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

કેન્દ્રીય વહીવટી પંચની પીઠિકાઓની કામગીરી 03.05.2020 સુધી બંધ રહેશે

Posted On: 21 APR 2020 3:00PM by PIB Ahmedabad

અહીં મહત્વનું છે કે 14.04.2020ના રોજ જાહેર થયેલી અખબારી યાદીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેન્દ્રીય વહીવટી પંચની પીઠિકાઓની કામગીરીની સંભાવનાની ચકાસણી 20.04.2020 પછી થશે, જેનો આધાર સરકારનાં લોકડાઉન સાથે સંબંધિત નિર્ણય પર હોઈ શકે છે.

સરકારે ચોક્કસ કામગીરીના સંબંધમાં લોકડાઉનની સ્થિતિમાં છૂટછાટો આપવાની જાહેરાત કરી હતી. છૂટછાટોનો ઉદ્દેશ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન અને પુરવઠો સુનિશ્ચિત કરવાનો તથા ખાસ કરીને ખાદ્યાન્નનો પુરવઠો સમગ્ર દેશમાં જાળવી રાખવાનો હતો. વળી ગરીબ સમુદાયને આજીવિકા પ્રદાન કરવા માટે પણ કેટલીક છૂટછાટો જાહેર કરવામાં આવી હતી. સાથે સાથે, સરકારી ઓફિસોને અતિ નિયંત્રિત રીતે કામ કરવાની છૂટ આપવામાં આવી છે, જેમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ છે અથવા કોઈ પણ પ્રકારનાં સંપર્ક વિના જાહેર જનતા સાથેના વ્યવહારને છૂટ આપવામાં આવી છે.

અત્યાર સુધી પ્રાપ્ત થયેલી જાણકારીમાં એવો ખુલાસો પણ થયો છે કે, હાઈકોર્ટો કાર્યરત નથી અને અપવાદરૂપ કેસો વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચાલે છે. લગભગ તમામ સ્થળો પર પીઠિકાઓ હોટસ્પોટમાં સ્થિત છે. બારના પ્રતિનિધિઓએ પણ સ્થિતિમાં કેસ ફાઇલ કરવા કે ચલાવવામાં મુશ્કેલી વ્યક્ત કરી છે.

સ્થિતિસંજોગોમાં એવો નિર્ણય લેવાયો હતો કે, કેન્દ્રીય વહીવટી પંચની પીઠિકાઓની કામગીરી અને સુનાવણી 03.05.2020 સુધી મોકૂફ રહેશે. એક વાર કામગીરી શરૂ થયા પછી રજાના દિવસો કે વેકેશન તરીકે જાહેર થયેલા ચોક્કસ દિવસો પર કામગીરીની શક્યતાનો વિચાર કરવામાં આવશે.

 

GP/DS


(Release ID: 1616752) Visitor Counter : 304