માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગના મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સ્વયમ અને સ્વયમ પ્રભાની દિલ્હીમાં બેઠક યોજાઈ

Posted On: 20 APR 2020 7:23PM by PIB Ahmedabad

આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીશ્રી રમેશ ચંદ્ર પોખિરીયાલનિશંકના અધ્યક્ષસ્થાને નેશનલ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સ્વયમ તથા 32 ડીટીએચ એજ્યુકેશન પ્લેટફોર્મ સ્વયમ પ્રભાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં માનવ સંસાધન વિકાસ વિભાગના સચિવ શ્રી અમિત ખરે, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના અધ્યક્ષ શ્રી ડી. પી. સિંઘ, ઑલ ઈન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના સચિવ શ્રી અનીલ સહસ્ત્રબુધ્ધે, એનસીઈઆરટીના ચેરમેન શ્રી ઋષિકેશ સેનાપતી, ચેરમેન એનઆઈઓએસ અને મંત્રાલયના તથા આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી દિલ્હી, આઈઆઈએમ બેંગલોર અને આઈઆઈઆઈટી હૈદ્રાબાદના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

યોજનાઓની પ્રગતિ અંગે ટૂંકુ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યુ હતું. લૉકડાઉનની સ્થિતિમાં સ્વયમ અભ્યાસક્રમો તથા સ્વયમ પ્રભા વિડીયોઝની માંગમાં ભારે વધારો થયો છે.

 

સ્વયમ

સ્વયમ ઉપર હાલમાં 1902 અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. અભ્યાસક્રમો શરૂ થયા પછી 1.56 કરોડ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવ્યા છે. હાલમાં 26 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઓફર કરેલા 574 અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે. એકંદરે સેલ્ફ લર્નીંગ માટે 1509 અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. સ્વયમ 2.0 પણ ઓનલાઈન ડીગ્રી અભ્યાસક્રમોને સમર્થન પૂરૂ પાડે છે. સ્વયમ અભ્યાસક્રમોનું એઆઈસીટીઈ મોડેલ કેરીક્યુલમ વડે આકલન કરવામાં આવે છે અને ઊણપો શોધી કાઢવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સમાન પ્રકારની સમિતિ નૉન-ટેકનિકલ અભ્યાસક્રમોની પણ સમીક્ષા કરી રહી છે.

 

એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ 1900 સ્વયમ અભ્યાસક્રમો અને 60,000 સ્વયમ પ્રભા વિડીયોઝનું 10 પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરીને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવું કે જેથી વિદ્યાર્થીઓને તેનો વધુ લાભ મળી શકે. વધુ લોકપ્રિય સામગ્રી અને પ્રથમ વર્ષમાં ભણાવાતા ઈજનેરી અભ્યાસક્રમોને અગ્રતા આપવી. એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાષાંતરનું કામ વિકેન્દ્રિત ધોરણે કરવું. નેશનલ કો-ઓર્ડિનેટર્સને વિદ્યાર્થીઓ, સરકાર અથવા પ્રાઈવેટ એજન્સીઓ તેમજ ભાષાંતરની સામગ્રી માટે ઉપલબ્ધ ટેકનોલોજી વાપરવા માટેની સત્તા આપવી.

 

સમગ્ર પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે અને સમયબધ્ધ રીતે પૂર્ણ કરવામાં આવશે. લોકપ્રિય અભ્યાસક્રમો અને વિડીયોનું ભાષાંતર અદ્યતન ધોરણે કરવામાં આવશે. શક્ય તેટલા ઓછા સમયમાં કામગીરી પૂર્ણ કરવા માટે દેશની સંખ્યાબંધ સંસ્થાઓને પણ યોગદાન માટે પૂછવામાં આવશે. દરેક નેશનલ કો-ઓર્ડિનેટર માનવ સંસાધન વિકાસ મંત્રાલયને (E-mail: NMEICT@nmeict.ac.in) ઉપર એક એક્શન પ્લાન 23 એપ્રિલ સુધી મોકલી આપશે.

 

એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન બાબતે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ફોલોઅપ કરીને સ્વયં ક્રેડિટસ સ્વિકારશે. આના કારણે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમનો કેટલોક હિસ્સો એમઓઓસી અને કેટલોક હિસ્સો વિવિધ કોલેજોમાં કરી શકશે.

 

સ્વયં હેઠળ વધુ અભ્યાસક્રમો પૂરા પાડવા માટે તથા અધ્યાપકગણને પ્રોત્સાહન માટે અને તેમની કારકીર્દિ માટે યોગ્ય પ્રોત્સાહનો પૂરાં પાડવામાં આવશે.

 

વધુમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને ઓનલાઈન અને ડીસ્ટન્સ લર્નીંગ માર્ગરેખાઓ પૂરી પાડવા માટે જણાવાયું છે, જેથી નોંધણીનો એકંદર ગુણોત્તર વધારી શકાય.

 

સ્વયમ પ્રભા

GSAT-15 સેટેલાઈટનો સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શૈક્ષણિક પ્રોગ્રામ ટેલિકાસ્ટ કરવાની કામગીરી કરતી 32 ડીટીએચ ચેનલોને સ્વયમ પ્રભા નામ આપવામાં આવ્યું છે. ચેનલો ઉપર દરરોજ ઓછામાં ઓછા 4 કલાક નવી સામગ્રી આપવામાં આવે છે, જેનું દિવસ દરમ્યાન 5 વખત પુનરાવર્તન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે.

 

બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા હતાઃ

  • ઉપલબ્ધ સામગ્રી સાથે બંધ બેસે તે રીતે ચેનલ્સનું ફેરવિતરણ કરવું અને વ્યૂઅરશીપની સંભાવના ચકાસવી.
  • વિદ્યા દાન કાર્યક્રમ હેઠળ જે કોઈ વ્યક્તિ સામગ્ર એકત્ર કરીને પૂરી પાડવાની ઈચ્છા ધરાવતું હોય તો તેની મારફતે સ્વયમ પ્રભા સામગ્રીને સમૃધ્ધ બનાવવી. દરેક નેશનલ કો-ઓર્ડિનેટરે વિષય નિષ્ણાંત કમિટીની રચના કરવી, જેથી સ્વયમ પ્રભા ઉપર અપલોડ કરતાં પહેલાં મળેલી સામગ્રી મંજૂર કરી શકાય.
  • ડીટીએચ ઉપર બ્રોડકાસ્ટ કરવામાં આવતી સામગ્રીને રેડિયો, સોશ્યલ મિડીયા સહિતની તમામ ઉપલબ્ધ ચેનલો મારફતે લોકપ્રિય બનાવવી.
  • સ્વયમ પ્રભાની વિડીયો સામગ્રીનું અભ્યાસક્રમ તથા શૈક્ષણિક કેલેન્ડર મુજબ આકલન કરવું.
  • ચાર આઈઆઈટી-પાલ ચેનલો માટેની સામગ્રીના ભાષાંતર માટે સીબીએસઈ, એનઆઈઓએસ તરફથી આઈઆઈટી દિલ્હીને સહાય પૂરી પાડવી. બાબતનું માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ (આઈઈસી) મારફતે ફોલોઅપ કરવામાં આવશે.

 

બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અમલીકરણ મંત્રાલય સમીક્ષા કરશે.

 

GP/DS

 


(Release ID: 1616535) Visitor Counter : 297