વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 સંશોધન કન્સોર્ટિયમ માટે DBT-BIRAC દ્વારા અરજીઓ મંગાવાઇ


ડાયગ્નોસ્ટિક્સ અને રસી, ઉપચારશાસ્ત્ર અને અન્ય શોધ કરવા માટે દરખાસ્ત મંગાવવામાં આવી

ભંડોળ સહાય માટે 16 દરખાસ્તોની ભલામણ કરવામાં આવી

Posted On: 20 APR 2020 10:41AM by PIB Ahmedabad

બાયોટેકનોલોજી વિભાગ અને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રીસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ દ્વારા કોવિડ-19 સંશોધન કન્સોર્ટિયમ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીઓ માટેનો પહેલો તબક્કો 30 માર્ચ 2020ના રોજ પૂરો થયો હતો અને તેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો તરફથી 500 જેટલી અરજીઓ પ્રાપ્ત થઇ છે. બહુ સ્તરીય સમીક્ષા પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ઉપકરણો, ડાયગ્નોસ્ટિક્સ (નિદાનના સાધનો), રસી, ઉપચારશાસ્ત્ર અને અન્ય હસ્તક્ષેપો માટે ભંડોળ સહાય પ્રાપ્ત કરવા માટે 16 દરખાસ્તોની ભલામણ કરવામાં આવી છે.

રસીના ઘટકોમાં અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ થાય અને વિકાસના અલગ અલગ તબક્કે થાય તે સુનિશ્ચિત કરવા માટે બહુલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન પાસેથી મળતા ભંડોળ હેઠળ સંશોધન કન્સોર્ટિયમ મારફતે તેને વેગ આપવામાં આવ્યો છે. અરજી હેઠળ દરખાસ્તોની પસંદગી કરતી વખતે અતિ જોખમી સમૂહોને તાત્કાલિક સુરક્ષા માટે હાલમાં અસ્તિત્વમાં રહેલા વેક્સીન કેન્ડિડેટ્સ (રસીના ઘટકો)નો અન્ય ઉપયોગ અને નવતર વેક્સીન કેન્ડિડેટ્સનું નિર્માણ બંને બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. નોવલ કોરોના વાયરસ SARS-CoV-2 સામે DNA વેક્સીન કેન્ડિડેટ (રસી ઘટક) તૈયાર કરવામાં આગળ વધવા માટે ભંડોળ સહાય આપવા કેડિલા હેલ્થકેર લિમિટેડની ભલામણ કરવામાં આવી છે. તેમજ, નિષ્ક્રિય રેબિઝ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોવિડ-19 વેક્સીન કેન્ડિડેટ માટે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની ભલામણ કરવામાં આવી છે. વધુમાં, ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તીમાં આયોજિત રિકોમ્બિનન્ટ BCG વેક્સીન (VPM1002)ના તબક્કા III માનવ તબીબી પરીક્ષણ અભ્યાસ માટે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SIIPL)ને સહાય કરવામાં આવશે. SARS-CoV-2 રસી તૈયાર કરવામાં સહાય કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇમ્યુનોલોજી ખાતે નોવલ વેક્સીન ઇવેલ્યૂએશન પ્લેટફોર્મ તૈયાર કરવા માટે પણ આર્થિક સહાયની માન્યતા આપવામાં આવી છે.

 

કોવિડ-19 કોન્વેન્સલેન્ટ (સાજા થયેલા) સેરામાંથી વ્યાપારિક ધોરણે વિશુદ્ધ ઇમ્યુનોગ્લોબ્યુલિન G, IgGના ઉત્પાદન અને મોટાપાયે કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એન્કિવન હાઇપર ગ્લોબ્યુલિનના ઉચ્ચ ટાઇટર્સના ઉત્પાદન માટે વિર્કો બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને સહકાર આપવામાં આવશે. ઇન વિટ્રો લંગ ઓર્ગનોઇડ મોડેલ તૈયાર કરવા માટે ઓન્કોસી બાયો પ્રાઇવેટ લિમિટેડને આર્થિક મદદ કરવામાં આવશે.

મોલેક્યૂર અને ઝડપી નિદાન પરીક્ષણોના સ્વદેશી ઉત્પાદનને વધારવા અને તેના મોટાપાયે ઉત્પાદન માટે અહીં દર્શાવેલી કંપનીઓને આર્થિક સહાય કરવામાં આવશે: માયલેબ ડિસ્કવરી સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ, હ્યુવેઇ લાઇફ સાયન્સિસ, ઉબીઓ બાયોટેકનોલોજી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, ધીતી લાઇફ સાયન્સિસ પ્રા. લિ., મેગજીનોમ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, બિગટેક પ્રાઇવેટ લિમિટેડ અને યાથુમ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ.

નિદાન કીટ્સ અને વેન્ટિલેટરના ઉત્પાદન માટે સામાન્ય સહિયારી સુવિધા આંધ્રપ્રદેશ મેડટેક ઝોન (AMTZ) ખાતે DBTના બાયોફાર્મા મિશન હેઠળ સ્થાપવામાં આવશે જેથી વિવિધ ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકાય.

કોવિડ-19ના શંકાસ્પદોનું સ્ક્રિનિંગ કરવા માટે સંપર્કરહિત, પરવડે તેવા થર્મોપાઇલ આધારિત અલ્ટ્રોસોનિસ સેન્સર અને આરોગ્ય પ્રોફેશનલ્સ માટે નોવલ PPEનું સ્વદેશી ઉત્પાદન કરવા માટે પણ સહાય કરવામાં આવશે.

 

GP/DS

 


(Release ID: 1616365) Visitor Counter : 283