ગૃહ મંત્રાલય

અગાઉ મંજૂરી આપવામાં આવી તે અનુસાર આવશ્યક માલસામાન માટે ઇ-કોમર્સ કંપનીઓનું કામકાજ ચાલુ રહેશે


આવશ્યક ચીજવસ્તુઓ માટે ઇ-કોમર્સ સહિત સંપૂર્ણ પૂરવઠા સાંકળ સરળતાથી ચાલે તે રાજ્યો અચૂક સુનિશ્ચિત કરે

Posted On: 19 APR 2020 6:45PM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ મંત્રાલયો/ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે.

(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf),

 

આજે આપવામાં આવેલા આદેશમાં, સંકલિત સુધારેલી માર્ગદર્શિકાની જોગવાઇ 14 (v)માં -કોમર્સ કંપનીઓને બાકાત રાખવામાં આવી છે. સંબંધે ફરી સ્પષ્ટતા કરવામાં આવે છે કે, બિન-આવશ્યક ચીજવસ્તુઓ માટે -કોમર્સ કંપનીઓની કામગીરી પ્રતિબંધિત છે. જોકે, અગાઉ મંજૂરી આપી તેમ અને માર્ગદર્શિકામાં જોગવાઇ 13 (i) માં મંજૂરી આપવામાં ચાલુ રાખવામાં આવી છે તે અનુસાર આવશ્યક ચીજવસ્તુઓ માટે -કોમર્સ કંપનીઓની કામગારી ચાલુ રહેશે.

 

ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંબંધે સંદેશાવ્યવહાર કર્યો છે અને તેમને વિનંતી કરી છે કે, સંદર્ભે તમામ ફિલ્ડ એજન્સીઓને સ્પષ્ટતા કરવામાં આવે અને સામાન્ય લોકોમાં પણ અંગે પૂરતી માહિતી ફેલાવવામાં આવે જેથી -કોમર્સ સહિત આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ પૂરવઠા સાંકળ સરળતાથી ચાલી શકે તે સુનિશ્ચિત થાય. એવો પણ સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના અનુપાલનમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા/ આદેશોમાં સાચી પરિસ્થિતિને અનુલક્ષીને સુધારો થઇ શકે છે.

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS


(Release ID: 1616176) Visitor Counter : 281