નાણા મંત્રાલય

કોવિડ-19ની સ્થિતિમાં GST કરદાતાઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએઃ CBIC

Posted On: 17 APR 2020 9:12PM by PIB Ahmedabad

પ્રત્યક્ષ કરવેરા અને કસ્ટમ્સ સેન્ટ્રલ બોર્ડ (CBIC) જણાવ્યું છે કે તે વર્તમાન કોવિડ-19ની સ્થિતિમાં GST કરદાતાઓની મદદ કરવા માટે તે પ્રતિબદ્ધ છે.

30 માર્ચ, 2020થી, CBIC રૂપિયા 5,575 કરોડના દાવાઓને લગતી 12,923 રિફન્ડ અરજીઓનો નિકાલ કર્યો છે, જ્યારે માત્ર ગત સપ્તાહમાં , CBIC રૂપિયા 3854 કરોડના 7,873 દાવાનો નિકાલ કર્યો છે.

CBIC જણાવ્યું હતું કે, CBIC દ્વારા તેના તારીખ 31.03.2020ના રોજ પ્રસિદ્ધ થયેલા પરિપત્ર ક્રમાંક 133ના રોજ વેપાર અને વ્યવસાયને અનુકૂળ પગલાં ભરવામાં આવ્યા હતા જેથી કરીને GST રિટર્ન ફાઇલ કરતા લોકોને વહેલી તકે  ITC મળવાનો માર્ગ સુલભ બને અને સુનિશ્ચત કર્યુ હતું કે સંબંધિત માહિતીની ગેરહાજરીમાં ખોટા ITC દાવાઓની પ્રક્રિયા થાય. સોશિયલ મીડિયા અને અન્ય મીડિયાના કેટલાક વર્ગમાં વહેતા થયેલા અહેવાલોમાં આને કોવિડ-19 જેવી પરિસ્થિતિમાં કરદાતાઓને હેરાન કરાતા હોવાની ખોટી માહિતી ફેલાવાઇ હતી.

CBIC જણાવ્યું હતું કે GST કાઉન્સિલની 14.03.2020ના રોજ મળેલી બેઠકમાં કાઉન્સિલની મંજૂરી બાદ પગલાંને અમલમાં મુકવામાં આવ્યા હતા જેથી કરીને કરદાતાઓ દ્વારા ITC રિફંડ પ્રાપ્ત કરવામાં થતા વિલંબને દૂર કરી શકાય અને તે ઉપરાંત સુનિશ્ચિત કરાયુ હતું કે, ખોટા ITC દાવાઓની પ્રક્રિયા થાય. કરદાતાઓ સહિત વિવિધ હિતધારકો દ્વારા GSTCના ધ્યાનમાં બાબત લવાઇ હતી. બાબતની નોંધ લેવાઇ હતી કે, ચોક્કસ શ્રેણીના રિફંડ દાવાઓમાં સેવાઓ અને/અથવા કેપિટલ ગૂડ્સમાં ક્રેડિટ લેવામાં આવી છે કે નહીં તેની ખરાઇમાં ઘણો બધો સમય ખર્ચાય છે.

CBIC જણાવ્યુ હતું કે દાવાઓની પ્રક્રિયા વખતે વેપાર દ્વારા ડેટાને ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી તેના કામે વિલંબ થાય છે અને અનુલાપન ખર્ચમાં વધારો થાય છે, તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે, GST કાઉન્સિલની બેઠકમાં એવો નિર્ણય લેવાયોમાં હતો કે વર્ગીકરણ કોડના ડિક્લેરેશનને અરજીનો એજ એક ભાગ બનાવવામાં આવ્યો છે. બેઠકમાં GST કાઉન્સિલે નક્કી કર્યું હતું કે, નિકાસકારો દ્વારા રિફંડના દાવાની સુવિધા માટે આખા નાણાકીય વર્ષના કરવેરાના સમયગાળાને ભેગા કરી દેવામાં આવે. 31.03.2020 પછી દાખલ કરવામાં આવેલી અરજીઓ માટે લાગુ થવા પાત્ર રહેશે. અહીં પણ નોંધનીય છે કે, એવી તમામ અરજીઓની અંતિમ તારીખ કે જે 20 માર્ચ 2020થી 29 જૂન 2020 વચ્ચે છે તેને લંબાવીને 30.06.2020 કરવામાં આવી છે.

CBIC સ્પષ્ટીકરણ આપ્યું છે કે પરિપત્ર ક્રમાંક 133 (તારીખ 31.03.2020) રિફંડ માટેની અરજી સાથે HSN/SAC કોડ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છે. GST કાયદો કેટલીક ચોક્કસ શ્રેણીઓમાં સેવાઓ અને/અથવા કેપિટલ ગુડ્સ માટે લેવામાં આવેલી ક્રેડિટના રિફંડને મંજૂરી નથી આપતો. ઉદાહરણ તરીકે, કેપિટલ ગુડ્સ ITC રિફંડ નિકાસ અને અન્ય ઝીરો-રેટેડ પૂરવઠાના કેસમાં ITC રિફંડ માટે માન્ય નથી. વધુમાં, સેવાઓ અને કેપિટલ ગુડ્સ માટે લેવામાં આવેલી ITCને ઇનવર્ટેડ સ્ટ્રક્ચર રિફંડ શ્રેણીમાં રિફંડ આપવાની મંજૂરી નથી.

 

 

GP/DS

 

 


(Release ID: 1615731) Visitor Counter : 282