ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધોમાંથી ગૌણ વન પેદાશો, વાવેતર, NBFC, સહકારી ધિરાણ સોસાયટીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામ જેવી ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિનો આદેશ આપ્યો

Posted On: 17 APR 2020 10:42AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે એકત્રિત સુધારેલી માર્ગદર્શિકાઓ હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓનો મુક્તિ આપવા સંબંધિત આદેશ તમામ મંત્રાલયો/વિભાગોને આપ્યો છે. (https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)

 

આદેશ અનુસાર નીચે ઉલ્લેખ કરેલી ચોક્કસ પ્રવૃત્તિઓને લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે:

  • જંગલ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ અને જંગલમાં રહેલા અન્ય વનવાસીઓ દ્વારા ગૌણ વન પેદાશો (MFP)/બિન-કાષ્ટ વન પેદાશો (NTFP)નું એકત્રીકણ, લણણી અને પ્રસંસ્કરણ.

 

  •  વાંસ, નાળિયેર, સોપારી, કોકો, તેજાનાનું વાવેતર અને લણણી, પ્રસંસ્કરણ, પેકેજિંગ, વેચાણ અને માર્કેટિંગ.

 

  •  હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC) અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ (NBFC--MFI) સહિતની નોન-બેંકિંગ ફાઇનાન્સિઅલ સંસ્થાઓ (NBFC) ઓછામાં ઓછા સ્ટાફ સાથે કામ કરી શકશે.

 

  • સહકારી ધિરાણ સોસાયટીઓ.

 

  • ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામની પ્રવૃત્તિઓ જેમાં પાણી પૂરવઠા અને સફાઇ, વીજ પૂરવઠાની લાઇનો નાખવી/ કાઢવી અને ટેલિકોમ ફાઇબર અને કેબલ નાખવા તેમજ તે સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પણ સામેલ છે.

 

આદેશનો દસ્તાવેજ જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS


(Release ID: 1615369) Visitor Counter : 223