સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવીડ-19 પર અપડેટ્સ

Posted On: 16 APR 2020 6:18PM by PIB Ahmedabad

કોવીડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સંયુક્ત પ્રયાસોના માધ્યમથી ભારત સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તમામ પગલાઓ પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા ગઈકાલે આરોગ્ય કાર્યકર્તાઓ અને વરિષ્ઠ અધિકારીઓ તેમજ સાથે સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ફિલ્ડ ઓફિસર્સની સાથે ભારતમાં કોવીડ-19 માટે અટકાયતી પગલાઓ વિષે ચર્ચા કરવા માટે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ હર્ષ વર્ધનને જણાવવામાં આવ્યું હતું કે જીલ્લા સ્તર પર કાર્ય કરી રહેલા WHOના અધિકારીઓ ક્લસ્ટર્સ માટે માઈક્રો પ્લાન્સના વિકાસ માટે અને વિસ્ફોટ નિયંત્રણ માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ સાથે ટેકનીકલ કોઓર્ડીનેશન હાથ ધરી રહ્યા છે અને તેમને જીલ્લાઓના સતત સર્વેલન્સ માટે એક વ્યૂહરચના તૈયાર કરવા માટે પણ મદદ કરી રહ્યા છે. WHOની રાષ્ટ્રીય પોલીયો સર્વેલન્સ નેટવર્ક ટીમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને વર્તમાન સમયમાં ચાલી રહેલ સર્વેલન્સ અને ટ્રાન્સમિશન પરિદ્રશ્ય અને કેસોના ટેસ્ટીંગ પર આધારિત રિસ્પોન્સને વધુ મજબૂત બનાવવા માટે પણ સહાયતા કરશે.

ડૉ. હર્ષ વર્ધને કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ભારતીય ઉદ્યોગ જગતના નેતાઓ સાથે પણ સંવાદ સાધ્યો હતો જ્યાં તેમણે પીએમ કેર ભંડોળમાં યોગદાન આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે તેમને ખાતરી આપી હતી કે સરકાર તેમના દ્વારા સામનો કરવામાં આવી રહેલ મુશ્કેલીઓ અંગે વાકેફ છે અને અર્થતંત્રને ફરી ઉભું કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા પગલાઓના સંદર્ભમાં તેમની ચિંતાઓ માટે તેમને સાંત્વના આપી હતી. તેમણે તે લોકોને કોવીડ-19 દ્વારા નિર્માણ પામેલ પરિસ્થિતિ માં આરોગ્ય ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાની તકોનો સૌથી શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેથી કરીને દેશ ગંભીર આરોગ્ય કાળજીના સાધનો પૂરા પાડવા માટે વધુ સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર બનીને બહાર આવી શકે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોકડાઉન દરમિયાન શુદ્ધ પીવાના પાણીની પ્રેક્ટીસ માટે એક જાહેર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જાહેર આરોગ્ય વિભાગને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે સલાહ આપવામાં આવી છે કે જ્યાં વિશેષ ભાર રાહત શિબિરો અને સમાજના વંચિત વર્ગો ઉપર મુકવામાં આવે. ક્લોરીન ટેબ્લેટ, બ્લીચીંગ પાવડર અને હાયપોક્લોરાઈડ સોલ્યુશનનો પૂરતી માત્રામાં ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોનાના વિસ્ફોટ દરમિયાન વર્તમાન આરોગ્ય કાળજી વ્યવસ્થાતંત્ર ઉપર અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે જરૂરી આરોગ્ય કાળજી સેવાઓ પહોંચાડવામાં આવે તે અંગે એક વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સેવાઓમાં માતૃત્વ બાળ આરોગ્ય, સંક્રામક આરોગ્ય રોગોની અટકાયત અને વ્યવસ્થાપન, આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને જટિલતાને ટાળવા માટે ક્રોનિક ડીઝીઝના ઈલાજનો સમાવેશ થાય છે. એવી પણ સલાહ આપવામાં આવે છે કે સેવાઓ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરી પાડવામાં આવે. ઉપરાંત, કોવીડ-19ને સમર્પિત સુવિધાઓ અને બાકીની સુવિધાઓ નફા માટે નહી અને ખાનગી ક્ષેત્રની મદદથી પ્રકારની સેવાઓ પૂરી પાડવાનું યથાવત ચાલુ રાખશે. વધુ પડતી ભીડભાડને અટકાવવા માટે ટેલી હેલ્થ સેવાઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

એવી પણ સલાહ આપવામાં આવી છે કે રોગપ્રતિકારક શક્તિ અને પૂર્વ પ્રસુતિ સંભાળ જેવી સેવાઓને લોકડાઉનના સમયગાળા દરમિયાન સુવ્યવસ્થિત કરવી જોઈએ અથવા પ્રકારની સેવાઓ માટે શારીરિક અંતર જાળવીને અને ચેપને લગતી અન્ય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો અને દિવસો બન્ને નક્કી કરવા જોઈએ. સગર્ભા મહિલાઓ, SAM (Severe and Acute Malnourishment) સાથેના બાળકો, ટીબી, લેપ્રસી, HIV, વાયરલ હિપેટાઈટિસ, COPD, ડાયાલિસીસને પેટા આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો (HWCs) ઉપર પ્રાથમિક આરોગ્ય કાળજીના માધ્યમથી સેવાઓ આપવી જોઈએ.

આજની તારીખ સુધીમાં દેશમાં કોવીડ-19ના 12,380 કન્ફર્મ કેસ અને 414 મૃત્યુના આંકડા નોંધાઈ ચુક્યા છે. 1489 લોકો સાજા થઇ ગયા છે અને તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા છે. ભારતમાં કોવીડ-19 કેસોનો કેસ ફેટલીટી રેટ (CFR) .% છે. અત્યાર સુધી સાજા થયેલા લોકોની ટકાવારી 12% છે.

અત્યાર સુધીમાં 325 જીલ્લાઓએ એકપણ કોરોના કેસ નોંધાવ્યો નથી. માહે, પુડ્ડુચેરીએ છેલ્લા 28 દિવસમાં એકપણ નવો પોઝીટીવ કેસ નોંધાવ્યો નથી. નીચે આપેલા જીલ્લાઓએ છેલ્લા 14 દિવસ દરમિયાન એક પણ નવો કેસ નોંધાવ્યો નથી:

રાજ્ય

જીલ્લાઓની સંખ્યા

જીલ્લા()ના નામ

બિહાર

1

પટના

પશ્ચિમ બંગાળ

1

નાદિયા

રાજસ્થાન

1

પ્રતાપગઢ

ગુજરાત

2

ગીર સોમનાથ, પોરબંદર

તેલંગાણા

1

ભદ્રદારી, કોઠાગુડેમ

ગોવા

1

દક્ષિણ ગોવા

ઉત્તરાખંડ

1

પૌડી ગઢવાલ

યુપી

1

પીલીભીત

જમ્મુ અને કાશ્મીર

1

રાજૌરી

મણિપુર

1

ઇમ્ફાલ પશ્ચિમ

છત્તીસગઢ

3

બિલાસપુર, દુર્ગ અને રાજનંદગાંવ, રાયપુર

મિઝોરમ

1

ઐઝાવલ પશ્ચિમ

કર્ણાટક

5

દાવંગેરે, કોડાગ્ગું, તુમકુર, ઉડુપી અને બેલ્લારી

કેરલા

2

વયનાડ અને કોટ્ટાયમ

પંજાબ

2

એસબીએસ નગર

હોશિયારપુર (29-03-2020)

હરિયાણા

2

પાણીપત

રોહતક (30-03-2020)

મધ્ય પ્રદેશ

1

શિવપુરી જીલ્લો

 

કોવીડ-19ને લગતા ટેકનીકલ મુદ્દાઓ, માર્ગદર્શિકાઓ અને એડવાઇઝરી વિષે તમામ પ્રમાણભૂત અને તાજેતરની માહિતી માટે મહેરબાની કરી નિયમિત રીતે મુલાકાત લો: https://www.mohfw.gov.in/.

કોવીડ-19ને લગતા ટેકનીકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in ની ઉપર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in ની ઉપર ઈમેઈલ કરી શકાય.

કોવીડ-19 વિષે કોઈ પ્રશ્નો માટે મહેરબાની કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર +91-11-23978046 or 1075 (Toll-free) ઉપર ફોન કરો. કોવીડ-19 ઉપર રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf ની ઉપર પણ ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1615188) Visitor Counter : 300