પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ પીએમયુવાયના લાભાર્થીઓને અત્યાર સુધી 1.51 કરોડથી વધારે એલપીજી સિલિન્ડરનું નિઃશુલ્ક વિતરણ થયું


શ્રી ધર્મેન્દ્ર પ્રધાને એલપીજી ડિલિવરી બૉય્સની ગંભીરતા અને મહેનતની પ્રશંસા કરી, તેમને ફ્રન્ટલાઇન સોલ્જર્સ ગણાવ્યાં

કેટલાંક એલપીજી ડિલિવરી બોય્સે જાણકારી આપી કે, તેમણે પીએમ-કેર્સ ફંડમાં પણ પ્રદાન કર્યું છે

Posted On: 16 APR 2020 7:29PM by PIB Ahmedabad

ચાલુ મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પીએમયુવાયના લાભાર્થીઓને અત્યાર સુધી 1.51 કરોડથી વધારે ફ્રી એલપીજી સિલિન્ડરનું વિતરણ થયું છે. પીએમકેજીવાય હેઠળ કેન્દ્ર સરકારે ગરીબો માટે રાહતના કેટલાંક પગલાંની જાહેરાત પણ કરી છે અને યોજનાનું એક મહત્ત્વપૂર્ણ પાસું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ના 8 કરોડથી વધારે લાભાર્થીઓને એપ્રિલથી જૂન, 2020ના ગાળામાં 3 એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ) પ્રદાન કરવાનું છે. યોજનાના સાતત્યપૂર્ણ અમલીકરણ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પીએમયુવાય ગ્રાહકના બેંક ખાતા સાથે જોડાણ ધરાવતા પેકેજના પ્રકારને આધારે 14.2 કિલોગ્રામના એક રિફિલ કે 5 કિલોગ્રામનાં એક રિફિલની આરએસપીને સમકક્ષ રકમ હસ્તાંતરિત કરે છે. ગ્રાહક રકમનો ઉપયોગ એલપીજી રિફિલ માટે કરી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દરરોજ 50થી 60 લાખ સિલિન્ડરનું વિતરણ કરે છે, જેમાં પીએમયુવાયના લાભાર્થીઓને આશરે 18 લાખ ફ્રી સીલિન્ડર સામેલ છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે 800થી વધારે એલપીજી સિલિન્ડર ડિલિવરી બોય સાથે વેબિનારમાં ભાગ લીધો હતો, જેમાં એમ/પીએનજીના સચિવ, એમ/પીએમનજીનાં અધિકારીઓ અને ઓએમસીના અધિકારીઓ સામેલ થયા હતા. કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ કટોકટીના સમયમાં એલપીજીની ડિલિવરી કરતાં બોયને ફ્રન્ટલાઇન સોલ્જર્સ અને કોરોના ફાયટર ગણાવીને શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, આખો દેશ તેમના પ્રદાનની પ્રશંસા કરે છે. તેમની ગંભીરતા, મહેનત અને ફરજ પ્રત્યે નિષ્ઠાની ભાવનાને બિરદાવીને તેમણે જણાવ્યું હતું કે, પ્રકારનાં સમયમાં તેઓ દરરોજ 60 લાખ સિલિન્ડર સુધીની ડિલિવરી કરે છે, કેટલીક વાર તેમના પોતાનાં જીવનને જોખમમાં મૂકીને પણ ડિલિવરી કરે છે. શ્રી પ્રધાને તેમને તેમની ફરજો અદા કરતી વખતે ઉચિત સાવચેતીઓ રાખવાની પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રકારનાં પ્રસંગે નિષ્ઠા દાખવીને તેમણે સમાજમાં વિશેષ સન્માન મેળવ્યું છે અને ગરીબોના આશીર્વાદ પણ મેળવ્યાં છે.

મુશ્કેલ સમય દરમિયાન ઘણા એલપીજી ડિલિવરી બોયે તેમના અનુભવો વહેંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કંપનીઓ તેમને સાબુ, સેનિટાઇઝર, માસ્ક અને ગ્લોવ્સ સહિત પ્રોટેક્શન કિટ પ્રદાન કરે છે. તેઓ ડિલિવરી અગાઉ સિલિન્ડરને પણ સેનિટાઇઝ કરે છે અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે જાગૃત કરે છે, તેમના ફોનમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાના લાભ સમજાવે છે અને ડિજિટલ માધ્યમો દ્વારા ચુકવણઈ કરવાના ફાયદા જણાવે છે. મોટા ભાગનાં ડિલિવરી બોયે તેમને વીમો પ્રદાન કરવા બદલ તથા સહાયની ચુકવણીની જોગવાઈ કરવા બદલ સરકાર અને ઓએમસીનો આભાર માન્યો હતો. કેટલાંક ડિલિવરી બોયે એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ તેમની ફરજ અદા કરી રહ્યાં છે, ત્યારે તેમણે પીએમ-કેર્સ ફંડમાં પ્રદાન કર્યું છે તથા ગરીબો અને વયોવૃદ્ધોની મદદ કરી છે.

 

 

 

 

GP/DS



(Release ID: 1615181) Visitor Counter : 173