ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે ઝૂમ મીટિંગ પ્લેટફોર્મનાં સુરક્ષિત ઉપયોગ પર સૂચના જાહેર કરી

Posted On: 16 APR 2020 4:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) અંતર્ગત કાર્યરત સાયબર કોઓર્ડિનેશન સેન્ટર (સાયકોર્ડ) ખાનગી વ્યક્તિઓ દ્વારા ઝૂમ મીટિંગ પ્લેટફોર્મના સુરક્ષિત ઉપયોગ પર સૂચનો બહાર પાડ્યાં છે. સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, પ્લેટફોર્મ સત્તાવાર ઉપયોગ માટે સરકારી અધિકારીઓ/કર્મચારીઓને ઉપયોગ કરવા માટે નથી.

ડોક્યુમેન્ટ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન)ના અગાઉનાં સૂચનો વિશે જાણકારી આપે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઝૂમ સુરક્ષિત પ્લેટફોર્મ નથી. માર્ગદર્શિકા વ્યક્તિઓની ગોપનીયતા જળવાઈ રહે માટે ઇશ્યૂ કરવામાં આવી છે, જેઓ હજુ પણ અંગત ઉપયોગ માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

સૂચનાનો વિસ્તૃત ઉદ્દેશ ઝૂમ કોન્ફરન્સ રૂમમાં કોઈ પણ પ્રકારનાં બિનઅધિકૃત એન્ટ્રીને અટકાવવાનો તથા કોન્ફરન્સમાં અન્ય યુઝર્સનાં ટર્મિનલ્સ પર નુકસાનકારક એટેક કરવા બિનઅધિકૃત સહભાગીઓને અટકાવવાનો છે.

વ્યક્તિઓ દ્વારા લેવા જરૂરી સુરક્ષાનાં પગલાંની વિગતને અહીં link સાથે સંલગ્ન ડોક્યુમેન્ટમાંથી મેળવી શકાશે


(Release ID: 1615050) Visitor Counter : 323