માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ આજે નવી દિલ્હીમાં વૈકલ્પિક અકાદમિક કેલેન્ડર બહાર પાડ્યું


ધોરણ 1થી ધોરણ 12 સુધીનાં તમામ વર્ગો અને વિષયો આ કેલેન્ડરમાં સામેલ કરવામાં આવશે – કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી

Posted On: 16 APR 2020 4:31PM by PIB Ahmedabad

કોવિડ-19 દ્વારા ઊભી થયેલા સ્થિતિસંજોગોને ધ્યાનમાં  રાખીને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક કામગીરીઓને સરળતાપૂર્વક ચાલુ રાખવા માટે આજે નવી દિલ્હીમાં વૈકલ્પિક અકાદમિક કેલેન્ડર બહાર પાડ્યું હતું. કોવિડ-19ને કારણે લોકડાઉનના સ્થિતિસંજોગોમાં બાળકો ઘરમાં માતાપિતા અને શિક્ષકોની મદદથી રસપ્રદ રીતે શિક્ષણ મેળવી શકે ઉદ્દેશ સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં સૂચનો પર એનસીઈઆરટી દ્વારા વૈકલ્પિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.

પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, હાલ શિક્ષણને આનંદદાયક અને રસપ્રદ બનાવતી ઘણી ટેકનોલોજી, ટેકનિકો અને સોશિયલ મીડિયા કે ઉપકરણ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને બાળકો ઘરે રહીને કરી શકે છે. તેમ છતાં અમે એની એક રૂપરેખા બાળકો માટે બનાવવાની જરૂરિયાત અનુભવી હતી, જેથી તેઓ વ્યવસ્થિત રીતે ઘરમાં રહીને શિક્ષણ મેળવી શકે છે.

શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, કેલેન્ડર શિક્ષકોને સૂચના આપે છે કે, તેઓ કઈ રીતે વિવિધ પ્રકારની ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ઉપકરણોનો ઉપયોગ કરીને ઘરે બાળકોને એમના માતાપિતાની મદદ સાથે શિક્ષણ આપી શકે છે. એવું બની શકે છે કે, આપણામાંથી ઘણા લોકો મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટની સુવિધા ધરાવતા નથી અને આપણે સોશિયલ મીડિયા ઉપકરણોને ઉપયોગ કરી શકતા નથી. એટલે કેલેન્ડર વાતની સૂચના આપે છે કે, શિક્ષક, વિદ્યાર્થીઓને માર્ગદર્શન એસએમએસ મોકલીને કે ફોન કોલ કરીને આપી શકે છે. ઇન્ટરનેટ હોવાની સ્થિતિમાં વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ટેલીગ્રામ, ગૂગલ મેલ અને ગૂગલ હેંગઆઉટ જેવા સોશિયલ મીડિયા જેવા માધ્યમોનો ઉપયોગ કરીને એકસાથે એકથી વધારે વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ સાથે જોડાઈ શકાય છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ધોરણ 1થી ધોરણ 12 સુધીના તમામ વર્ગો અને વિષય કેલેન્ડરમાં સામેલ હશે. કેલેન્ડર તમામ બાળકોની શીખવાની જરૂરિયાતને ધ્યાન રાખશે, જેમાં દિવ્યાંગ બાળકો પણ સામેલ છે. ઓડિયો બુક્સ, રેડિયો કાર્યક્રમો વગેરે દ્વારા એની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે.

શ્રી નિશંકે આગળ કહ્યું હતું કે, કેલેન્ડર અઠવાડિયા મુજબ આપવામાં આવ્યું છે, જેમાં અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકના પ્રકરણ કે વિષય સાથે સંબંધિત રસપ્રદ અને પડકારજનક એક્ટિવિટી સામેલ છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કે, એક્ટિવિટીનું મેપિંગ શીખવાના પરિણામ સાથે સાથે કરવામાં આવ્યું છે. એનાથી માતાપિતા અને બાળકોને અભ્યાસની પ્રગતિ જોવા મળશે તેમજ તેઓ પાઠ્યપુસ્તક સિવાયની વિવિધ જાણકારી મેળવવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, એમાં અનુભવ આધારિત અભિગમ માટે કળા શિક્ષણ અને યોગ સહિત શારીરિક શિક્ષણ સાથે સંબંધિત એક્ટિવિટી પણ આપવામાં આવી છે. તણાવય અને ચિંતા દૂર કરવાની રીતો પણ રજૂ કરવામાં આવી છે. કેલેન્ડરમાં ચાર ભાષાના વિષયોને સામે કરવામાં આવ્યાં છેસંસ્કૃત, ઉર્દૂ, હિંદી અને અંગ્રેજી. એમાં -પાઠશાલા, એનઆરઓઈઆર અને દીક્ષા પોર્ટલ પર પ્રકરણ મુજબ -સામગ્રીની લિન્ક્સને પણ સામેલ કરવામાં આવી છે.

શ્રી નિશંકે કહ્યું હતું કે, એક્ટિવિટી સૂચક છે, નહીં કે આદેશાત્મક. વળી એમાં ક્રમને જાળવવો ફરજિયાત પણ નથી. શિક્ષક અને માતાપિતા ક્રમનું ધ્યાન રાખ્યાં વિના વિદ્યાર્થીઓને રસ પડે એવી પ્રવૃત્તિઓને પસંદ કરી શકે છે.

કેલેન્ડરને એસસીઈઆરટી, રાજ્ય સ્કૂલ શિક્ષણ વિભાગ, સ્કૂલ શિક્ષણ બોર્ડ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સમિતિ વગેરે સંસ્થાઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગ અને ડીટીએચ ચેનલો દ્વારા પ્રસારિત અને પ્રચારિત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતાપિતાઓ અને સ્કૂલનાં આચાર્યોને વધારે સક્ષમ બનાવશે, ઓનલાઇન સંસાધનોનો ઉપયોગ કરીને સકારાત્મક રીતે કોવિડ-19ના પડકારોનો સામનો કરવામાં તથા ઘરે-ઘરે સ્કૂલ શિક્ષણ દ્વારા બાળકોના શિક્ષણના પરિણામોને સુધારવામાં મદદ મળશે.



(Release ID: 1615044) Visitor Counter : 315