નાણા મંત્રાલય

કેન્દ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન દરમિયાન રિન્યૂઅલ થતી હેલ્થ અને મોટર (થર્ડ પાર્ટી) વીમા પોલિસીઓના પોલિસીધારકોને 15મી મે સુધી પ્રીમિયમની ચુકવણી કરવાની મંજૂરી આપતી અધિસૂચના જાહેર કરી


ગ્રેસ પીરિયડ દરમિયાન વીમાકવચ જળવાઈ રહેશે અને સરળતાપૂર્વક દાવાની ચુકવણી થશે

Posted On: 16 APR 2020 11:23AM by PIB Ahmedabad

કોવિડ-19 લોકડાઉન દરમિયાન જે વીમાધારકોની હેલ્થ અને મોટર (થર્ડ પાર્ટી) વીમાપોલિસીઓ રિન્યૂ થવાની હતી, તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે એક અધિસૂચના જાહેર કરી છે. અધિસૂચના મુજબ, પ્રકારનાં પોલિસીધારકો 15મી મે સુધી પ્રીમિયમની ચુકવણી કરી શકશે. રીતે તેમનું વીમાકવચ જળવાઈ રહેશે અને તેઓ ગ્રેસ પીરિયડ દરમિયાન સરળતાપૂર્વક દાવાની ચુકવણી સુનિશ્ચિત થશે. અધિસૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, જે પોલિસીધારકોની હેલ્થ કે મોટર વ્હિકલના થર્ડ પાર્ટી વીમાપોલિસીઓ 25 માર્ચ, 2020થી 3 મે, 2020 વચ્ચે રિન્યૂ થવાની હોય તથા કોરોનાવાયરસ રોગ (કોવિડ-19)ના પરિણામે દેશમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પ્રીમિયમને રિન્યૂ કરવવા ચુકવણી કરી શક્યા હોય, તેઓ 15 મે, 2020 અગાઉ વીમાકંપનીઓને ચુકવણી કરીને પોલિસીઓને રિન્યૂ કરાવી શકશે, જેથી પોલિસી જે તારીખે રિન્યૂ થવાની હોય તારીખથી એમનું કાયેદસર મોટર વાહન થર્ડ પાર્ટી વીમાકવચ જળવાઈ રહેશે અને રીતે ગ્રેસ પીરિયડ દરમિયાન કોઈ પણ કાયદેસર દાવાની ચુકવણી થઈ શકશે.

 

GP/DS(Release ID: 1614922) Visitor Counter : 280