PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 15 APR 2020 6:49PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક સમાવેલ છે)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1076 કેસો નોંધાયા છે જેથી દેશમાં કોવિડ-19ના કુલ 11,439 પોઝિટીવ કેસોની પુષ્ટિ થઇ છે અને 377 દર્દીનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં 1306 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં દરેક જિલ્લાને હોટસ્પોટ જિલ્લા, કેસ નોંધાયા હોય તેવા નોન-હોટસ્પોટ જિલ્લા અને ગ્રીન ઝોન જિલ્લામાં વર્ગીકૃત કરવામાં આવ્યા. કેબિનેટ સચિવે આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. તમામ સંપર્કો ટ્રેસ કરવા માટે તેમજ ઘરે ઘરે સર્વેક્ષણ કરવા માટે વિશેષ ટીમો તૈયાર કરવામાં આવશે. આ ટીમોમાં આરોગ્ય સ્ટાફ, સ્થાનિક મહેસુલ સ્ટાફ, કોર્પોરેશનનો સ્ટાફ, રેડ ક્રોસ, NSS, NYK અને અન્ય સ્વયંસેવકોને સમાવવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614818

દેશમાં કોરોના વાયરસ મહામારીને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સુધારેલી સંયુક્ત માર્ગદર્શિકા જાહેર કરી

ભારત સરકારનાં મંત્રાલયો તથા વિભાગોએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ દેશમાં આ મહામારી રોકવા માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકામાં પણ કોરોના વાયરસની મહામારીના વ્યવસ્થાપન માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ઓફિસ, કામકાજનાં સ્થળો, ફેક્ટરીઓ અને એકમોમાં સામાજિક અંતરના પાલન માટે સુનિશ્ચિત વ્યવસ્થા પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે અને લૉકડાઉનનાં પગલાંના ભંગ બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005 તથા ઇન્ડિયન પીનલ કોડ 1860ની સુસંગત કલમો હેઠળ દંડ તથા અન્ય પગલાં સૂચવવામાં આવ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614680

ગૃહ મંત્રાલયની સુધારેલી એકત્રિત માર્ગદર્શિકા

પ્રધાનમંત્રીએ કરેલી જાહેરાતને અનુલક્ષીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 14 એપ્રિલ 2020ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે, ભારતમાં લૉકડાઉનનો અમલ 3 મે 2020 સુધી લંબાવવામાં આવ્યો છે. વધુમાં, MHA દ્વારા 15 એપ્રિલ 2020ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ જિલ્લા વહીવટીતંત્રો દ્વારા જે વિસ્તારોને ચેપગ્રસ્ત ઝોન તરીકે સીમાંકિત કરવામાં આવ્યા નથી ત્યાં કેટલીક વધારાની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે છે. 15 એપ્રિલ 2020ના રોજ આપવામાં આવેલા આદેશ સાથે, એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં સમગ્ર દેશમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, ચેપગ્રસ્ત ઝોનમાં મંજૂરી આપેલી પ્રવૃત્તિઓ અને દેશના બાકીના ભાગોમાં 20 એપ્રિલ 2020થી મંજૂરી આપવામાં આવેલી પસંદગીની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614674

દેશમાં કોવિડ-19 મહામારીનો પ્રસાર નિયંત્રણમાં લાવવા માટે 3 મે 2020 સુધી લૉકડાઉન અમલમાં રહેશે

ભારત સરકાર દ્વારા ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગો, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને સત્તામંડળોને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, દેશમાં કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંકલિત દિશાનિર્દેશોમાં લૉકડાઉનના પગલાંનો અમલ નિર્ધારિત કરવામાં આવ્યો છે, તે આગામી 3 મે 2020 સુધી અમલી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614561

કોવિડ-19 મહામારીની સ્થિતિમાં કરદાતાઓને મદદ કરવા સીબીડીટીએ અઠવાડિયાની અંદર રૂ. 4,250 કરોડનાં મૂલ્યનાં 10.2 લાખથી વધારે રિફંડની ચૂકવણી કરી

સરકારે 8 એપ્રિલ, 2020નાં રોજ અખબારી યાદીમાં કોવિડ-19 મહામારીની સ્થિતિમાં કરાદાતાઓને મદદ કરવા રૂ. 5 લાખ સુધીના આવકવેરા રિફંડની બાકી નીકળતી ચૂકવણી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એના સંબંધમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (સીબીડીટી)એ આજે જણાવ્યું હતું કે, બોર્ડે 14 એપ્રિલ, 2020 સુધીમાં 10.2 લાખથી વધારે રિફંડમાં કુલ આશરે રૂ. 4,250 કરોડની ચૂકવણી થઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં 31 માર્ચ, 2020 સુધી 2.50 કરોડ રિફંડ ઇશ્યૂ થયા છે, જેનું કુલ મૂલ્ય રૂ. 1.84 લાખ કરોડ હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614773

લૉકડાઉન દરમિયાન ઝડપથી બગડી જાય તેવા ઉત્પાદનોની આંતરરાજ્ય હેરફેરમાં સુગમતા માટે ઑલ ઇન્ડિયા કૉલ સેન્ટર નંબર 18001804200 અને 14488નો શુભારંભ કરવામાં આવ્યો

કોરોના વાયરસના જોખમને કારણે લદાયેલા લૉકડાઉનની સ્થિતિમાં નાશવંત પેદાશોની આંતર-રાજ્ય હેરફેર સરળ બને તે હેતુથી આજે કૃષિ ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ઑલ ઇન્ડિયા કૉલ સેન્ટર નંબરનો પ્રારંભ કર્યો હતો. આ કૉલ સેન્ટર નંબર 18001804200 અને 14488 છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614711

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા લૉકડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1.27 કરોડ વંચિતો/ ભિક્ષુકો/નિરાશ્રિત લોકો માટે વિના મુલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને લૉકડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં (10.04.2020 સુધી) 1.27 કરોડ વંચિતો/ભિક્ષુકો/નિરાશ્રિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614802

પ્રધાનમંત્રી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસની સાથે ટેલીફોન પર વાતચીત કરી. બંને દેશના નેતાઓએ કોવિડ-19 મહામારીના કારણે ઉત્પન્ન થયેલ વર્તમાન પડકારો પર ચર્ચા કરી અને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોત-પોતાના દેશમાં લેવામાં આવી રહેલા જુદા-જુદા પગલાઓ વિષે એકબીજાને માહિતી આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614536

લૉકડાઉન દરમિયાન ખેડૂતો અને ખેતીને સૌથી વધુ પ્રાથમિકતા આપો ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર અને રાજ્યોને કહ્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે કેન્દ્ર અન રાજ્ય સરકારોને કહ્યું હતું કે, લૉકડાઉનના સમય દરમિયાન ખેડૂતો અને ખેતીવાડીને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે અને સલાહ આપી હતી કે, આ સમય દરમિયાન ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ કૃષિ ઉત્પાદનોનું પરિવહન સરળતાથી થાય તે માટે સુવિધા પૂરી પાડવામાં આવે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર સાથે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે આજે વાર્તાલાપ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કૃષિ ક્ષેત્રની સુરક્ષા માટે કૃષિ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614776

સરકાર અને ઉડ્ડયન મંત્રાલય સમગ્ર દેશમાં લોકોને આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા કટિબદ્ધ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ઉડ્ડયન ઉદ્યોગ કોવિડ-19 સામે ભારતની લડાઇમાં તબીબી માલસામાનનું સૌથી કાર્યદક્ષ અને ઓછા ખર્ચે ભારત અને વિદેશમાં વાયુ માર્ગે પરિવહન કરીને પોતાના તરફથી પૂરતું યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે. કોવિડ-19 સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને દૂરના વિસ્તારો સુધી આવશ્યક તબીબી માલસામાનનો પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614560

સરકાર અને ઉડ્ડયન મંત્રાલય સમગ્ર દેશમાં લોકોને આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા કટિબદ્ધ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ઉડ્ડયન ઉદ્યોગ કોવિડ-19 સામે ભારતની લડાઇમાં તબીબી માલસામાનનું સૌથી કાર્યદક્ષ અને ઓછા ખર્ચે ભારત અને વિદેશમાં વાયુ માર્ગે પરિવહન કરીને પોતાના તરફથી પૂરતું યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે. કોવિડ-19 સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને દૂરના વિસ્તારો સુધી આવશ્યક તબીબી માલસામાનનો પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઇફલાઇન ઉડાનફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614560

ડૉ. હર્ષવર્ધને ભારતીય ઉદ્યોગસંઘ (CII)ના દિગ્ગજોની સાથે વાતચીત કરી

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય ઉદ્યોગ જગતના 50થી વધુ નેતાઓની સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરી હતી. તેમણે કોવિડ-19 વિરુદ્ધની લડાઈ દરમિયાન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો, તપાસ સુવિધાઓની ઉપલબ્ધતા, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની માટે કાચા માલની ઉપલબ્ધતા, રોગની દેખરેખ, ટેલીમેડીસન સુવિધાઓનો ઉપયોગ, અટકાયતી સ્વાસ્થ્ય સારસંભાળ વગેરે અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614690

લૉકડાઉનને ધ્યાનમાં રાખીને યુપીએસસી દ્વારા પરીક્ષાના સમયપત્રકની જાહેરાત

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સહિત લૉકડાઉનના પ્રવર્તમાન અંકુશોને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવાયો હતો કે ઉમેદવારો અને સલાહકારોએ દેશના તમામ હિસ્સાઓમાંથી પ્રવાસ કરવો જરૂરી હોય, તેવાં તમામ ઈન્ટરવ્યૂ, પરીક્ષાઓ અને ભરતી બોર્ડ વિશે સમય-સમય પર સમીક્ષા કરવામાં આવશે. સિવિલ સર્વિસ - 2019ના બાકીના પર્સનાલિટી ટેસ્ટ્સની નવી તારીખોનો નિર્ણય લૉકડાઉનનો બીજો તબક્કા પછી, એટલે કે ત્રીજી મે, 2020ના રોજ બાદ લેવામાં આવશે. સિવિલ સર્વિસ - 2020 (પ્રિલિમ), એન્જિનિયરીંગ સર્વિસ (મેઇન) અને જિયોલોજિસ્ટ સર્વિસ (મેઇન) પરીક્ષાઓ માટેની તારીખો અગાઉ જાહેર કરાઈ હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અને સભ્યોએ એપ્રિલ, 2020ની અસરથી એક વર્ષ માટે કમિશન દ્વારા તેમને મળતા મૂળ પગારના 30 ટકા રકમ સ્વૈચ્છિક રીતે જતી કરવાનો નિર્ણય લીધો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614730

નીતિ આયોગના વાઇસ ચાન્સેલર અને સભ્યો તેમજ EAC-PMના ચેરમેન દ્વારા સ્વેચ્છાએ એક વર્ષ માટે પોતાના વેતનમાં ૩૦%ની કપાત લઈને પીએમ કેર ભંડોળમાં યોગદાન આપ્યું

કોવિડ-19 મહામારીને પગલે અને આ રાષ્ટ્રીય આપત્તિ વિરુદ્ધની લડાઈમાં સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા માટે નીતિ આયોગના વાઇસ ચાન્સેલર અને સભ્યો દ્વારા તેમજ EAC-PMના ચેરમેન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ એક વર્ષ સુધી પોતાના વેતનમાં ૩૦%નો કપાત લેશે. આ નાણાં પ્રધાનમંત્રીના આકસ્મિક સ્થિતિમાં નાગરિકોને રાહત અને મદદ આપવા માટેના ભંડોળ (PM CARE)માં દાન કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614756

ભારતીય રેલવેએ એપ્રિલ, 2020માં 30,000થી વધારે કવરઓલ (પીપીઇ)નું ઉત્પાદન કરવાની યોજના બનાવી

ભારતીય રેલવેના પ્રોડક્શન યુનિટ, વર્કશોપ અને ફિલ્ડ યુનિટે તબીબી અને  હેલ્થકેર કર્મચારીઓ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) કવરઓલનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી છે, જેઓ ઇન્ફેક્શન ધરાવતા દર્દીઓની સારવાર દરમિયાન કોવિડ-19 રોગનાં સીધા સંસર્ગમાં આવે છે. ભારતીય રેલવે એપ્રિલ, 2020માં આ પ્રકારનાં 30,000થી વધારે કવરઓલનું ઉત્પાદન કરશે તથા મે, 2020માં 1,00,000 કવરઓલનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. પ્રોટોટાઇપ કવરઓલને ગ્વાલિયરમાં અધિકૃત ડીઆરડીઓ લેબોરેટરીમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવાનું પ્રમાણ મળી ગયું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614718

પાર્સલ ટ્રેન શરૂ કરવાથી રેલવેને આવક થઇ; લૉકડાઉનના સમયમાં તેની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 20400 ટનથી વધુ કન્સાઇન્મેન્ટ લોડ કરાયા અને રૂ. 7.54 કરોડની કમાણી થઇ

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન તબીબી પૂરવઠો, તબીબી ઉપકરણો, અનાજ વગેરે આવશ્યક ચીજવસ્તુઓનું નાના કદના પાર્સલમાં પરિવહન ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ મહત્વપૂર્ણ જરૂરિયાત પૂરી કરવા માટે, ઇ-કોમર્સ સંસ્થાઓ અને રાજ્ય સરકાર સહિત અન્ય ગ્રાહકો માટે ઝડપી જથ્થાબંધ પરિવહન થઇ શકે તે આશયથી ભારતીય રેલવેતંત્ર દ્વારા રેલવે પાર્સલ વાન ઉપબલ્ધ કરાવવામાં આવી છે. રેલવેએ પસંદગીના રૂટો પર સમયપત્રક આધારિત પાર્સલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે જેથી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો વિના અવરોધે સુનિશ્ચિત કરી શકાય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614732

જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના અંતરિયાળ વિસ્તારોના લોકો માટે વિશેષ ટપાલગાડીની વ્યવસ્થા કરવામાં આવી

જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી પોસ્ટ ઓફિસો સ્થાનિક લોકોને આર્થિક વ્યવહારોની સુવિધા આપવા-સરળતાથી નાણાં જમા કરાવવા અને ઉપાડવાની સુગમતા ઉભી કરવાના પ્રાથમિક હેતુથી ખોલવામાં આવી છે જેથી લોકો પાસે તેમની દૈનિક અને મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં હોય. આ સંદર્ભે, પોસ્ટ ઓફિસો ખાતે આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ (AePS) શરૂ કરવામાં આવી છે જેથી કોઇપણ બેંકમાં ખાતું ધરાવતા લોકો કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી દર મહિને રૂ. 10000/- સુધીની રકમ ઉપાડી શકે. આ માટે માત્ર એક જ શરત છે કે લાભાર્થીનું બેંકનું ખાતું આધાર નંબર સાથે લિંક કરેલું હોવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614755

દેખો અપના દેશશ્રેણીમાં આવતીકાલે બીજા વેબિનારમાં કોલકાતાના મહાન ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણો

લૉકડાઉન દરમિયાન પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત દિલ્હી પરના વેબિનારને સફળતા હાંસલ થયા પછી દેખો અપના દેશનો બીજો વેબિનાર આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી યોજાશે. આ વેબિનારમાં કલકત્તા એ કોન્ફ્લુઅન્સિસ ઓફ કલ્ચરવિશે જાણકારી મેળવવાની લોકોને તક સાંપડશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614767

કોવિડ-19 પર લોકોમાં જાગૃતિ લાવવા અને સલામતી વધારવા સ્માર્ટ સિટી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614541

પાવરગ્રિડે કોવિડ-19 મહામારી સામે લડવા સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરી

સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે વીજ મંત્રાલયના નેજા હેઠળની જાહેર ક્ષેત્રની કંપની પાવરગ્રિડે ચોવીસેય કલાક - 24x7 અવિરત વીજળીનું પ્રસારણ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ભારતમાં મહામારીનો માર ઝીલી રહેલાઓની મદદ માટે માનવતાવાદી રાહત પ્રવૃત્તિઓ પણ સક્રિયપણે શરૂ કરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614480

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • કેરળઃ રાજ્યની એક માત્ર અને ભારતની બીજી ગર્ભવતિ કોવિડ સંક્રમિત મહિલા આજે કોલ્લમ MCમાં સ્વસ્થ થઇ ગઇ હતી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ન્યૂયોર્ક અને દુબઇમાં વધુ બે મલિયાલી કોવિડ સંક્રમિત વ્યક્તિઓના મૃત્યુ થતાં વિદેશમાં મૃત્યુ પામેલા કેરળવાસીઓનો મૃત્યુઆંક 30 પર પહોંચ્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત થ્રિસ્સૂરપુરમના તહેવારની ઉજવણી રદ કરવામાં આવી છે.
 • તામિલનાડુઃ 3 મે સુધી ચેન્નાઇ કોર્પોરેશને 40,000 નમૂનાનું પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. સમગ્ર શહેરમાં 10,000 લોકોનો સમાવેશ થઇ શકે તેવી ક્વૉરેન્ટાઇન સુવિધા ઊભી કરવામાં આવી છે. ગઇકાલ સુધી નોંધાયેલા કુલ કેસો 1204 હતા, જેમાંથી 81 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 1955 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ચેન્નઇ 211 અને કોઇમ્બતુર 126 કેસ સાથે સૌથી આગળ છે.
 • કર્ણાટકઃ ચીનની સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત ફેરફારના કારણે રાજ્યને એક લાખ ઝડપી પરીક્ષણ કીટ્સ મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે. વધુમાં કેન્દ્ર સરકારે કેન્દ્રસ્થ ખરીદીના આદેશ આપ્યાં છે. રાજ્યમાં કુલ 260 કોવિડ કેસો નોંધાયા છે, જેમાંથી 10 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 71 લોકો સાજા થયા છે. કોવિડ પોઝિટીવ કેસોની વધારે સંખ્યા બેંગ્લોરમાં 69, મૈસૂરમાં 48 અને બેલાગાવીમાં 18 છે.
 • તેલંગણાઃ રાજ્ય બિન-પ્રભાવિત વિસ્તારોમાં 20મી એપ્રિલ બાદ તબક્કાવાર રીતે લૉકડાઉનના નિયંત્રણ હળવા કરવાનું આયોજન કરી રહ્યું છે. હૈદરાબાદમાં નમૂના એકત્ર કરવા માટે DRDL દ્વારા 'COVSACK- કોવિડ નમૂના કલેક્શન કિયોસ્ક' વિકસાવવામાં આવ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 644 છે.
 • આંધ્રપ્રદેશઃ રાજ્યમાં 19 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 502 થઇ ગઇ છે. અત્યાર સુધી 11 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 16 લોકો સાજા થયા છે. સૌથી વધારે ગુંતૂરમાં 118, કુર્નૂલમાં 97, નેલ્લોરમાં 56, ક્રિષ્નામાં 45, પ્રકાસમમાં 42, કડપામાં 33, પશ્ચિમ ગોદાવરીમાં 31 કેસો નોંધાયા છે. સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને આવતીકાલથી ગરીબ લોકોને વિનામૂલ્યે જીવનજરૂરી ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.
 • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશનો એકમાત્ર કોવિડ-19 દર્દીનો ત્રીજો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
 • આસામઃ આસામમાં દારૂની દુકાનો 3 મે સુધી તાત્કાલિક અસરથી બંધ રહેશે.
 • મણીપૂરઃ પાઇલટના 11 પરિવારના સભ્યો (મણીપૂરમાં રહેવાસી), જેના સંબંધી મેઘાલયમાં કોવિડ-19 પોઝિટીવ આવ્યાં છે, તેમનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
 • મેઘાલયઃ મેઘાલયમાં પ્રથમ કોવિડ-19ના દર્દીના સંપર્કમાં આવનારા 50 લોકોના નમૂના લેવામાં આવ્યાં હતા, જેમનું પરીક્ષણ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કરલામાં આવ્યું હતું. તે તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
 • મિઝોરમઃ મિઝોરમને ભારતીય તબીબી સંશોધન પરિષદ તરફથી કોરોના પરીક્ષણ માટે 1800 કીટ્સ પ્રાપ્ત થઇ છે.
 • નાગાલેન્ડઃ નાગાલેન્ડના કોહિમામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
 • ત્રિપૂરાઃ રાજ્યના મુખ્યમંત્રીએ લોકોને કોલોના મહામારી દરમિયાન સુરક્ષિત રહેવા માટે 'આરોગ્ય સેતૂ' એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.

Fact Check on #Covid19

RP

********(Release ID: 1614857) Visitor Counter : 284