શ્રમ અને રોજગાર મંત્રાલય

વેતન માસ માર્ચ 2020નાં ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ECR) ફાઈલ કરવાની તારીખ 15.04.2020 થી લંબાવીને 15.05.2020 કરવામાં આવી


લૉકડાઉનના ગાળામાં વેતનની ચૂકવણી કરનારાં આશરે 6 લાખ એકમોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

Posted On: 15 APR 2020 5:48PM by PIB Ahmedabad

કોરોનાવાયરસને કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તથા તા. 24.03.2020ની મધરાતથી કેન્દ્ર સરકારે જાહેર કરેલા લૉકડાઉનને લીધે જે માલિકોએ તેમના કર્મચારીઓને માર્ચ 2020નુ વેતન ચૂકવી દીધુ હોય તેમના માટે વેતન માસ માર્ચ 2020 માટેનાં ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ECR) ફાઈલ કરવાની તારીખ લંબાવીને 15.05.2020 કરવામાં આવી છે.

સામાન્ય રીતે માર્ચ 2020 માટેની નિયત તારીખ 15.04.2020 હોય છે. આથી ઈપીએફ અને એમપી એકટ 1952 હેઠળ આવરી લેવામાં આવેલાં એકમોને વધારાનો 30 દિવસનો છૂટનો સમય માર્ચ 2020 માટેના યોગદાનની તથા વહિવટી ખર્ચની કપાત માટે આપવામાં આવ્યો છે. 

શ્રમ અને રોજગાર વિભાગનો ઉપર મુજબનો નિર્ણય જે માલિકોએ પોતાના કર્મચારીઓને માર્ચ, 2020નાં વેતન ચૂકવી દીધાં હશે તેમને અને કોરોનાવાયરસ મહામારી દરમિયાન વેતનની ચૂકવણી કરનાર એકમોના માલિકને પ્રોત્સાહન તરીકે આપવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આશયને ધ્યાનમાં રાખીને નોકરીમાં અવરોધ નિવારવા અને તથા કર્મચારીઓ તેમની કમાણીથી મહામારીનો સામનો કરવામાં સહાયરૂપ થવા માટેનો છે.
 
આ રાહતથી આશરે 6 લાખ જેટલાં એકમો કોઈ પણ ચૂક વગર આશરે 5 કરોડ કર્મચારીઓને વેતન ચૂકવીને ઈસીઆર ફાઈલ કરી શકશે. 

માલિકોએ માર્ચ 2020ના ઈસીઆરમાં માર્ચ 2020માં કઈ તારીખે વેતનની ચૂકવણી કરી તે જાહેર કરવાનુ રહેશે.

આ મુજબનુ ડેકલેરેશન કરેલુ ઈસીઆર તથા માર્ચ 2020નુ યોગદાન તથા અને વહિવટી ખર્ચાઓ હવે 15.5.2020 પહેલાં ચૂકવી દેવાના રહેશે. 

માર્ચ 2020નાં વેતન ચૂકવનાર માલિકોને ઈપીએફનાં માર્ચ, 2020નાં બાકી નાણાં ચૂકવણીની પાકતી તારીખ લંબાવવાનો લાભ તો મળશે જ પણ સાથે સાથે તે જો તા. 15.05.2020ના રોજ અથવા તો તે પહેલાં તો વ્યાજ અને દંડની જવાબદારી પણ ટાળી શકશે. 



(Release ID: 1614788) Visitor Counter : 239