નાણા મંત્રાલય
કોવિડ-19 મહામારીની સ્થિતિમાં કરદાતાઓને મદદ કરવા સીબીડીટીએ અઠવાડિયાની અંદર રૂ. 4,250 કરોડનાં મૂલ્યનાં 10.2 લાખથી વધારે રિફંડની ચૂકવણી કરી
Posted On:
15 APR 2020 5:42PM by PIB Ahmedabad
સરકારે 8 એપ્રિલ, 2020નાં રોજ અખબારી યાદીમાં કોવિડ-19 મહામારીની સ્થિતિમાં કરાદાતાઓને મદદ કરવા રૂ. 5 લાખ સુધીના આવકવેરા રિફંડની બાકી નીકળતી ચૂકવણી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એના સંબંધમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (સીબીડીટી)એ આજે જણાવ્યું હતું કે, બોર્ડે 14 એપ્રિલ, 2020 સુધીમાં 10.2 લાખથી વધારે રિફંડમાં કુલ આશરે રૂ. 4,250 કરોડની ચૂકવણી થઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં 31 માર્ચ, 2020 સુધી 2.50 કરોડ રિફંડ ઇશ્યૂ થયા છે, જેનું કુલ મૂલ્ય રૂ. 1.84 લાખ કરોડ હતું.
સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે, આશરે 1.75 લાખ વધારે રિફંડ આ અઠવાડિયામાં ઇશ્યૂ થવાની પ્રક્રિયામાં છે. આ રિફંડ ઇશ્યૂ થયાથી 5થી 7 દિવસમાં (કામકાજ ચાલુ હોય એ દિવસો)માં કરદાતાના બેંક ખાતામાં સીધી જમા થશે. જોકે આશરે 1.74 લાખ કેસમાં કરદાતાઓ પાસેથી ઇમેલ રિસ્પોન્સની રાહ જોવાઈ રહી છે, જે બાકી નીકળતા કરવેરાની માંગણીના સંબંધમાં સમાધાન સાથે છે, જે માટે રિમાઇન્ડર ઇમેલમાં તેમને 7 દિવસની અંદર જવાબ આપવાનું કહેવાયું છે, જેથી એ મુજબ રિફંડની ચૂકવણી કરી શકાશે.
અહીં નોંધી શકાશે કે, આવકવેરા વિભાગ પાસેથી રિમાઇન્ડર ઇમેલ કરાદાતાઓ માટે હકીકતમાં લાભદાયક છે, કારણ કે એમાં તેમને બાકી નીકળતી માંગણી, તેમના બેંક ખાતાની અને રિફંડ ઇશ્યૂ કરતાં અગુ ડિફેક્ટ/મિસમેચનાં સમાધાનની પુષ્ટિ કરવાનું કહેવામાં આવ્યું છે.
સીબીડીટીએ અપીલ કરી હતી કે, આ પ્રકારનાં ઇમેલનો વહેલામાં વહેલી તકે જવાબ આપવો કરદાતાના હિતમાં છે, જેથી રિફંડની પ્રક્રિયા શક્ય એટલી વહેલી તકે હાથ ધરી શકાશે અને રિફંડ ઇશ્યૂ થઈ શકશે. સીબીડીટીએ કરદાતાઓને તેમના ઇમેલ ચેક કરવા અને તાત્કાલિક ધોરણે આઇટી વિભાગને જવાબ આપવા તેમના ઇ-ફિલિંગ એકાઉન્ટમાં લોગિન કરવા વિનંતી કરી છે.
સીબીડીટીએ એમ પણ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા સહિત થોડા મીડિયામાં રિફંડની પ્રક્રિયા કરવા વિભાગને સક્ષમ બનાવવા 7 દિવસની અંદર કરાદાતાઓને સીબીડીટીના કમ્પ્યુટરાઇઝ ઇમેલનો જવાબ આપવા સાથે સંબંધિત થોડાં પ્રશ્રો ઉઠાવવામાં આવ્યાં છે. આ સંબંધમાં અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, આ ખામીયુક્ત આઇટીઆર, પહેલી નજરે એડજસ્ટમેન્ટ અને તેમના દ્વારા ચોક્કસ રકમ વિશે પુષ્ટિ માંગવામાં આવી છે એના પર જવાબ મેળવવા કરદાતાઓ સાથે સંચાર સંબંધિત નિયમિત પ્રક્રિયા છે. આ પ્રકારનાં તમામ કેસમાં કરદાતાઓનો ઝડપી પ્રતિસાદ આઇટી વિભાગને તેમને રિફંડ ઝડપથી ચૂકવવામાં સક્ષમ બનાવશે.
GP/RP
(Release ID: 1614773)
Visitor Counter : 212
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam