આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કોવિડ-19 પર લોકોમાં જાગૃતિ લાવવા અને સલામતી વધારવા સ્માર્ટ સિટી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

Posted On: 14 APR 2020 7:28PM by PIB Ahmedabad

કોવિડ-19: સ્માર્ટ સિટીઓ દ્વારા વિવિધ પહેલો

વડોદરા

વડોદરા જિલ્લા વહીવટીતંત્રે લૉકડાઉનનું ઉલ્લંઘન કરતાં લોકો પર નજર રાખવા માટે બે કેમેરા સાથે સંલગ્ન હિલિયમના બલૂન સ્થાપિત કર્યા છે. તાંદળજા વિસ્તારમાં સ્થાપિત આ બલૂનમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ સંલગ્ન છે. વહીવટીતંત્રએ શહેરમાં ચાર ઝોન – રેડ, ઓરેંજ, યેલ્લો અને ગ્રીન (લાલ, કેસરી, પીળા અને લીલા) ઝોનમાં વિભાજીત કર્યા છે, જે કોરોનાવાયરસ રોગચાળાના ભાગરૂપે ઘડવામાં આવેલી વ્યૂહરચનાનો ભાગ છે.

બેંગાલુરુ

બેંગાલુરુમાં મોડલ કોવિડ-19 વોર રુમ કર્ણાટકમાં કોવિડ-19 ડેટા ડેશબોર્ડનું ઉદ્ઘાટન 7 એપ્રિલ, 2020નાં રોજ બેંગાલુરુ સ્માર્ટ સિટી કોવિડ વોર રુમમાં રાજ્ય કક્ષાનાં તબીબી શિક્ષણ મંત્રીએ કર્યું છે. આ ડેશબોર્ડ કોવિડ સાથે સંબંધિત તમામ ડેટાનો સિંગલ સ્ત્રોત બની રહેશે, જેમાં ક્વારેન્ટાઇન હેઠળ રહેલા લોકો, તેમના સંપર્કો, કાર્યરત તબીબી અધિકારીઓ, હોસ્પિટલો, તાલુકા મુજબ અને શહેર મુજબ ડેટા સામેલ હશે. આ રિયલ-ટાઇમ ડેટાને અનેક સોફ્ટવેર અને એપ્લિકેશન્સ સાથે સંયુક્તપણે મૂકવામાં આવ્યો છે.

કલ્યાણ ડોમ્બિવલી

કોરોના વિશે નાગરિકો વચ્ચે જાગૃતિ લાવવા અને માહિતગાર કરવા જાગૃતિ લાવવા માટેનો વીડિયો કેડીએમસી ફેસબુક પેજ પર પ્રકાશિત કર્યા છે. નાગરિકોને સતત સંકળાયેલા રાખવા ફેસબુક પેજ એક્ટિવિટીના રોજિંદા રુટિનને પ્રકાશિત કરે છે, જેમાં સવારે 7.00થી રાતનાં 9.00 સુધીની માહિતી આપવામાં આવે છે. શહેરમાં યોગ, પાકકળા, એરોબિક્સ, સંગીત, મરઘાઉછેર, ગઝલ, કથક અને ભરતનાટ્યમ, ફિલોસોફી જેવા વિવિધ ક્ષેત્રોનાં સ્થાનિક નિષ્ણાતોની ઓળખ કરવામાં આવી છે તેમજ તેમને દરેકને ટાઇમ સ્લોટ ફાળવવામાં આવ્યો છે, જેમાં તેઓ ફાળવેલા ટાઇમ સ્લોટ દરમિયાન કેડીએમસીનાં ફેસબુક પેજમાં લાઇવ પર્ફોર્મન્સ આપે છે. આ પહેલને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને નાગિરકોની પ્રશંસા મળી છે.

આગ્રા

ઇ-ડૉક્ટર સેવા ટેલી-વીડિયો કન્સલ્ટેશન સુવિધા છે, જેને આગ્રા સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા સ્થાનિક લોકો માટે શરૂ કરવામાં આવી હતી. https://tinyurl.com/edoctorapp. આ આગ્રા સ્માર્ટ સિટી લિમિટેડની સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી)ની પહેલ છે. કન્સલ્ટેશન સુવિધા સવારે 10થી બપોરનાં 12 સુધી ઉપલબ્ધ થશે (સોમવારથી શનિવાર). કન્સલ્ટેશન માટે નાગરિકોએ લિંક (https://tinyurl.com/edoctorapp)નો ઉપયોગ કરીને લોગ ઇન કરવું પડશે અને ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. મોબાઇલ એપનો ઉપયોગ કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકાશે.

કોઈ પણ એન્ડ્રોઇડ ફોન (પ્લે સ્ટોર) પરથી આ મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકાય છે. લિંક (https://play.google.com/store/apps/details?id=com.needstreet.health.hppatient) પર ક્લિક કરીને પણ એપ ડાઉનલોડ કરી શકાશે. એક વાર એપોઇન્ટમેન્ટ મળ્યા પછી સાઇટ/એપ પર કન્સલ્ટેશન માટે નિયત તારીખ અને સમય ફાળવવામાં આવશે. દર્દી નિયત સમયે ડૉક્ટર સાથે ટેલી/વીડિયો કોલ કરી શકે છે. દર્દી કન્સલ્ટેશન પછી સાઇટ/એપ પરથી ઓનલાઇન પ્રીસ્ક્રિપ્શન પણ ડાઉનલોડ કરી શકશે. રિક્વેસ્ટ પર જરૂરી દવાઓ સ્માર્ટ હેલ્થ સેન્ટર – ફાર્મસીમાંથી ઘરે ડિલિવર થશે.

  • આ ઉદાત્ત અને નવીન પહેલ આગ્રા સ્માર્ટ સિટીએ પીપીપી પાર્ટનર એઝાઇલ મેનુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવી છે. તેમણે સ્થાનિક લોકોને વાજબી અને સંપૂર્ણ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા માટે આગ્રામાં 10 સ્માર્ટ હેલ્થ સેન્ટર ખોલવાની પ્રક્રિયામાં પણ શરૂ કરી છે. આ પ્રકારનું આવું એક કેન્દ્ર કાર્યરત થઈ ગયું છે અને સ્થાનિક લોકોને સેવા આપે છે.
  • સ્માર્ટ સિટી સ્કીમ અંતર્ગત સ્માર્ટ હેલ્થ સેન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે, જે કોરોના વાયરસનાં પ્રસારમાં શું કરવું અને શું ન કરવું એ અંગે વિવિધ પ્રકારની જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે. દરેક દર્દીને જનરલ કન્સલ્ટેશન તેમજ ડેન્ટલ ડૉક્ટર એમ બંને માટે 3થી 5 મિનિટમાં કોરોના સંબંધિત સલાહ ટૂંકમાં આપે છે. માર્ચમાં 325 દર્દીઓએ અને ફેબ્રુઆરીમાં 675 દર્દીઓ સલાહ લીધી હતી. 1015 સેનિટાઇઝર્સ અને 935 માસ્ક સ્માર્ટ હેલ્થ સેન્ટર પર ફાર્મસી દ્વારા સબસિડાઇઝ દરે વહેંચવામાં આવ્યાં હતાં, જેથી લોકોને મોટી રાહત મળી હતી.
  • આગ્રા સ્માર્ટ સિટી અને આગ્રા પોલીસ સાથે જોડાણમાં આગ્રા વહીવટીતંત્ર નગર નિગમ આગ્રામાં આગ્રા સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા સ્થાપિત આઇસીસીસી કન્ટ્રોલ રૂમનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. આગ્રા લૉકડાઉન મોનિટરિંગ એપ શરૂ કરવામાં આવી છે. આ નવીન વીડિયો સર્વેલન્સ સોલ્યુશનનો ઉપયોગ કોવિડ 19 સામે લડવા અને ભીડનું વ્યવસ્થાપન કરવા આગ્રા શહેરમાં વિવિધ લોકેશન પર અસરકારક રીતે નજર રાખવા માટે થશે. આ પ્રયાસમાં લેટેસ્ટ એઆઈ આધારિત એનાલીટિક્સ છે, જે આગ્રામાં કોવિડ 19 સામે પ્રથમ પ્રકારની લડાઈ છે. આગ્રા વહીવટીતંત્ર દ્વારા લેટેસ્ટ પથપ્રદર્શક ટેકનોલોજી સીએસઆર પહેલ અંતર્ગત હાલના સર્વેલન્સ વેન્ડર દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં છે. આગ્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગ કડકપણે જાળવવા વહીવટીતંત્રોને મદદ કરવા તાત્કાલિક એલર્ટ જનરેટ થાય છે. એલર્ટને ફિલ્ડ સ્ટાફ મોબાઇલ ફોન પર એપ દ્વારા કન્ફિગર કરવામાં આવી છે અને પોલીસ તંત્રને મદદ મળે છે. આગ્રા લૉકડાઉન મોનિટર એપ તમામ થાણા ઇન-ચાર્જ અને અન્ય કોઈ પણ પોલીસ કર્મચારી માટે ઉપલબ્ધ થશે.
  • જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત રાંધેલા ભોજનની બેંક સ્થાપિત થઈ છે, જે વિવિધ એનજીઓ પાસેથી રાંધેલા ભોજનનાં પેકેટ એકત્ર કરે છે અને એનું વિતરણ જરૂરિયાતમંદ, વંચિત અને કામદારો વગેરેને કરવામાં આવે છે. 5000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

કાકિનાડા

કાકિનાડા આઇસીસીસીમાં કોવિડ-19 ડેટા ડેશબોર્ડ વિકસાવવામાં આવ્યું છે. કાકિનાડા, જિલ્લા, રાજ્ય અને દેશની માહિતી આઇસીસીસીમાં પ્રદર્શિત કરવામાં આવે છે. એની વિગતો અહીંથી https://covid19.kkdeservices.com:2278 મળી શકશે.

ચંદીગઢ

ચંદીગઢે તાપમાન, પેડેસ્ટલ ઓપરેટેડ હેન્ડ-વોશ અને સોપ ડિસ્પેન્સર, સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશનનાં ધુમાડાનો ફુવારો અને હેન્ડ ડ્રાયર સુવિધા લઈને થર્મલ સ્ક્રીનિંગની સુવિધા સાથે વિસ્તૃત ‘ફાઇટ કોવિડ સ્ટેશન’ સ્થાપિત કર્યું છે. આ ચંદીગઢનાં મેઇન મંડી સેક્ટર-25માં ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત થયું છે અને મંડીનાં તમામ મુલાકાતીઓ સ્ટેશનમાંથી પસાર થશે એવી અપેક્ષા છે.

RP

********(Release ID: 1614541) Visitor Counter : 159