કૃષિ મંત્રાલય

સરકારે હાલના કોવિડ-19 સંકટને લીધે અટકેલી કૃષિ ક્ષેત્રની નિકાસ ફરીથી વેગવંતી કરવા સંવાદ શરૂ કર્યો

Posted On: 14 APR 2020 2:11PM by PIB Ahmedabad

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરના નિર્દેશને અનુસરીને ખેતી, સહકાર અને ખેડૂત કલ્યા મંત્રાલયના સચિવે ખેત પેદાશોના ઉત્પાદકો / નિકાસકારોના સંગઠનો સાથે તેમની સમસ્યાઓ હલ કરવા વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

સરકારે ખેતી અને સંલગ્ન ચીજોના નિકાસકારો સાથે કોરોના વાયરસને નિયંત્રિત કરવા લદાયેલા લૉકડાઉનને પરિણામે ઉભી થયેલી તેમની સમસ્યાઓ હલ કરવા માટે સંવાદ શરૂ કર્યો છે. કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરના નિર્દેશને અનુસરીને ખેતી, સહકાર અને ખેડૂત કલ્યા મંત્રાલયના સચિવ શ્રી સંજય અગરવાલે ખેત પેદાશોના ઉત્પાદકો / નિકાસકારોના સંગઠનો સાથે તેમની સમસ્યાઓનો પ્રથમ દર્શી અહેવાલ પ્રાપ્ત કરવા માટે તથા કોરોના વાયરસને કારણે ઉભી થયેલી તેમની સમસ્યાઓ સત્વરે હલ કરવા માટે તથા તેમની સમસ્યાઓ વહેલી તકે હલ થાય તે માટે દરમ્યાનગીરી કરી સહાયક બનવા ગઈ કાલે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી. બાસમતી અને નોન-બાસમતી ચોખા, બિયારણ ફૂલ, છોડ, ઓર્ગેનિક પેદાશો, કૃષિ ઉપકરણો અને મશીનરીના નિકાસકારો અને ઉત્પાદકો આ વિડીયો કોન્ફરન્સમાં હાજર રહયા હતા. 

બેઠકમાં સામેલ થયેલા પ્રતિનિધિઓએ કેટલાક સામાન્ય અને ચોકકસ ક્ષેત્રને લાગુ પડતા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. જેમાં શ્રમીકોની ઉપલબ્ધી અને હેરફેર, આંતરરાજ્ય પરિવહનમાં નડી રહેલા અવરોધો, બજારો બંધ રહેવાને કારણે કાચા માલની તંગી, ફાયટો- સેનેટરી સર્ટિફિકેશન, કુરિયર સર્વિસીસ બંધ હોવાને કારણે શિપિંગ ડોક્યુમેન્ટ મોકલવામાં નડતી મુશ્કેલીઓ, ફ્રેઈટ સર્વિસિસના ઉપલબ્ધી, બંદરો અને યાર્ડઝનો સંપર્ક કરવામાં નડતી મુશ્કેલી તથા આયાત અને નિકાસ માટે ગુડઝના ક્લિયરન્સમાં મુશ્કેલી જેવા મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. 

ફૂડ પ્રોસેસિંગ, મસાલા, કાજુ, તથા મશીન અને ઉપકરણો (M&E) જેવા ક્ષેત્રોના પ્રતિનિધિઓએ તેમનાં એકમો ઓછામાં ઓછા 25 થ4 30 ટકા કામદારો સાથે ખોલવા તથા ચાલુ રાખવા દેવા મંજૂરી માગી હતી અને તેમના ઉદ્યોગો તેમના કામકાજમાં આરોગ્ય અંગેની માર્ગરેખાઓનુ યોગ્ય પાલન કરશે તેની ખાત્રી આપી હતી. 
આ બેઠકમાં તેમેને જણાવવામાં આવ્યું હતું કે આંતરિક પરિવહનનો મુદ્દો ગૃહ મંત્રાલય મારફતતે હલ કરવામાં આવશે. આ બાબતમાં જરૂરૂ નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. ફાયટો-સેનેટરી સર્ટિફિકેટસ જારી કરવા તથા તેને ઓનલાઈન સ્વીકારવા અંગેના નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે પોર્ટસ, ઓશન ફ્રેઈટ સર્વિસીસ, કુરિયર સર્વિસીસ સંબંધી જરૂરૂ નિર્ણયો લેવામાં આવશે. ઉદ્યોગોને કામ શરૂ કરવા માટે ખોલવા દેવાની મંજૂરી બાબતે ચોકકસ સેકટરની સમસ્યાઓ અંગે મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે ચર્ચા કરવામાં આવશે તથા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે તેવી તેમણે ખાત્રી આપી હતી. 

ભારત એ ખેત પેદાશો તથા સંલગ્ન ચીજોનુ નેટ એક્સપોર્ટર છે. ભારતના કૃષિ ક્ષેત્રએ વર્ષ 2018-19માં રૂ. 2.73 લાખ કરોડની નિકાસ કરીને હકારાત્મક વ્યાપાર સમતુલા દર્શાવી હતી. મૂલ્યવાન વિદેશી હૂંડિયામણની કમાણી કરવા ઉપરાંત પણ ખેત નિકાસોને કારણે ખેડૂતો, ઉત્પાદકો ને નનિકાસકારોને વ્યાપક આંતરરાષ્ટ્રીય બજારનો લાભ મળે છે અને તેમની આવકમાં પણ વધારો થાય છે. નિકાસને પરિણામે ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં પણ વધારો થાય છે તથા સાથે સાથે વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતા પણ વધે છે. 


(Release ID: 1614371) Visitor Counter : 278