શ્રમ અને રોજગાર મંત્રાલય

કામદારોની વેતન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે 20 કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા

Posted On: 14 APR 2020 11:58AM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર મંત્રાલયે સમગ્ર ભારતમાં કોવિડ-19ના કારણે ઉભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય શ્રમ આયુક્ત (CLC) (C)ની કચેરી અંતર્ગત 20 કંટ્રોલરૂમ ઉભા કર્યા છે. આ કંટ્રોલરૂમ નીચે ઉલ્લેખ કરેલા ઉદ્દેશ્યો માટે ઉભા કરવામાં આવ્યા છે:

a.      કેન્દ્રીય ક્ષેત્રોમાં નિયુક્ત કર્મચારીઓની ફરિયાદોના નિવારણ માટે.

b.      વિવિધ રાજ્યની સરકારો સાથે સંકલન કરીને વિસ્થાપિત શ્રમિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે.

કર્મચારીઓ ફોન નંબર, વૉટ્સએપ અને ઇમેલના માધ્યમથી આ કૉલ સેન્ટરોનો સંપર્ક કરી શકે છે. આ કંટ્રોલ રૂમોનું સંચાલન શ્રમ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ, મદદનીશ શ્રમ આયુક્તો, પ્રાદેશિક શ્રમ આયુક્તો અને નાયબ મુખ્ય શ્રમ આયુક્તો દ્વારા તેમના પ્રદેશોમાં થઇ રહ્યું છે. તમામ 20 કૉલ સેન્ટરોની કામગીરી પર દૈનિક ધોરણે વડામથકના મુખ્ય શ્રમ આયુક્ત (C) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

તમામ સંબંધિત અધિકારીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ ફરિયાદી કામદારોને મદદ કરવામાં માનવીય અભિગમ રાખે અને જરૂરિયાતમંદોને શક્ય હોય એટલા વધુ પ્રમાણમાં સમયસર રાહત મળે તે સુનિશ્ચિત કરે.

પ્રદેશ અનુસાર અધિકારીઓ, કામદારોની હેલ્પલાઇનના નંબરો અને ઇમેલ આઇડી તેમજ અધિકારીઓની વિગતો સાથે બીડવામાં આવી છે.

જુઓ (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614222)

 

GP/RP



(Release ID: 1614356) Visitor Counter : 527