નાગરિક ઉડ્ડયન મંત્રાલય

લાઇફલાઇન ઉડાન અંતર્ગત વિવિધ એરલાઇન્સે દેશભરમાં તબીબી પૂરવઠો પહોંચાડવા

Posted On: 13 APR 2020 4:44PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપસિંહ પૂરીએ આજે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને દૂરના વિસ્તારો સુધી આવશ્યક તબીબી માલસામાનનો પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 218થી વધુ લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ ટ્વીટ કરી હતીકે, અત્યાર સુધીમાં કુલ 377.50 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે અને લાઇફાલાઇન ઉડાન ફ્લાઇટ્સે અત્યાર સુધીમાં કુલ 2,05,709 કિમી અંતર કાપ્યું છે. આમાંથી 132 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. 12 એપ્રિલ 2020ના રોજ કુલ 4.27 ટન માલસામાન લોડ કરવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ઉડ્ડયન ઉદ્યોગ કોવિડ-19 સામે ભારતની લડાઇમાં તબીબી માલસામાનનું સૌથી કાર્યદક્ષ અને ઓછા ખર્ચે ભારત અને વિદેશમાં વાયુ માર્ગે પરિવહન કરીને પોતાના તરફથી પૂરતું યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે.

પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુઓ અને પર્વતીય રાજ્યોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હળવા વજનના જથ્થાબંધ માલસામાનના પરિવહનમાં મુખ્યત્વે માસ્ક, હાથમોજાં અને અન્ય વપરાશ યોગ્ય ચીજો કે જે એરક્રાફ્ટમાં વધુ જગ્યા રોકે છે તેનો સમાવેશ થાય છે. મુસાફરોને બેસવાની જગ્યા અને ઓવરહેડમાં પણ પૂરતી સાવચેતી સાથે સામાન મૂકવા માટે વિશેષ મંજૂરી લેવામાં આવી છે.

લાઇફલાઇન ઉડાન સંબંધિત સાર્વજનિક માહિતી દરરોજ https://esahaj.gov.inlifeline_udan/public_info પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે જેથી વિવિધ હિતધારકો વચ્ચે અવિરત સંકલન કરી શકાય.

સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 12 એપ્રિલ 2020 દરમિયાન 300 કાર્ગો વિમાનોનું પરિચાલન કરીને 4,26,533 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 2478 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 95 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 12 એપ્રિલ 2020 દરમિયાન 94 સ્થાનિક ઉડાન દ્વારા 92,075 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 1479 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3થી 12 એપ્રિલ દરમિયાન 25 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 21,906 કિમીનું અંતર કાપીને 21.77 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.

સ્પાઇસજેટની સ્થાનિક ફ્લાઇટ્સ

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

12-04-2020

6

68.21

6,943

સ્પાઇસજેટની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

12-04-2020

8

75.23

18,300

 

આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર : ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે 4 એપ્રિલ 2020 થી એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. દક્ષિણ એશિયામાં, એર ઇન્ડિયા દ્વારા કોલંબો ખાતે 7 એપ્રિલ 2020ના રોજ 9 ટન જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું હતું જ્યારે 8 એપ્રિલના રોજ 4 ટન જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અન્ય દેશોમાં વાયુ માર્ગે લઇ જવા માટે સમયપત્રક અનુસાર સમર્પિત કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે.

તબીબી માલસામાનના પરિવહનની તારીખ અનુસાર વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

 

ક્રમ

તારીખ

પ્રસ્થાન સ્થળ

જથ્થો (ટન)

1

04.4.2020

શાંઘાઇ

21

2

07.4.2020

હોંગકોંગ

6

3

09.4.2020

શાંઘાઇ

22

4

10.4.2020

શાંઘાઇ

18

5

11.4.2020

શાંઘાઇ

18

6

12.4.2020

શાંઘાઇ

24

 

 

કુલ

109

 

 

GP/RP



(Release ID: 1614082) Visitor Counter : 170