રેલવે મંત્રાલય
ભારતીય રેલવે દ્વારા કોવિડ-19ના લોકડાઉન દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને બળ આપવામાં આવી રહ્યું છે અને પુરવઠા શ્રુંખલાની ગતિ વધારવામાં આવી રહી છે
1 થી 11 એપ્રિલ, 2020 સુધીમાં રેલવે દ્વારા 1.9 લાખથીવધુ ડબ્બા ભરીને કોલસો અને 1300થી વધુ ડબ્બાઓ પેટ્રોલિયમ પેદાશોની હેરફેર કરવામાં આવી છે
Posted On:
12 APR 2020 8:14PM by PIB Ahmedabad
ભારતીય રેલવે દ્વારા કોવિડ-19ના કારણે થયેલા લોકડાઉનના સમયગાળા દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને બળ આપવાનું કાર્ય યથાવત ચાલુ રાખવામાં આવ્યું છે.
1 એપ્રિલથી લઈને 11 એપ્રિલ 2020 સુધીના છેલ્લા 11 દિવસના સમયગાળા દરમિયાન રેલવે દ્વારા 192165 ડબ્બાઓ ભરીને કોલસો અને 13276 ડબ્બાઓ ભરીને પેટ્રોલિયમ પેદાશો (એક ડબ્બામાં 58-60 ટન જથ્થો)ની હેરફેર કરવામાં આવીછે. વધુ માહિતી નીચે મુજબ છે:
ક્રમ
|
તારીખ
|
કોલસાના ડબ્બાની સંખ્યા
|
પેટ્રોલિયમ પેદાશોના ડબ્બાની સંખ્યા
|
1.
|
01.04.2020
|
14078
|
1132
|
2.
|
02.04.2020
|
18186
|
1178
|
3.
|
03.04.2020
|
17474
|
1163
|
4.
|
04.04.2020
|
18038
|
1079
|
5.
|
05.04.2020
|
17211
|
791
|
6.
|
06.04.2020
|
17410
|
731
|
7.
|
07.04.2020
|
18215
|
1450
|
8.
|
08.04.2020
|
18225
|
1273
|
9.
|
09.04.2020
|
17387
|
1536
|
10.
|
10.04.2020
|
18137
|
1338
|
11.
|
11.04.2020
|
17804
|
1605
|
|
Total
|
192165
|
13276
|
રેલવે મંત્રાલય અંતર્ગત રેલવે દ્વારા એક આકસ્મિક માલપરિવહન નિયંત્રણ કેન્દ્ર કાર્ય કરી રહ્યું છે જેના માધ્યમથી વીજળી, વાહનવ્યવહાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને તેમજ અન્ય જરૂરી વસ્તુઓને બળતણ પ્રદાન કરનારી સામગ્રીઓની કોઇપણ અવરોધ વિના હેરફેર કરવા પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય સહિત ભારતીય રેલવે રાજ્ય સરકારોના સંપર્કમાં છે જેથી કરીને જો વાહનવ્યવહારને લગતી કોઈ મુશ્કેલી ઉભી થાય તો તેનો ઉકેલ લાવી શકાય.
GP/RP
(Release ID: 1613852)
Visitor Counter : 182