વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19નો સામનો કરવામાં CSIR અને સંલગ્ન પ્રયોગશાળાઓના પ્રયાસોની પ્રશંસા કરી

Posted On: 12 APR 2020 7:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ભૂવિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે CSIR અને તેની સાથે સંલગ્ન 38 પ્રયોગશાળાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી, જે દેશમાં કોરોનાવાયરસના મહામારીને નિયંત્રણમાં લેવા માટે કાર્યરત છે. તેમણે CSIRની પ્રયોગશાળાઓનાં ડાયરેક્ટર અને ડીજી CSIR, ડૉ. શેખર સી માંડે સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી.

ડૉ. શેખર સી માંડેએ કોર સ્ટ્રેટેજી ગ્રૂપ (સીએસજી)ની રચના અને પાંચ વર્ટિકલ્સની તાજેતરમાં લીધેલી પહેલ વિશે જાણકારી આપી હતી, જે અંતર્ગત કોવિડ-19 સાથે સંબંધિત એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે. આ પાંચ વર્ટિકલના નામ છેઃ ડિજિટલ અને મોલીક્યુલર સર્વેલન્સ; રેપિડ એન્ડ ઇકોનોમિકલ ડાયગ્નોસ્ટિક્સ; નવી દવાઓ/દવાઓનો નવો ઉદ્દેશ અને સંબંધિત ઉત્પાદન પ્રક્રિયાઓ; હોસ્પિટલ આસ્સિટિવ ડિવાઇઝ અને પીપીઇ; અને સપ્લાય ચેઇન તથા લોજિસ્ટિક્સ સપોર્ટ સિસ્ટમની સમીક્ષા થઈ છે. ડૉ. માંડેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, CSIR દેશમાં આ કટોકટીનાં સમયમાં મુખ્ય ઉદ્યોગો, પીએસયુ, એમએસએમઈ તથા અન્ય વિભાગો અને મંત્રાલયો સાથે પાર્ટનરશિપમાં કામ કરી રહી છે.

મંત્રીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, CSIRની ઘણી પ્રયોગશાળાઓ CSIR-CCMB, CSIR-IGIB, CSIR-IIIM અને CSIR-IMTECH સાથે દર્દીઓં નમૂના પરીક્ષણોમાં સંકળાયેલી છે તથા CSIR-IHBT, CSIR-NEERI અને CSIR-IICBને તાજેતરમાં મંજૂરી મળી છે. CSIR-CDRI, CSIR-IITR અને CSIR-NEIST જેવી CSIRની થોડી પ્રયોગશાળાઓ પરીક્ષણ માટે તૈયાર છે અને CSIR-CLRI, CSIR-NIIST અને CSIR-NIO રાજ્ય સરકારોને આરટી-પીસીઆર મશીનો સાથે સપોર્ટ કરે છે. CSIRની 14 પ્રયોગશાળાઓ કોરોના વાયરસના નિદાનમાં પ્રદાન કરી રહી છે. તેમણે CSIR-IGIBના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેણે ઝડપી અને સસ્તાં પેપર આધારિત નિદાન પદ્ધતિ વિકસાવી છે તથા કોરોનાવાયરસના દર્દીઓ માટે ઉપચાર આધારિત પ્લાઝમાની શરૂઆત માટે CSIR-IICBએ વિકસાવ્યું છે. CSIR-CCMBના ડાયરેક્ટર ડો. રાકેશ મિશ્રાએ જાણકારી આપી હતી કે, CSIRમાંથી કોરોના વાયરસની આશરે 500 સીક્વન્સ મળવાની અપેક્ષા છે અને CSIR-IGIBના ડાયરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલે જાણકારી આપી હતી કે, CSIRએ TCS સાથે નજીકથી કામ કરે છે તથા ઇન્ટેલ અને અન્યોએ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે, જે દેશમાં કોરોના મહામારીના સર્વેલન્સમાં મદદરૂપ થશે.

CSIR-IICTના ડાયરેક્ટર ડૉ. ચંદ્રશેખરે નવી કામગીરી માટે ઉપયોગી દવાઓ અને નાના મોલીક્યુલ્સ તથા એપીઆઈના સંશ્લેષણમાં તાજેતરમાં થયેલા વિકાસ પર જાણકારી આપી હતી, જેમાં રેમ્ડેસિવિર, ફેવિપિરાવિર, આર્બિડોલ સામેલ છે તથા CSIR ફાર્મા ઉદ્યોગ સાથે ગાઢ જોડાણ સાથે કાર્યરત છે એવું પણ જણાવ્યું હતું. મંત્રીએ પ્રશંસા કરી હતી કે, CSIR આધુનિક દવાની ટ્રીટમેન્ટમાં નિવારણાત્મક અને પ્રોફીલેક્ટિક, સિમ્ટોમ મેનેજમેન્ટ અને આધુનિક મેડિસિન સારવારોમાં એડ-ઓન ઇન્ટરવેન્શન માટે આયુષ મંત્રાલય સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. CSIR-IIIMના ડાયરેક્ટર ડૉ. રામ વિશ્વકર્માએ મંત્રીને જાણકારી આપી હતી કે, CSIR અને આયુષ મંત્રાલયે સંયુક્તપણે ચાર બોટનિકલ્સ વિથાનિયા સોમ્નિફેરા, ટિનોસ્પોરા કોર્ડિફોલિયા, ગ્લાસીરહિઝા ગ્લેબ્રા અને આયુષ-64નાં વિકાસ માટેની યોજના બનાવી છે.

CSIR-NALના ડાયરેક્ટરે વર્ટિકલ હોસ્પિટલ આસિસ્ટિવ ડિવાઇઝ અને પીપીઇ અંતર્ગત CSIR પહેલો વિશે જાણકારી આપી હતી, જેમાં CSIRની પ્રયોગશાળાઓ વેન્ટિલેટર્સ, ઓક્સિજન એનરિચમેન્ટ ડિવાઇઝ પર ભેલ અને બીઇએલ સાથે તથા 3-ડી પ્રિન્ટેડ ફેસ શીલ્ડ, ફેસ માસ્ક, ગાઉન અને અન્ય પ્રોટેક્ટિવ ઉપકરણ વિકસાવવા CSIRની પ્રયોગશાળાઓ સાથે કામ કરે છે.

ડૉ. હર્ષવર્ધને એવી પ્રશંસા પણ કરી હતી કે, ઘણી CSIR પ્રયોગશાળાઓ મોટી સંખ્યામાં સલામતીની ચીજવસ્તુઓ અને સાધનસામગ્રીઓ તૈયાર કરીને અને એનું વિતરણ કરીને ફ્રન્ટલાઇન વર્કર્સ, પોલીસ અને અન્ય નાગરિકોને મદદ કરી રહી છે. તેમણે CSIRના વૈજ્ઞાનિકો અને અન્ય મંત્રાલયો માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેનો આશય સંયુક્તપણે કામ કરવાનો અને વર્તમાન મહામારી દ્વારા ઊભા થયેલા પડકારને ઝીલવા વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સ રજૂ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત વૈજ્ઞાનિક સમુદાય પાસેથી ઊંચી અપેક્ષા ધરાવે છે અને તેમને ખાતરી છે કે, સમુદાય આ જરૂરિયાતનાં સમયમાં સારામાં સારી કામગીરી કરશે.

RP

******



(Release ID: 1613777) Visitor Counter : 155