નાણા મંત્રાલય

મજબૂત ડિજિટલ પેમેન્ટ સુવિધાથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રોકડ ચૂકવણીની તાત્કાલિક હસ્તાંતરણ સક્ષમ બની

Posted On: 12 APR 2020 7:05PM by PIB Ahmedabad

ખાતાધારકોના મોબાઇલ નંબરો અને આધાર (જન ધન-આધાર-મોબાઇલ)ના ખાતા સાથે જન-ધન ખાતાઓ તેમજ અન્ય એકાઉન્ટના લિન્ક દ્વારા ડિજિટલ પાઇપલાઇન બનાવવામાં આવી છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ડીબીટી (લાભની રકમ લાભાર્થીના ખાતામાં સીધી હસ્તાંતરિત કરવી)ના પ્રવાહનો જરૂરી આધાર પૂરો પાડે છે, સામાજિક સુરક્ષા/પેન્શન યોજનાઓ વગેરે માટે આધારભૂત છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)ની શરૂઆત ઓગસ્ટ, 2014માં થઈ હતી, જેનો ઉદ્દેશ બેંકની સુવિધાથી વંચિત વ્યક્તિઓને બેંક ખાતાઓ પ્રદાન કરવાનો હતો. 20 માર્ચ, 2020ના રોજ આશરે 126 કરોડ ઓપરેટિવ CASA ખાતાઓમાંથી 38 કરોડથી વધારે ખાતા પીએમજેડીવાય અંતર્ગત ખુલ્યાં છે.

  • આંતરકાર્યક્ષમ, ઝડપી અને સચોટ વ્યવહારોની સક્ષમતા:
  • બેંક ખાતાઓ બેંકની શાખાઓ, બિઝનેસ કરસ્પોન્ડન્ટ (બીસી) પોઇન્ટ, મર્ચન્ટ લોકેશન અને ઇન્ટરનેટ પર રોકડ અને ડિજિટલ એમ બંને પ્રકારનાં વ્યવહારો હાથ ધરવા સક્ષમ છે. AePS/ભીમ આધાર પે જેવા બાયોમેટ્રિક આઇડી, વાજબી ખર્ચ ધરાવતા પેમેન્ટ સોલ્યુશન્સ બેંકિંગ સેવાઓ અને રિટેલ પેમેન્ટ એમ બંને માટે ઊભા કરવામાં આવ્યાં છે.
  • ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં નીચેની પદ્ધતિઓ સામેલ છે:
  • AePS: બ્રાન્ચ/બીસી લોકેશન પર આધાર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરીને રોકડ રકમ ઉપાડવામાં મદદરૂપ થાય છે.
  • ભીમ આધાર પે: આધાર અધિકૃતતાનો ઉપયોગ કરીને વેપારીઓને ચૂકવણી કરવા સક્ષમ બનાવે છે
  • રુપે ડેબિટ કાર્ડ: 31 માર્ચ, 2020 સુધી કુલ 60.4 કરોડ રુપે કાર્ડ ઇશ્યૂ થયા છે, જેમાં 29 કરોડ પીએમજેડીવાય ખાતામાં ઇશ્યૂ થયા હતા. આ કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડ માટે એટીએમ પર અને ડિજિટલ ચૂકવણી માટે પોઇન્ટ ઑફ સેલ (પીઓએસ) અને ઇ-કોમર્સ પર થઈ શકશે.
  • UPI: તાત્કાલિક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ, જે પર્સન ટૂ પર્સન (પી2પી) અને પર્સન ટૂ મર્ચન્ટ (પી2એમ) વ્યવહારો એમ બંનેમાં મદદરૂપ થાય છે.
  • BBPS: રોકડ અને ડિજિટલ એમ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ અને બીસી લોકેશન દ્વારા યુટિલિટી બિલોની ચૂકવણીમાં મદદ કરવા.

ઉપર ઉલ્લેખ કરેલા ડિજિટલ પેમેન્ટ માળખાનો ઉપયોગ કરીને 30 કરોડથી વધારે ગરીબ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂ. 28,256 કરોડની નાણાકીય સહાય મળી છે. આ પેકેજની જાહેરાત કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે 26 માર્ચના રોજ કોવિડ-19ના કારણે લૉકડાઉનની અસરથી ગરીબોને નાણાકીય સહાય પૂરી પાડવા કરી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત નીચેની રકમો લાભાર્થીઓને 10 એપ્રિલ, 2020 સુધી આપવામાં આવી છે.

યોજના

લાભાર્થીઓની સંખ્યા

અંદાજિત રકમ

પીએમજેડીવાય મહિલા ખાતાધારકોને સહયોગ

19.86 કરોડ (97%)

રૂ. 9930 કરોડ

પીએમ-કિસાન અંતર્ગત ખેડૂતોને આગોતરી ચૂકવણી

6.93 કરોડ (8 કરોડમાંથી )

રૂ. 13,855 કરોડ

એનએસએપી લાભાર્થીઓને સહયોગ (વિધવા, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ)

2.82 કરોડ

રૂ. 1405 કરોડ

બિલ્ડિંગ અને નિર્માણ સંબંધિત અન્ય કામદારોને સહયોગ

2.16 કરોડ

રૂ. 3066 કરોડ

કુલ

31.77 કરોડ

રૂ. 28,256 કરોડ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RP

****



(Release ID: 1613735) Visitor Counter : 238