માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા નવી દિલ્હીમાં એક વેબ પોર્ટલ ‘યુક્તિ – YUKTI (યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન)નો પ્રારંભ કરવામાં આવ્યો
આ પોર્ટલનો ઉદ્દેશ્ય કોવિડ-19ના પગલે MHRD દ્વારા લેવામાં આવેલી પહેલોનો રેકોર્ડ અને તેના પર દેખરેખ રાખવાનો – શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’
Posted On:
12 APR 2020 2:27PM by PIB Ahmedabad
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા આજે નવી દિલ્હીમાં એક વેબ પોર્ટલ ‘યુક્તિ – YUKTI’ (યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માનવ સંસાધન વિકાસ મંત્રાલયની પહેલો અને પ્રયાસોને નોંધવા માટેનું અને તેના પર દેખરેખ રાખવા માટેનું એક એક નવીન પોર્ટલ અને ડેશબોર્ડ છે. પોર્ટલનો હેતુ કોવિડ-19ના પડકારોના વિવિધ પાસાઓને એકસમગ્રતયા અને ખૂબ જ વ્યાપક રીતે આવરી લેવાનો છે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19ના સંકટના સમયમાં આપણો મુખ્ય ઉદ્દેશ્ય આપણાશૈક્ષણિક સમુદાયને શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત રાખવાનો અને વિદ્યાર્થીઓ માટે સતત ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ નિર્માણ કરવાનો છે. આ પોર્ટલ એમુશ્કેલીના અત્યારના સમયમાં આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો એક પ્રયાસ છે.
શ્રી પોખરીયાલે માહિતી આપતા જણાવ્યું હતું કે તે શૈક્ષણિક સંસ્થાઓની વિવિધ પહેલો અને પ્રયાસો, સંશોધન ખાસ કરીને કોવિડને લગતું, સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી સામાજિક પહેલો અને વિદ્યાર્થીઓના સમગ્રતયા કલ્યાણને વધુ સારું બનાવવા માટે લેવામાં આવેલ પગલાઓ આ તમામને આવરી લેશે. આ પોર્ટલ મોટા પાયે શૈક્ષણિક સમુદાયને અસરકારક સેવાઓ પૂરી પાડવા માટેના ગુણવત્તાયુક્ત અને સંખ્યાત્મક બંને માપદંડોને આવરી લેશે. તેમણે કહ્યું કે આ પોર્ટલ જુદી જુદી સંસ્થાઓને કોવિડ-19ની અભૂતપૂર્વ પરિસ્થિતિના કારણે આવી રહેલા જુદા જુદા પડકારો માટે તેમની વ્યૂહરચના અને ભવિષ્યની અન્ય પહેલોને વહેંચવાની પરવાનગી પણ આપે છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ પોર્ટલ વધુ સારા આયોજન માટે ઈનપુટ આપશે અને તે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને આગામી છ મહિના માટે પોતાની પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે પણ સક્ષમ બનાવશે.
શ્રી નિશંકે જણાવ્યું હતું કે આ પોર્ટલ એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સંસ્થાઓ વચ્ચે એક દ્વિમાર્ગીય સંવાદાત્મક ચેનલની પણ સ્થાપના કરશે જેથી કરીને મંત્રાલય સંસ્થાઓને જરૂરી સપોર્ટ સિસ્ટમ પૂરું પાડી શકે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ પોર્ટલ વિદ્યાર્થીના પ્રમોશનની નીતિઓ, પ્લેસમેન્ટને લગતા પડકારો અને સંકટના આ સમયમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક કલ્યાણને લગતા ગંભીર મુદ્દાઓમાં મદદ કરશે. વેબ પ્લેટફોર્મ યુક્તિ એ પોતાના નામનો સારાંશ પ્રગટ કરશે અને સંશોધનને આખરી હિતધારકો, દેશના નાગરિકો સુધી લઇ જવા માટે એક મોટુ પરિચાલક સાબિત થશે.
GP/RP
(Release ID: 1613651)
Visitor Counter : 379
Read this release in:
Telugu
,
English
,
Kannada
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam