સંરક્ષણ મંત્રાલય
પોર્ટ બ્લેર ખાતે કોવિડ-19 સામેની લડતમાં ભારતીય નૌસેનાની મદદ
Posted On:
12 APR 2020 11:20AM by PIB Ahmedabad
કોવિડ-19ના સંકટ સમયે જે લોકોને જરૂર હોય, ત્યાં પહોંચવા માટે નવલ એર સ્ટેશન (એનએએસ) ઉત્ક્રોશ અને મટિરિયલ ઓર્ગેનાઈઝેશનએ પોર્ટ બ્લેરમાં ખાદ્યસામગ્રીનું વિતરણ હાથ ધર્યું હતું.
એનએએસ ઉત્ક્રોશે એર સ્ટેશનમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કામ કરી રહેલા 155 શ્રમિકો માટે ખાદ્ય સામગ્રીના વિતરણની શિબિર યોજી હતી. શ્રમિકો હાલમાં એર સ્ટેશનની નજીકમાં રહે છે.
એમઓ (પીબીઆર)ની ટુકડીએ વનવાસી કલ્યાણ આશ્રમની મુલાકાત લીધી હતી અને રાંધેલું ભોજન તેમજ બાળકો અને કર્મચારીઓ માટે કરિયાણાંની સૂકી સામગ્રીનું વિતરણ કર્યું હતું. વનવાસી કલ્યાણ આશ્રમ એક સ્વૈચ્છિક સંસ્થા છે, જે આદિવાસી બાળકોને ખોરાક અને આશરો પૂરાં પાડે છે. આ સંસ્થાનું એક એકમ પોર્ટ બ્લેરમાં કાર્યરત છે, જે આશરે 38 બાળકોને રહેઠાણ પૂરું પાડી રહ્યું છે. તબીબી સારવાર માટે પોર્ટ બ્લેરની મુલાકાત લેતા ગરીબ આદિવાસી પરિવારોને સંસ્થા રહેવાની સવલત પણ આપે છે. એમઓ (પીબીઆર)ની ટુકડીએ બાળકો તેમજ કર્મચારીઓને કોવિડ-19 વિશે જાણકારી આપીને લૉકડાઉન દરમિયાન મહામારીનો ફેલાવો અટકાવવા માટે રાખવા જેવી સાવધાનીઓ વિશે માહિતગાર કર્યા હતા.
GP/RP
******
(Release ID: 1613619)
Visitor Counter : 197
Read this release in:
English
,
Assamese
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada