વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના ઈન્સ્ટિટેયુટને આઈસીએમઆરની મંજૂરી


ફરિદાબાદ પ્રદેશમાં બાયોટેકનોલોજી વિભાગના ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજીને કોરોનાવાયરસ ટેસ્ટીંગ એકમ તરીકે આઈસીએમઆરની માન્યતા

Posted On: 12 APR 2020 11:52AM by PIB Ahmedabad

બાયોટેકનોલોજી વિભાગની ફરિદાબાદ સ્થિત ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટ (THSTI)ની બાયોએસે લોબોરેટરી હવે એસિક (ESIC) મેડિકલ કોલેજ અને હૉસ્પિટલ, ફરિદાબાદને કોરોનાવાયરસના ટેસ્ટીંગની સુવિધા પૂરી પાડશે. તે ફરિદાબાદ વિસ્તારની પ્રથમ અને એક માત્ર કોરોનાવાયરસ ટેસ્ટીંગ સુવિધા બનશે.

બંને સંસ્થાઓ વચ્ચે હસ્તાક્ષર કરાયેલા સમજૂતિના કરાર મુજબ પણ બાયોએસે લેબોરેટરીને એસિક હૉસ્પિટલ ખાતે કોરોનાવાયરસની તપાસ માટે માનવ બળને તાલિમ આપશે અને ક્ષમતા નિર્માણ કરશે.

ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તરફથી ભંડોળ પૂરૂ પાડવામાં આવશે. એસિક મેડિકલ કોલેજ અને હૉસ્પિટલ, ફરિદાબાદ એ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કામ કરતી ટોચની તબીબી સંસ્થા છે.

ડીબીટી-ટીએચએસટીની બાયોમાસ લેબોરેટરીની સ્થાપના ડીબીટીના ભંડોળ મારફતે ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટના સંશોધન પ્રોગ્રામ માટે કરવામાં આવી હતી. તેની સ્થાપના વેક્સીનેશન (રસી) અને બાયોલોજીકલ્સના ક્લિનિકલ ડેવલપમેન્ટ માટે કરવામાં આવી હતી. તે ગુડ ક્લિનિકલ લેબોરેટરી પ્રેકટીસ(GCLP)નાં વૈશ્વિક ધોરણો હાંસલ કરવાનો ઈરાદો ધરાવે છે અને તે વેક્સીનના ડેવલપમેન્ટ અને ટેસ્ટીંગ માટે નેશનલ એક્રેડિશન બોર્ડ બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલિબરેશન લેબોરેટરી (NABL)ની માન્યતા મેળવવા માટે અરજી કરશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મારફતે વિસ્તરણ યોજના હાથ ધરવામાં આવી છે, જેમાં આઈસીએમઆર હેઠળ કામ કરતી ન હોય તેવી સરકારી લેબોરેટરીમાં ટેસ્ટીંગની સુવિધા શરૂ કરવામાં આવે તે હેતુથી આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજીની લેબોરેટરીઝ, કાઉન્સિલ ઑફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રીસર્ચ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન તથા સરકારી ભંડોળથી ચાલતી તબીબી કોલેજોને ટેસ્ટીંગની સુવિધાથી આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો ડૉ. સિઉલી મિત્રા, (smitra@thsti.res.in)

GP/RP

* * * * * *


(Release ID: 1613591)