PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 11 APR 2020 6:59PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

  • ગઇકાલથી અત્યાર સુધીમાં કોવિડ-19ના 1035 કેસોની પુષ્ટિ થઇ છે; કુલ 239 દર્દીના મોત નોંધાયા.
  • સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, રાજ્યોમાં કોઇપણ મહત્વપૂર્ણ ચીજોના પૂરવઠામાં અછત ન વર્તાય.
  • પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડવા આગામી વ્યૂહરચના ઘડવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી.
  • MHAએ કોવિડ-19 સામે લડવા માટે લાગુ લૉકડાઉનના પ્રતિબંધોના કારણે સમુદ્રમાં માછલી પકડવા/મત્સ્ય પાલન ઉદ્યોગ અને તેના સંચાલન તથા તેની સાથે જોડાયેલા શ્રમિકોને છૂટ આપી.
  • લૉકડાઉનના કારણે પ્રતિબંધો વચ્ચે પણ ઉનાળું પાકનું વાવેતર વિના અવરોધે થઇ રહ્યું છે.
  • કોરોના વાયરસથી મૃત્યુ થવાના કિસ્સામાં ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના એક લાખથી વધુ કર્મચારીઓને રહેમરાહે વળતર માટેની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપી.

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

ભારતમાં ગઇકાલથી અત્યાર સુધીમાં કોવિડ-19ના 1035 કેસોની પુષ્ટિ થઇ છે અને સક્રીય કેસોમાં 855 કેસની વૃદ્ધિ નોંધાઇ છે. આજના દિવસ સુધીમાં કુલ 239 લોકોના મોત નીપજ્યાં છે. 642 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે/ સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7447 દર્દીઓ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ભારત સરકારે ક્રમિક પ્રતિક્રિયા અભિગમ સાથે સમગ્ર દેશના રાજ્યોમાં PPE, N95 માસ્ક, પરીક્ષણ કીટ્સ, દવાઓ અને વેન્ટિલેટર્સ સહિત મહત્વની ચીજોના પૂરવઠાની અછત વર્તાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613447

પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડવા આગામી વ્યૂહરચના ઘડવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે આગળની વ્યૂહરચના નક્કી કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહિયારા પ્રયાસથી કોવિડ-19ની અસરને ઘટાડવામાં ચોક્કસ મદદ મળશે, પણ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી હોવાથી સતત સતર્કતા રાખવી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. લૉકડાઉનમાંથી બહાર નીકળવાની યોજના અંગે ચર્ચા કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યોમાં હજુ પણ વધુ બે અઠવાડિયા સુધી લૉકડાઉન લંબાવવા અંગે અભિપ્રાઇ જણાઇ રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613364

MHAએ કોવિડ-19 સામે લડવા માટે લાગુ લૉકડાઉનના પ્રતિબંધોના કારણે સમુદ્રમાં માછલી પકડવા/મત્સ્ય પાલન ઉદ્યોગ અને તેના સંચાલન તથા તેની સાથે જોડાયેલા શ્રમિકોને છૂટ આપવા માટે 5મું પરિશિષ્ટ જાહેર કર્યું

ગૃહ મંત્રાલય દ્વારા કોવિડ-19 વિરુદ્ધની લડાઈને ધ્યાનમાં રાખી લાગુ કરાયેલ લૉકડાઉનના સંદર્ભે તમામ મંત્રાલયો/ વિભાગોને યથાયોગ્ય દિશા-નિર્દેશોનું એક વિશેષ પરિશિષ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5માં પરિશિષ્ટમાં ખવડાવવા અને સારસંભાળ, લણણી, પ્રક્રિયા, પેકિંગ, કોલ્ડ ચેઈન, વેચાણ અને માર્કેટિંગ સહિત માછલી પકડવા (સમુદ્રમાં)/મત્સ્ય પાલન ઉદ્યોગ; હેચરી, ફીડ પ્લાન્ટ, વ્યાસાયિક માછલીઘર, માછલી. ઝીંગા અને માછલી ઉત્પાદનો, મત્સ્ય બીજ/ચારો વગેરે સાથે જોડાયેલ કામગીરી અને તેની જોડાયેલ કારીગરોને લૉકડાઉનની પાબંદીઓમાંથી રાહત અપાઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613246

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 પર લીધેલા પગલાં સાથે સંબંધમાં રાજ્ય સરકારો સાથે વીડિયો કોન્ફન્સની અધ્યક્ષતા કરી

રોગના પ્રસારની સાંકળ તોડવા આગામી થોડા અઠવાડિયાઓનાં અતિ મહત્ત્વ પર ધ્યાન દોરીને ડૉ. હર્ષવર્ધને તમામને સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અપીલ કરી હતી, જે કોવિડ-19 સામે સહિયારી અને અડગ લડાઈમાં મદદરૂપ થશે. તેમણે રાજ્યોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડનો પ્રચાર કરવાની વિનંતી પણ કરી હતી, જેથી કોવિડ-19 સામેની લડાઇમાં સમગ્ર ભારત એકજૂથ થઇ શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613128

કોરોના વાયરસથી મૃત્યુ થવાના કિસ્સામાં ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના એક લાખથી વધુ કર્મચારીઓને રહેમરાહે વળતર માટેની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપી

કોરોનાવાયરસથી મૃત્યુ થવાના કિસ્સામાં ફૂડ કોર્પોર્શન ઑફ ઇન્ડિયાના 80,000 શ્રમિકો સહિત 1,08,714 અધિકારીઓ અને કર્મચારીઓને રહેમરાહે વળતરથી આવરી લેવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપી છે. આ લોકો કોરોનાવાયરસ પ્રસરી રહ્યો છે તેવા સમયમાં દેશભરમાં અનાજનો પુરવઠો જળવાઈ રહે તે માટે દિવસ રાત કામ કરી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613248

લૉકડાઉન દરમિયાન ખેતી સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગે કરેલી કામગીરી

લૉકડાઉનના દરમિયાન ખેતી અને ખેત પ્રવૃત્તિઓને ફિલ્ડ લેવલે સુગમતા માટે ભારત સરકારના ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે કેટલાંક પગલાં ભરી રહયું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613146

લૉકડાઉનના કારણે પ્રતિબંધો વચ્ચે પણ ઉનાળું પાકનું વાવેતર વિના અવરોધે થઇ રહ્યું છે

કોરોના મહામારીના ઉપદ્રવ કારણે ઉભી થયેલી સમસ્યાઓ અને કોવિડ-1 સામે લડવા માટે લાગુ કરવામાં 21 દિવસના લૉકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ઉનાળુ પાક અંતર્ગત (ડાંગર, કઠોળ, જાડુ ધાન્ય અને તેલીબિયા સહિત) કુલ વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગત વર્ષની તુલનાએ આ વર્ષે 11.64% વિસ્તારમાં વધુ વાવેતર થયું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613394

વાણિજ્ય વિભાગે નિકાસકારોને કોરોના વાયરસ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે વિવિધ અનુપાલન સંબંધિત સમયમર્યાદાઓમાં રાહત/ મુદત લંબાવવા જેવા સંખ્યાબંધ પગલાં ભર્યા છે

નોવલ કોરોના મહામારીના કારણે વ્યવસાયો અને લોકો પર ઉભા થયેલા ભારણમાંથી રાહત આપવાના આશય સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજય વિભાગે પોતાની યોજના અને પ્રવૃત્તિઓ હેઠળ અનુપાલનના આદેશ વગેરે સંબંધિત બાબતોમાં કેટલીક રાહતો અને મુદત લંબાવવા જેવા પગલાં લીધા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613365

કોવિડ-19 સામેની લડતમાં એનસીસીના આશરે 2000 કેડેટ્સને રોજગાર મળ્યા અને 50,000થી વધુ કેડેટ્સ સ્વયંસેવક તરીકે તૈનાત

એનસીસીના સ્વયંસેવક કેડેટ્સ એક્સરસાઈઝ એનસીસી યોગદાનઅભિયાન હેઠળ કોરોનાવાયરસ (કોવિડ-19) મહામારી સામેની લડતમાં પહેલી એપ્રિલ, 2020ના રોજથી નાગરિક, સંરક્ષણ અને પોલિસ અધિકારીઓ સાથે ખભે ખભા મિલાવીને નાગરિક વહીવટીતંત્રને મદદ કરી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613387

ભારતીય રેલવેએ 1 મિલિયનથી વધારે જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ગરમાગરમ ભોજનનું વિતરણ કર્યું

રેલવેની IRCTC, RPF, ઝોનલ રેલવેઝ અને અન્ય જેવી ઘણી સંલગ્ન સંસ્થાઓમાંથી ભારતીય રેલવેના કર્મચારીઓ કોવિડ-19ના કારણે લૉકડાઉન જાહેર થયા પછી જરૂરિયાતમંદ લોકો સુધી રાંધેલું ગરમાગરમ ભોજન પ્રદાન કરવા નિઃસ્વાર્થ અને સ્વૈચ્છિક સેવા કરી રહ્યાં છે, જે રેલવેની અવિરતપણે સામાજિક સેવાની પ્રતિબદ્ધતાને સુસંગત છે..

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613346

કોવિડ-19ના સંકટ દરમિયાન પોતાની સારસંભાળ રાખવા માટે આયુષ મંત્રાલય દ્વારા પ્રસ્તુત રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો

આયુષ મંત્રાલયે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ અનેક ઉપચારાત્મક પગલાઓ પર એક માર્ગદર્શિકા જાહેર કરી છે. સંકટની આ ક્ષણોમાં આ માર્ગદર્શિકાનો ફરી એકવાર લોકો વચ્ચે મુકવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613322

લૉકડાઉનના પ્રથમ બે અઠવાડિયામાં રેલવેના કર્મચારીઓએ હેલ્પલાઇન (138 અને 139), સોશિયલ મીડિયા અને ઇમેલ દ્વારા 2,05,000 પ્રશ્નોના જવાબ આપ્યા

રેલવેના મુસાફરો, અન્ય નાગરિકોને મદદ કરવા અને માલવહન કામગીરીઓમાં આવતી સમસ્યાઓ ઉકેલવા માટે ભારતીય રેલવે દ્વારા લૉકડાઉનની જાહેરાત પછી તેમની હેલ્પલાઇન સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613340

EPFOએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અનુસાર સબસ્ક્રાઇબર્સના EPF અને EPS ખાતામાં નાણાં જમા કરાવવા માટે ઑનલાઇન વ્યવસ્થા શરૂ કરી

કોરોનાવાયરસ મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબ લોકોને મદદ કરવાના આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 26.03.2020ના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલા પેકેજ અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સબસ્ક્રાઇબરોને તેમના EPF અને EPS ખાતામાં નાણાં જમા કરાવવા માટે ઑનલાઇન તંત્ર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613337

ફળો, શાકભાજી, દુધ અને ડેરીના ઉત્પાદનો તેમજ બિયારણ સહિત બગડી જાય તેવી ચીજવસ્તુઓના પૂરવઠા માટે રેલવેએ 67 રૂટ પાર્સલ વિશેષ ટ્રેન માટે ઓળખી કાઢ્યા

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે બાગાયતના મિશન નિદેશકો અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સંબંધિત સચિવોને કહ્યું હતું કે તેઓ આ વિશેષ ટ્રેનોનો મહત્તમ લાભ ઉઠાવવા માટે પોતાના તમામ સંસાધનો સક્રીય  કરે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613447

ટ્રાઇફેડે કોરોનાવાયરસમાંથી મૂળભૂત સલામતી માટે ટ્રાઇફેડ સાથે સંકળાયેલા કલાકારો/એસએચજી, વન ધન લાભાર્થીઓ અને એનજીઓ દ્વારા માસ્કનો પુરવઠો પ્રસ્તુત કર્યો

આ સપ્લાયર્સ દ્વારા માસ્કના પુરવઠાથી તેમના માટે સલામતી સાથે આજીવિકા ઊભું કરવાનું મોડલ સ્થાપિત કરવામાં મદદ મળશે..

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613343

કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ (ટ્રીબ્યુનલ)નું અખબારી નિવેદન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613262

હોમિયોપેથીક ચિકિત્સકો માટે ટેલિમેડિસીન માર્ગદર્શિકાઓ મંજૂર કરવામાં આવી

આયુષ મંત્રી શ્રીપદ નાઇકે વિશ્વ હોમિયોપેથી દિવસે આંતરરાષ્ટ્રીય વેબિનારનો શુભારંભ કર્યો. મોટાભાગના વક્તાઓએ હોમિયોપેથીમાં રહેલી સંભાવનાઓ અંગે જણાવ્યું હતું જેનાથી કોવિડ-19ને નિયંત્રણમાં લઇ શકાય છે અને કોવિડના દર્દીઓ માટે પ્રમાણભૂત સારવારની સાથે સહાયક દવા તરીકે હોમિયોપેથી દવાના ઉપયોગો અંગે તથ્યો રજૂ કર્યા હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613270

ભારતમાં નિરાધાર – Stranded in India’ પોર્ટલના માધ્યમથી 9 એપ્રિલ સુધીમાં 1194 પર્યટકોને મદદ પૂરી પાડવામાં આવી

પર્યટન મંત્રાલયના ભારતમાં નિરાધાર – Stranded in India પોર્ટલ દ્વારા પર્યટકોને મદદ પૂરી પાડવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. 9મી એપ્રિલ સુધીમાં મદદ કરવામાં આવેલ પર્યટકોની કુલ સંખ્યા 1194 રહી છે. આ ઉપરાંત પર્યટન મંત્રાલય દ્વારા નિયમિત ટોલ ફ્રી હેલ્પલાઈન 1363 ચલાવવામાં આવે છે તેમાં 22 માર્ચથી શરુ કરી 9 એપ્રિલ સુધીમાં 779 ફોન કોલ્સ આવી ચૂક્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613122

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડે સ્ક્રીનિંગ, આઈસોલેશન અને ક્વૉરન્ટાઈન માટે 2-બેડના ટેન્ટ બનાવ્યા

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ (ઓએફબી) કોરોના સામેની લડતમાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યુ છે. આ બોર્ડ આઈસોલેશન વોર્ડ માટે તબીબી ઉપકરણો સાથેના સ્ક્રીનીંગ, આઈસોલેશન અને ક્વૉરન્ટાઈન થઈ શકે તેવા 2-બેડના તંબૂ (ટેન્ટ)નું ઉત્પાદન કરીને પોસાય તેવો ઉપાય લઈને આવ્યુ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613257

ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં OFBના એકમોને કોવિડ-19 સામે લડવા માટે કવરઓલના ઉત્પાદન માટે કાપડનું પરીક્ષણ કરવા માટે NABLની મંજૂરી મળી

ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) ના ઉત્તરપ્રદેશ (UP)માં કાનપુર ખાતે આવેલા સ્મોર આર્મ્સ ફેક્ટરી (SAF) અને તામિલનાડુ (TN)માં અવાડી ખાતે આવેલા હેવી વ્હિકલ ફેક્ટરી (HVF) એ બંને એકમોને નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા આજે 'રક્ત પ્રવેશ પ્રતિકાર પરીક્ષણ' હાથ ધરવા માટે માન્યતા મળી છે કારણ કે તેમના દ્વારા તૈયાર કરાયેલું ઉપકરણ ASTM F 1670:2003 અને ISO 16603:2004 માપદંડોમાં સફળ રહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613182

આઈઆઈટી (બીએચયુ)ના ઇનોવેશન સેન્ટર દ્વારા સંપૂર્ણ બોડી સેનિટાઇઝેશન બનાવવામાં આવ્યું

આ સાધનને ઘર, ઓફીસ અથવા ગમે ત્યાં લગાવી શકાય તેમ છે અને તે સ્વયંસંચાલિત છે. જેવું આ સાધનની સામે કોઈ વ્યક્તિ ઉભું રહી જાય તો તેમાં લાગેલ સેન્સર પોતાની જાતે જ તે વ્યક્તિને સેનિટાઈઝ કરવા માટે 10-15 એમએલ સેનિટાઈઝરનો છંટકાવ 15 સેકન્ડ સુધી કરશે જેથી વ્યક્તિનું સંપૂર્ણ શરીર સેનિટાઈઝ થઇ જશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613249

કોવિડ-19ના કારણે લૉકડાઉન વચ્ચે, આવકવેરા એપલેટ ટ્રીબ્યુનલે જાણીતા ઉપદેશક શ્રી શ્રી રવિશંકર સાથે કોવિડ-19 અંગે ઇન્ટરએક્ટિવ સત્રનું આયોજન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613503

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં પોઝિટીવ કેસની સંખ્યા વધીને 435 થઇ. દરમિયાન, ધારાસભ્યોને સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળનો ઉપયોગ કોવિડ-19 સામે લડવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી.

છત્તીસગઢ: છત્તીસગઢમાં કોવિડ 19ના 8 નવા કેસો નોંધાયા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 18 થઇ. અત્યાર સુધીમાં 9 દર્દી સાજા થયા.

રાજસ્થાન: જરૂરિયાતમંદ લોકોને સ્વેચ્છાએ ભોજન અને રેશનના વિતરણ દરમિયાન ફોટોગ્રાફી કરવાના પર રાજસ્થાનમાં પ્રતિબંધ મૂકાયો. મુશ્કેલીમાં મુકાયેલા લોકોનું સ્વમાન જાળવવા અને જાહેરાતના હેતુઓ રોકાવા માટે આ નિર્ણય લેવાયો.

મહારાષ્ટ્ર: ઓડિશા અને પંજાબ પછી મહારાષ્ટ્રે પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો. મુખ્યમંત્રીએ સંકેતો આપ્યા કે ઓછા પ્રભાવિત વિસ્તારોમાં આંશિક રાહત આપવામાં આવશે જ્યારે મુંબઇ અને પૂણે જેવા હોટ સ્પોટ્સમાં વધુ સખતાઇ લાવવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT-B)ની ટીમે “ડિજિટલ સ્ટેથોસ્કોપ” બનાવ્યો જેમાં દૂરથી હૃદયના ધબકારા સાંભળી શકાય છે અને સ્વાસ્થ્ય સંભાળ પ્રોફેશનલ્સને કોવિડ-19નો ચેપ લાગવાની શક્યતા ઘટે છે.

અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં, પાસીઘાટ, પૂર્વ સિઆંગ સ્થિત ગારમેન્ટ અને કપડા ઉદ્યોગ એલમ હવે PPE અને માસ્ક બનાવે છે.

આસામ: આસામના આરોગ્ય મંત્રી હિમંતા વિશ્વ શર્માએ કહ્યું કે, અન્ય રાજ્ય અથવા દેશમાંથી આસામમાં આવતી કોઇપણ વ્યક્તિને 14 દિવસ સુધી ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે.

મણીપૂર: મણીપૂરના શિક્ષણ મંત્રીએ ખાનગી શાળાઓને વિનંતી કરી કે તેઓ લૉકડાઉનના સમયની ફી ન લે. ઉચ્ચ શિક્ષણ માટે ઑનલાઇન વર્ગોનું આયોજન થઇ રહ્યું છે.

મિઝોરમ: મિઝોરમ શાળાકીય શિક્ષણ વિભાગે બાળકો માટે ટેલિવિઝનના માધ્યમથી ઘરેથી શિક્ષણ માટે નવતર વ્યવસ્થા કરી.

મેઘાલય: મેઘાલયના મુખ્યમંત્રીએ કહ્યું કે, લૉકડાઉન સંપૂર્ણપણે હટાવવામાં આવશે નહીં પરંતુ તેમાં છૂટછાટ અપાશે; બહારના રાજ્યથી કોઇને આવવા દેવાશે નહીં.

નાગાલેન્ડ: નાગાલેન્ડમાં દીમાપૂર જિલ્લાના વહીવટીતંત્રએ કહ્યું કે, ખરેખર ફસાયેલા વિદ્યાર્થીઓ તેમની વિગતો અને સમસ્યાઓ હેલ્પલાઇન નંબર પર જણાવે.

સિક્કીમ: લૉકડાઉન દરમિયાન, વોલેન્ટરી બ્લડ ડોનર્સ એસોસિએશન ઓફ સિક્કીમ (VBDAS) દ્વારા 12 મીની રક્તદાન શિબિરનું આયોજન કરીને સિક્કીમમાં તમામ બ્લડબેંકમાં રક્તની જરૂરિયાત માટે પૂરતો જથ્થો સુનિશ્ચિત કર્યો.

ત્રિપૂરા: ત્રિપૂરાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી અને અન્ય મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેવા અંગે વીડિયો ટ્વીટ કર્યો, ત્રિપૂરામાં કોવિડ-19ની સ્થિતિની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી.

કેરળ: કેરળના ઉચ્ચ ન્યાયાલયે આજે પીટિશનના આધારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની શક્યતા અંગે કેન્દ્ર સરકાર પાસેથી અહેવાલ માંગ્યો. કન્નૂરમાં પરીયારમ ખાતે સરકારી MCમાં વધુ એકનું મોત. 71/M કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી- કેરળમાં આવેલા એન્કેલવ માહેના વતની છે. તેમના મૃત્યુના સ્રોત અંગે માહિતી મળી નથી. કાસરગોડ હોટસ્પોટમાં ટ્રીપલ લૉકડાઉન હેઠળ પાંચ વિસ્તારને મૂકવામાં આવ્યા છે. ગઇકાલ સુધીમાં સક્રીય કેસની સંખ્યા 238 નોંધાઇ.

તામિલનાડુ: રાજ્યમાં વધુ બે અઠવાડિયા સુધી લૉકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા. તામિલનાડુમાં 8 કંપનીએ PPE કીટ્સના ઉત્પાદન અને પૂરવઠો પૂરો પાડવાની ઓફર કરી. ગઇકાલે 77 નવા કેસ નોંધાયા; કુલ કેસ 911; મૃત્યુ 20; સક્રીય કેસ 858; સાજા થયેલા દર્દી 44; 8410 નમૂનાનું પરીક્ષણ કરાયું; 661ના પરિણામ આવવાના બાકી.

કર્ણાટક: આજે બપોર પછી સુધીમાં કુલ 7 નવા કેસ ઉમેરાયા; મૈસૂરમાં 5; બેંગલોરમાં 1 અને બિદરમાં 1. કુલ પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 214; મૃત્યુ 6; સાજા થયેલા દર્દી 34. પ્રધાનમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ પછી મુખ્યમંત્રીએ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી.

આંધ્રપ્રદેશ: રાજ્ય સરકારે વર્તમાન હોદ્દેદારને હટાવીને વટહુકમ દ્વારા નવા SECની નિયુક્તિ કરી. TDPના વડાએ આ નિર્ણયનો વિરોધ કર્યો. આજે બપોર પછી સુધીમાં 21 નવા કેસ નોંધાયા. કુલ કેસની સંખ્યા વધીને 402 થઇ. કર્નૂલ (82), ગંતૂર (72), નિલ્લોરે (48)માં પોઝિટીવ કેસની સંખ્યા સૌથી વધુ. છેલ્લા 24 કલાકમાં 909 નમૂનાનું પરીક્ષણ કરાયું; 37 પોઝિટીવ મળ્યા. સક્રીય કેસની સંખ્યા 385, 11 દર્દી સાજા થયા; 6 મોત.

તેલંગાણા: આજે બપોર પછી સુધીમાં વધુ 6 કેસ પોઝિટીવ નોંધાય; કુલ સંખ્યા 493 થઇ. પાંચ સરકારી હોસ્પિટલોને કોવિડ-19 દર્દીઓની સારવાર કરવાની સૂચના આપવામાં આવી. પ્રથમ રેલવે કોરોના હોસ્પિટલ ટૂંક સમયમાં તેલંગાણામાં કાર્યરત થશે. રાજ્યમાં લોકો લૉકડાઉન દરમિયાન ડૉક્ટર અને નિષ્ણાતોની સલાહ લેવા માટે જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલી ટેલિમેડિસીન સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.

Fact Check on #Covid19

RP(Release ID: 1613504) Visitor Counter : 136