સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 11 APR 2020 6:22PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવાર માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભારત સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. સર્વોચ્ચ સ્તરે આ પગલાઓની સમીક્ષા થઈ રહી છે અને એના પર નજર રાખવામાં આવે છે.

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તથા હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કોવિડ-19ની લડાઈ માટે તેમના સહિયારા સંકલ્પને વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારે એના પ્રયાસો સતત જાળવી રાખ્યા છે, એનો તબક્કાવાર અભિગમ ચાલુ રાખ્યો છે. આ રીતે દેશનાં દરેક રાજ્યમાં પીપીઇ, એન95 માસ્ક, ટેસ્ટિંગ કિટ, દવાઓ અને વેન્ટિલેટર્સ સહિત મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓના પુરવઠાની કોઈ ખેંચ ઊભી ન થાય એવું સુનિશ્ચિત કર્યું છે. સરકારે કોવિડના દર્દીઓની સારવાર કરવા કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે સમર્પિત કોવિડ-19 હોસ્પિટલો વધારવાની સુનિશ્ચિતતા કરી છે.

અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય એમ બંનેનાં કુલ આંકડા નીચે મુજબ છેઃ

  • ડેડીકેટેડ કોવિડ ફેસિલિટી: 586
  • આઇસોલેશન બેડ: 1,04,613
  • આઇસીયુ બેડ: 11, 836

કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે નવી દિલ્હી સ્થિત એઇમ્સે મોખરે રહેલા હેલ્થ વર્કર્સની ક્ષમતા વધારવા માટે શ્રેણીબદ્ધ વેબિનારોનું આયોજન કર્યું છે. આ વેબિનારોનું શીડ્યુલ નિયમિતપણે https://www.mohfw.gov.in પર અપડેટ થાય છે.

ઉપરાંત આયુષ મંત્રાલયે શ્વાસોશ્વાસની સમસ્યા ધરાવતા લોકો માટે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માર્ગદર્શિકા જાહેર કરી છે. સાથે-સાથે આયુષ મંત્રાલયે ભલામણ પણ કરી છે કે, દેશમાં વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા જિલ્લા આકસ્મિક યોજનામાં આયુષ સોલ્યુશનોને સામેલ કરવા જોઈએ. આ માર્ગદર્શિકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

કેટલાંક જિલ્લાઓને કોવિડ-19 સામે લડવા નવીન મોડલ તરીકે પણ સ્વીકારવામાં આવ્યાં છે.

ઉદાહરણ તરીકે, આગ્રામાં પ્રથમ સમુદાયની ઓળખ થઈ હતી. અહીં કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવાના અભિગમના ભાગરૂપે ક્લસ્ટર નિયંત્રણ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને ફ્રન્ટલાઇન વર્કર્સ (સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો)એ વૉર રૂમ તરીકે હાલનાં સ્માર્ટ સિટી ઇન્ટિગ્રેટેડ વિથ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઇસીસીસી)નો ઉપયોગ કરીને તેમના પ્રયાસોનું સંકલન કર્યું હતું. ક્લસ્ટર નિયંત્રણ અને રોગચાળાને નિયંત્રણમાં રાખવાની યોજના અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રએ એપિસેન્ટરોની ઓળખ કરી હતી, નકશા પર પુષ્ટિ થયેલા પોઝિટિવ કેસોની અસર રેખાંકિત કરી હતી તથા જિલ્લા વહીવટીતંત્રે બનાવેલા માઇક્રો પ્લાન મુજબ વિશેષ કાર્યદળ ઉતાર્યું હતું. હોટસ્પોટનું સક્રિય સર્વે અને નિયંત્રણ યોજના દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે એપિસેન્ટરથી 3 કિલોમીટરની ત્રિજયાની અંદર ક્ષેત્રફળની ઓળખ કરવામાં આવી હતી, ત્યારે નિયંત્રિત ઝોન તરીકે 5 કિલોમીટરનાં બફર ઝોનની ઓળખ કરવામાં આવી હતી. આ નિયંત્રિત ઝોનમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની 1243 ટીમોને કામે લગાવવામાં આવી હતી. દરેક ટીમમાં 2 વર્કર હતા, જેમાં ANMs/ASHA/AWW કુટુંબના સ્ક્રીનિંગ દ્વારા 9.3 લાખ લોકો સુધી પહોંચી હતી. ઉપરાંત પ્રથમ કોન્ટેક્ટ ટ્રેસિંગનુનં અસરકારક અને વહેલાસર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સક્રિય સરકારી-ખાનગી ભાગીદારી દ્વારા આઇસોલેશન, ટેસ્ટિંગ અને સારવારની સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. એની સાથે એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, જરૂરિયાતમંદોને ભોજન અને પુરવઠો પ્રદાન થાય અને આવશ્યક ચીજવસ્તુઓની સાંકળ જળવાઈ રહે. નાગરિકોને ઘરઆંગણે ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી તથા લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે ઇ-પાસની સુવિધા આપવામાં આવી હતી. જ્યારે આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને એમને જોડવા માટે સતત ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લોકો સુધી પહોંચવા માટે સેન્ટ્રલ હેલ્પલાઇનો સ્થાપિત કરવામાં આવી હતી અને બહુઉદ્દેશીય ટીમો સંકલિત પ્રતિસાદ માટે સ્થાપિત કરવામાં આવી હતી.

આગ્રાએ અપનાવેલી ક્લસ્ટર નિયંત્રણ વ્યૂહરચના શ્રેષ્ઠ અભ્યાસ તરીકે અન્ય રાજ્યો સાથે વહેંચવામાં આવી છે.

ભારતમાં ગઇકાલ સુધી કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોમાં 1035 કેસોનો વધારો થયો હતો અને એક્ટિવ કેસમાં 855નો વધારો થયો હતો. આજ સુધી કુલ મૃત્યુ 239 થયા છે. 642 વ્યક્તિઓ સાજા થઈ ચૂક્યા છે/સારવાર પછી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી 7447 પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ મુદ્દા, દિશાનિર્દેશો અને સલાહો પર તમામ પ્રામાણિક અને લેટેસ્ટ જાણકારી માટે કૃપા કરીને નિયમિત રીતે વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકની પૂછપરછ માટે technicalquery.covid19[at]gov[dot]in પર તથા અન્ય પ્રશ્રો માટે ncov2019[at]gov[dot]in પર ઈ-મેલ કરો.

કોવિડ-19 પર કોઈ પૂછપરછનાં કેસમાં કૃપા ક રીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર +91-11-23978046 અથવા 1075 (ટોલ ફ્રી) પર કોલ કરો.

કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની હેલ્પલાઇનની યાદી અહીં ઉપલબ્ધ છે.

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

RP

*****



(Release ID: 1613437) Visitor Counter : 171