સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 10 APR 2020 7:42PM by PIB Ahmedabad

ભારત સરકારે દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેટલાંક પગલાં લીધા છે. એનાથી સર્વોચ્ચ સ્તરે નિયમિતપણે સમીક્ષા થઈ રહી છે અને એના પર નજર રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેની હાજરીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, મુખ્ય સચિવો/આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ (વીસી) દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી.

ડૉ. હર્ષવર્ધને સૂચન કર્યું હતું કે, દેશનાં દરેક જિલ્લામાં સમર્પિત કોવિડ-19 હોસ્પિટલો સ્થાપિત કરવાની જરૂર છે અને શક્ય તેટલી વહેલી તકે નોટિફાઈ કરવાની જરૂર છે, જેથી લોકોને એના વિશે જાણકારી મળે. તેમણે કહ્યું હતું કે, પીપીઈની કઈ કેટેગરીનો ઉપયોગ કઈ કેટેગરીના હેલ્થ વર્કર્સ/વ્યાવસાયિકોએ કરવાની જરૂર છે એ માટે વિગતવાર માર્ગદર્શિકા મંત્રાલયની વેબસાઇટ (www.mohfw.gov.in) પર ઉપલબ્ધ છે તથા રાજ્યોને તેમના તાર્કિક ઉપયોગ વિશે પણ જાગૃતિ લાવવાની જરૂર છે. વિવિધ વિસ્તારોમાં હોસ્પિટલોમાં પીપીઈના ઉચિત ઉપયોગને જણાવતા વીડિયો યૂટ્યૂબની આ લિન્ક https://www.youtube.com/watch?v=LzB5krucZoQ&feature=youtu.be પરથી જોઈ શકાશે.

ભારત સરકારે ઇન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રીપેર્ડનેસ પેકેજ માટે રૂ. 15,000 કરોડની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે અને કોવિડ-19 પર મુખ્યત્વે કેન્દ્રિત દેશના તબીબી માળખાને મજબૂત કરવા માટે થઈ શકશે. એનાથી કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓની સંખ્યામાં વધારો થશે અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ), આઇસોલેશન બેડ, આઇસીયુ બેડ, વેન્ટિલેટર્સ અને અન્ય આવશ્યક તબીબી ઉપકરણની ખરીદી કરવા ઉપયોગ થઈ શકશે તથા તબીબી અને પેરામેડિકલ મેનપાવરની તાલીમ માટે થઈ શકશે.

39 સ્થાનિક ઉત્પાદકો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) વિકસાવી રહ્યાં છે અને ભારત સરકારે તમામ રાજ્યોમાં આપણા મોખરોના વર્કર્સ માટે પીપીઇનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા જરૂરી તમામ કામગીરી હાથ ધરી છે.

આશરે 20.4 લાખ એન-95 માસ્કનો પુરવઠો રાજ્યોને પૂરો પાડ્યો છે તથા વધારે જરૂરિયાતો પૂર્ણ કરવા વધારે ખરીદી શરૂ કરી છે. ઉપરાંત 49000 વેન્ટિલેટર્સ માટે ઓર્ડર આપવામાં આવ્યાં છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે સમીક્ષા કરવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોહી અને રક્તના ઘટકોનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવા બ્લડ ટ્રાન્સફ્યુઝન અને સ્વૈચ્છિક રક્ત દાન પર માર્ગદર્શિકા પણ જાહેર કરી છે, ખાસ કરીને એવા દર્દીઓ માટે, જેમના માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન જીવનરક્ષક પગલું છે. તેની માર્ગદર્શિકા અહીં ઉપલબ્ધ છે. https://www.mohfw.gov.in/pdf/NBTCGUIDANCEFORCOVID19.pdf

ઉપરાંત અત્યારે હાઇડ્રોક્સીક્લોરોક્વિન (એચસીક્યુ)ની અંદાજે 1 કરોડ ટેબ્લેટની જરૂર છે (કોવિડ-19ના દર્દીઓ સાથે કામ કરતાં હેલ્થવર્કર્સ, આઇસીયુ કેસ અને સંપર્કનું ઊંચું જોખમ ધરાવતા લોકો સહિત), જેની સામે અત્યારે 3.28 કરોડ ટેબ્લેટ ઉપલબ્ધ છે, જે દેશમાં સ્થાનિક ઉપયોગ માટે જરૂરી ટેબ્લેટથી 3 ગણી વધારે છે. આ ઉપરાંત આશરે 2થી 3 કરોડનો વધારે સ્ટોક છે.

ગર્ભાવસ્થા અને લેબર મેનેજમેન્ટ પર ઓનલાઇન તાલીમ એઇમ્સ આપે છે, જે વેબિનારનો ભાગ છે અને અહીં ઉપલબ્ધ છેઃ

https://www.youtube.com/watch?v=MJwgi1LCu8o&feature=youtu.be

અત્યાર સુધી 16000થી વધારે કલેક્શન સેન્ટર સાથે 146 સરકારી પ્રયોગશાળાઓ, 67 ખાનગી પ્રયોગશાળાઓ દ્વારા ટેસ્ટિંગની ક્ષમતા વધારવામાં આવી છે. 9 એપ્રિલ, 2020 સુધી અંદાજે 16002 ટેસ્ટ થયા છે, જેમાંથી 320 પોઝિટવ (અંદાજે 2 ટકા) તરીકે નિદાન થયું છે. જોકે આ આંકડો એકત્ર થયેલા નમૂનાને આધારે રોજિંદા ધોરણે બદલાય છે.

અત્યાર સુધીમાં 6412 કેસની પુષ્ટિ થઈ છે અને 199 મૃત્યુ નોંધાયા છે. 503 વ્યક્તિઓ સાજા થઈ ચૂક્યા છે/સારવાર પછી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ મુદ્દા, દિશાનિર્દેશો અને સલાહો પર તમામ પ્રામાણિક અને લેટેસ્ટ જાણકારી માટે કૃપા કરીને નિયમિત રીતે વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકની પૂછપરછ માટે technicalquery.covid19[at]gov[dot]in પર તથા અન્ય પ્રશ્રો માટે ncov2019[at]gov[dot]in પર ઈ-મેલ કરો.

કોવિડ-19 પર કોઈ પૂછપરછનાં કેસમાં કૃપા ક રીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર +91-11-23978046 અથવા 1075 (ટોલ ફ્રી) પર કોલ કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની હેલ્પલાઇનની યાદી અહીં ઉપલબ્ધ છે.

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

RP

*****



(Release ID: 1613131) Visitor Counter : 280