રેલવે મંત્રાલય

ટ્રેન સેવાઓની પુનઃ શરૂઆત પર ટ્રેન મુસાફરોના ટ્રાવેલ પ્રોટોકોલ વગેરે અંગે મીડિયા રિપોર્ટનું પ્રકાશનઃ મીડિયા માટે સૂચના

Posted On: 10 APR 2020 1:42PM by PIB Ahmedabad

છેલ્લા બે દિવસ દરમિયાન, ટ્રેનો દ્વારા સંભવિત મુસાફરોના વિવિધ પ્રોટોકોલ વગેરે અંગે સમાચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો જોવા મળી રહ્યાં છે. તેમાં ચોક્કસ તારીખે શરૂ થનારી ટ્રેનોની સંખ્યા અંગે પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

સમાચાર માધ્યમોના ધ્યાન ઉપર લાવવાનું કે આ સંબંધિત અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે અને આવી બાબતોના બિનસત્તાવાર અહેવાલો વર્તમાન અસામાન્ય સમયગાળામાં લોકોને બિનજરૂરી અને ટાળી શકાય તેવા અફવાઓ તરફ દોરી રહ્યાં છે.

મીડિયાને નમ્ર વિનંતી સાથે સૂચિત કરવામાં આવે છે કે આવા બિનસત્તાવાર અને પૂરતી ચકાસણી કર્યા વગરના અહેવાલોનું પ્રસારણ ટાળવાનું ગંભીરતાપૂર્વક વિચારે જેથી બિનજરૂરી અફવાઓ ટાળી શકાય.

લૉકડાઉન પછી રેલ યાત્રા માટે રેલવે દ્વારા તેના સંભવિત મુસાફરો સહિત તમામ હિતધારકોના હિતમાં શ્રેષ્ઠ શક્ય નિર્ણય હાથ ધરવામાં આવશે.

જ્યારે પણ આ મામલે નિર્ણય લેવામાં આવશે ત્યારે તમામ સંબંધિત હિતધારકોને તેની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

GP/RP



(Release ID: 1612917) Visitor Counter : 158