સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગર્ભધારણ અગાઉ અથવા પછી લિંગની પસંદગી પર પ્રતિબંધ મૂકે છે એ ગર્ભાધાન પહેલા અને પ્રસૂતિ પૂર્વે નિદાનનો તકનિકી કાયદો રદ કર્યો નથી

Posted On: 09 APR 2020 7:13PM by PIB Ahmedabad

મીડિયાનો એક વર્ગ અટકાળો લગાવી રહ્યો છે કે પીસીએન્ડપીએનડીટી (ગર્ભાધાન પૂર્વે અને પ્રસૂતિ પૂર્વે નિદાન ટેકનિક (લિંગની જાણકારી મેળવવા પર પ્રતિબંધ)) ધારા, 1994ને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રદ કરવામાં આવ્યો છે.

અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પીસીએન્ડપીએનડીટી કાયદાને રદ કરવામાં આવ્યો નથી, જે ગર્ભધારણ અગાઉ કે પછી લિંગની પસંદગી કરવા પર પ્રતિબંધ મૂકે છે.

હાલ કોવિડ-19 રોગચાળાને કારણે ચાલી રહેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે પીસીએન્ડપીએનડીટી નિયમ, 1996 અંતર્ગત કેટલીક જોગવાઈઓ સ્થગિત/રદ કરવા માટે 4 એપ્રિલ, 2020ના રોજ અધિસૂચના જાહેર કરી છે. આ નિયમ નોંધણીના નવીનીકરણ માટે અરજી કરવા સાથે સંબંધિત છે. જો આ સમયગાળા દરમિયાન અરજીનો ગાળો આવે છે, તો નૈદાનિક કેન્દ્રો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ત્રણ મહિનાની પ્રગતિનો રિપોર્ટ (ક્યુપીઆર) રિપોર્ટ સબમિટ કરવાની તારીખ આગામી મહિનાની પાંચમા દિવસની થાય છે.

આ વાતનું પુનરાવર્તિત કરવામાં આવે છે કે, દરેક અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક, જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જેનેટિક લેબોરેટરી, જેનેટિક ક્લિનિક એન્ડ ઇમેજિંગ સેન્ટરને કાયદા અંતર્ગત નિર્ધારિત રોજગારીને આધારે તમામ અનિવાર્ય રેકોર્ડ રાખવા પડશે. આ ફક્ત સંબંધિત અધિકૃત અધિકારીઓને આપેલી અરજીની સમયમર્યાદા છે, જેને 30 જૂન, 2020 સુધી વધારવામાં આવી છે. પીસી અને પીએનડીટી કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં (નૈદાનિક કેન્દ્રોને) કોઈ છૂટ નથી.

તમામ રેકોર્ડ અનિવાર્ય છે અને નિયમો અનુસાર તેમને રાખવા જોઈએ અને આ અધિસૂચના પીસી અને પીએનડીટી કાયદા અને નિયમોનું કડક અમલીકરણ કરવાની જરૂરિયાતને કોઈ પણ રીતે અસર કરતી નથી.

RP

*******



(Release ID: 1612759) Visitor Counter : 207