રસાયણ અને ખાતર મંત્રાલય

સરકાર એ સુનિશ્ચિત કરી રહી કે ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે: ગૌડા

Posted On: 09 APR 2020 5:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, રસાયણ અને ખાતર મંત્રાલય આગામી ખરીફ મોસમ માટે ખાતરનો પૂરતો પુરવઠો મળી રહે તેની ખાતરી માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. શ્રી ગૌડાએ એક ટ્વીટમાં જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં ખાતરની યોગ્ય ઉપલબ્ધિ છે.
 
શ્રી ગૌડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને સમયસર ખાતરનો પૂરતો જથ્થો આપવા માટે કટિબદ્ધ છે. જ્યાં સુધી કર્ણાટકને સંબંધ છે, બીયારણ, ખાતર અને જંતુનાશકોની રાજ્યમાં કોઈ તંગી નથી. આ બાબતે અમે અમે કર્ણાટક સરકારના ઘનિષ્ઠ સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છીએ અને ખાતરના ઉત્પાદન, હેરફેર અને ઉપલબ્ધિ અંગે ખાતર વિભાગ ચુસ્ત મોનિટરીંગ કરી રહ્યુ છે અને આ મુદ્દે રાજ્ય સરકારો તથા રેલવે મંત્રાલયના સંપર્કમાં છે. 

એક અલગ ટ્વીટમાં કર્ણાટકનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતુ કે, “જ્યાં સુધી કર્ણાટકને સંબંધ છે, અમે આ બાબતે કર્ણાટક સરકાર સાથે ઘનિષ્ઠ સંપર્કમાં છીએ. હાલની સ્થિતિએ ખાતરની માસિક 2.57 લાખ ટનની જરૂરિયાત સામે રાજ્ય પાસે 7.3 લાખ ટનનો સ્ટોક છે.”

જાહેર ક્ષેત્રનુ એકમ નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેમના નાંગલ, ભટીન્ડા, પાણીપત બીટ અને વિજાપુરના પ્લાન્ટ પૂર્ણ ક્ષમતાએ કામ કરી રહ્યા છે. ખેડૂત સમુદાયના લાભાર્થે બજારમાં નિયમિત રીતે યુરિયાનો પુરવઠો મોકલવામાં આવે છે.

GP/RP



(Release ID: 1612641) Visitor Counter : 198