માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીના સૂચન અનુસાર નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જેઈઈ (મેઈન) 202૦ માટેના ઓનલાઈન અરજી ફોર્મમાં કેન્દ્ર પસંદ કરવાના શહેરોમાં સુધારો કરવા માટેના સમયમાં વધારો કર્યો
Posted On:
09 APR 2020 3:56PM by PIB Ahmedabad
વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિના પગલે અને જેઈઈ (મેઈન) 2020ના ઉમેદવારો દ્વારા સામનો કરવામાં આવી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાને સલાહ આપી છે કે તે વિદ્યાર્થીઓને પોતાના પસંદગીના કેન્દ્ર માટેના શહેરો પસંદ કરી ઉમેરવા માટેની પરવાનગી આપીને તેમની અરજીઓમાં સુધારો કરવા માટેના સમયગાળામાં વધારો કરે. તે અનુસાર રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા દ્વારા જેઈઈ (મેઈન) 2૦20 માટે ઓનલાઈન અરજી પત્રકમાં સુધારો કરવા અંગે 01.04.2020ના રોજ જાહેર કરવામાં આવેલ એક જાહેર સુચનાના પગલે આજે એનટીએ દ્વારા અરજી ફોર્મમાં સુધારો કરવા અને કેન્દ્રની પસંદગી ઉમેરવા માટેનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે.
એનટીએજો ઈચ્છા અનુસારના શહેરમાં તેની ઉપલબ્ધતા હશે તો ઉમેદવારો દ્વારા પોતાના અરજી ફોર્મમાં પસંદ કરેલા સ્થળો અનુસાર ઉમેદવારોને પરીક્ષા આપવાનું શહેર આપવાનો પ્રયાસ કરશે. આમ છતાં વહીવટી કારણોના લીધે જુદું શહેર આપવામાં આવી શકે છે અને શહેર ફાળવણીમાં એનટીએનો નિર્ણય આખરી ગણવામાં આવશે.
જેઈઈ (મેઈન) 2020ના તમામ વિદ્યાર્થીઓના ધ્યાનમાં એ બાબત લાવવામાં આવી છે કે અમુક ચોક્કસ બાબતોમાં સુધારો કરવાની સુવિધા કે જેમાંઓનલાઈન અરજી ફોર્મમાં કેન્દ્રના શહેરો પસંદ કરવાનો પણ સમાવેશ થાય છેતે હવે વેબસાઈટhttps://jeemain.nta.nic પર કાર્યરત થઇ ગઈ છે અને તે 14/04/2020* સુધી ઉપલબ્ધ રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વેબસાઈટની મુલાકાત લે અને તેમની પોતાની બાબતોને ચકાસે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં તે જરૂરી સુધારાઓ કરે.
‘*’ ઓનલાઈન અરજી ફોર્મમાં અમુક ચોક્કસ બાબતોમાં કરવામાં આવેલ સુધારા સાંજે 5 વાગ્યા સુધી અને ફી જમા કરવાનો સમય રાત્રે 11.50 સુધીનો રહેશે.
જરૂરી (વધારાની) ફી, જો લાગુ હોય તો, તેને ક્રેડીટ/ડેબીટ કાર્ડ/નેટ બેન્કિંગ/ યુપીઆઈ અને પેટીએમના માધ્યમથી ચૂકવી શકાશે.
જો ફોર્મમાં કરવામાં આવેલ સુધારાઓના આધાર પર વધારાની ફી ચૂકવવાની જરૂર હોય તો છેલ્લી અપડેટ ચૂકવણી કર્યા બાદ જોવા મળશે.
ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે ખૂબ જ કાળજીપૂર્વક સુધારાઓ કરવામાં આવે કારણ કે પછીથી સુધારો કરવા માટેની બીજી કોઈ તક આપવામાં નહિ આવે.
ઉમેદવારો અને તેમના વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાજેતરની અપડેટ્સ માટે jeemain.nta.nic.in અને www.nta.ac.in ની મુલાકાત લેતા રહે. ઉમેદવારો વધુ માહિતી માટે આ નંબર પર પણ સંપર્ક કરી શકે છે: 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803
GP/RP
(Release ID: 1612621)
Visitor Counter : 230
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam