રેલવે મંત્રાલય

સામાજિક સેવાની પ્રતિબદ્ધતા જાળવીને રેલવેએ 28 માર્ચથી અત્યાર સુધી જરૂરિયાતમંદ લોકોને રાંધેલા ભોજનની 8.5 લાખથી વધારે થાળી પૂરી પાડી


એમાંથી 5 લાખથી વધારે થાળી આઇઆરસીટીસીના રસોડાઓમાં તૈયાર થયું; આરપીએફએ પોતાના સંસાધનોમાંથી આશરે 2 લાખ થાળી પૂરી પાડી; બિનસરકારી સંસ્થાઓએ 1.5 લાખ થાળી પૂરી પાડી

એમાંથી એકલા આરપીએફએ આશરે 6 લાખ થાળી ભોજનનું વિતરણ કર્યું; રેલવે અને અન્ય સરકારી વિભાગો, બિનસરકારી સંસ્થાઓએ વિતરણની કામગીરીમાં સાથસહકાર આપ્યો

Posted On: 09 APR 2020 3:07PM by PIB Ahmedabad

કોવિડ-19ને કારણે દેશમાં લાગુ થયેલા લોકડાઉન પછી જરૂરિયાતમંદ લોકો સુધી રાંધેલું ભોજન પૂરું પાડવાની શરૂઆત કરનાર ભારતીય રેલવેએ આઇઆરસીટીસીના રસોડા, આરપીએફ સંસાધનો અને બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ)ના પ્રદાન દ્વારા લંચ માટે પેપર પ્લેટ અને ડિનર માટે ફૂડ પેકેજ સાથે રાંધેલુ ભોજન પૂરું પાડવાની કામગીરી જાળવી રાખી છે. આ રીતે રેલવેએ સામાજિક સેવાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. ભોજનનું વિતરણ ગરીબો, નિરાધાર, ભિખારીઓ, બાળકો, કૂલીઓ, સ્થળાંતરિત કામદારો, તરછોડાયેલી વ્યક્તિઓ વચ્ચે થાય છે. વળી ભોજનની શોધમાં રેલવે સ્ટેશનની આસપાસ ફરતી વ્યક્તિઓને પણ ભોજન આપે છે તેમજ રેલવે સ્ટેશનથી થોડા અંતરે વસતાં જરૂરિયાતમંદોને પણ ભોજન પ્રદાન કરે છે.

આ કામગીરી કેન્દ્રીય રેલવે તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલના સૂચનને સુસંગત છે, જેમણે કહ્યું હતું કે, રેલવેએ એના પ્રયાસોનો વ્યાપ વધારવો જોઈએ અને રેલવે સ્ટેશનની આસપાસનાં વિસ્તારો ઉપરાંતના વિસ્તારો સુધી પહોંચવું જોઈએ. આ માટે જરૂર પડે તો જિલ્લા વહીવટીતંત્ર અને બિનસરકારી સંસ્થાઓ વગેરે સાથે ચર્ચા કરવી જોઈએ, જેથી વધુને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન અને અન્ય સહાય પૂરી પાડી શકાય.

ભોજનનું વિતરણ આરપીએફ, જીઆરપી, ઝોનનાં વાણિજ્યિક વિભાગો, રાજ્ય સરકારો અને બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) દ્વારા થાય છે. જ્યારે જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે. સંબંધિત ઝોન અને ડિવિઝનનાં જીએમ/ડીઆરએમ સતત આઇઆરસીટીસીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેનો ઉદ્દેશ આઇઆરસીટીસીના આ પ્રયાસોની પહોંચને સ્ટેશનની આસપાસનાં વિસ્તારોની બહાર જરૂરિયાતમંદ લોકો સુધી વધારવાનો છે. તેઓ જિલ્લા વહીવટીતંત્ર અને બિનસરકારી સંસ્થાઓની મદદ સાથે રેલવે સ્ટેશનની આસપાસનાં વિસ્તારોમાં જરૂરિયાતમંદો સુધી ભોજન પૂરું પાડે છે.

ભારતીય રેલવેએ 28 માર્ચ, 2020થી અત્યાર સુધી ગરીબો અને જરૂરિયાતમંદોને 8.5 લાખથી વધારે ભોજનનું વિતરણ કર્યું છે, જે માટે નવી દિલ્હી, બેંગલોર, હુબલી, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, ભુસાવળ, હાવરા, પટણા, ગયા, રાંચી, કટિહાર, દીનદયાળ ઉપાધ્યાય નગર, બાલાસોર, વિજયવાડા, ખુરદા, કટપદી, તિરુચિરાપલ્લી, ધનબાદ, ગૌહાટી, સમસ્તિપુર, પ્રયાગરાજ, ઇટારસી, વિશાખાપટનમ, ચેંગાલ્પટુ, પૂણે, હાજીપુર, રાયપુર અને ટાટાનગરમાં આઇઆરસીટીસીના રસોડાના સક્રિય સાથસહકાર આપી રહ્યાં છે. આ રસોડા ભારતીય રેલવેનાં ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ મધ્ય જેવા વિવિધ ઝોનમાં પથરાયેલા છે તથા આ કામગીરીમાં આરપીએફ, અન્ય સરકારી વિભાગો તથા બિનસરકારી સંસ્થાઓ સાથસહકાર આપી રહી છે.

આઇઆરસીટીસીએ 6 લાખથી વધારે ભોજન પૂરું પાડ્યું છે અને આશરે 2 લાખથી વધારે ભોજન આરપીએફએ પોતાના સંસાધનોમાંથી પૂરું પાડ્યું છે. આશરે 1.5 લાખ ભોજનનું દાન એનજીઓએ કર્યું છે, જે રેલવેના વિવિધ વિભાગો સાથે કામ કરે છે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) એના પોતાના રસોડા, આઇઆરસીટીસી અને બિનસરકારી સંસ્થાઓએ તૈયાર કરેલા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા ભોજનનું વિતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 28.03.2020ના રોજ 74થી વધારે સ્થળો પર 5419 જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજનનું વિતરણ શરૂ કર્યું છે અને આ આંકડો દરરોજ વધી રહ્યું છે. આરપીએફએ 08.04.2020 સુધી 313થી વધારે સ્થળો આરપીએફએ ભોજનનું વિતરણ અંદાજે 6 લાખ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કર્યું હતું. ભારતીય રેલવે દ્વારા ભોજનનું વિતરણ અત્યારે પ્રગતિમાં છે અને 1 લાખ વ્યક્તિઓને પૂરું પાડ્યું છે.

આઇઆરસીટીસીએ પીએમ કેર્સ ફંડમાં રૂ. 20 કરોડ પણ જમા કર્યા છે – જેમાં 2019-20નાં સીએસઆર ફંડમાંથી રૂ. 1.5 કરોડ, 2020-21નાં સીએસઆર ફંડમાંથી રૂ. 6.5 કરોડ અને રૂ. 12 કરોડનું દાન સામેલ છે.

ભારતીય રેલવે લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદને ભોજન પૂરું પાડવા સંપૂર્ણપણે સજ્જ રહેશે, કોવિડ-19ના પ્રસારને નિવારવા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અનાજ અને અન્ય કાચા માલનો પર્યાપ્ત જથ્થો જાળવી રાખ્યો છે.



(Release ID: 1612612) Visitor Counter : 204