રેલવે મંત્રાલય

ભારતને કોવિડ-19 સામે રક્ષણ પૂરું પાડવા રેલવે અગ્રેસર


મહામારીનો સામનો કરવા, ભારતીય રેલવેએ આશરે 6 લાખ ફરી વાપરી શકાય તેવા માસ્ક અને 40,000 લીટરથી વધુ હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું

તમામ રેલવે ઝોન, ઉત્પાદન એકમો અને PSU સક્રિય, WR, NCR, NWR, CR, ECR અને WCR ઝોનની અગ્રીમ ભૂમિકા

ફરજ પર આવતાં દરેક કર્મચારીઓને ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં;

આ ચીજ-વસ્તુઓનું વિતરણ કરાર પર કામ કરતા કર્મચારીઓને પણ કરવામાં આવ્યું

Posted On: 09 APR 2020 1:33PM by PIB Ahmedabad

કોવિડ-19 બીમારીનો ફેલાવો અટકાવવા માટે લેવાતાં પગલાં આગળ વધારતાં ભારતીય રેલવે દ્વારા ભારત સરકારની આરોગ્ય સંભાળ પહેલોને સહાયક સાબિત થવા માટે તેનાથી શક્ય હોય તેવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ દિશામાં ભારતીય રેલવે દ્વારા તેના તમામ ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને PSU ફરી વાપરી શકાય તેવા માસ્ક અને સેનિટાઇઝરનું ઘરેલું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ભારતીય રેલવેએ 7મી એપ્રિલ, 2020 સુધી તેના ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને PSUમાં 5,82,317 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 41,882 લીટર હેન્ડ સેનિટાઇઝરનું ઘરેલું ઉત્પાદન કર્યુ છે. કેટલાક રેલવે ઝોન દ્વારા આ દિશામાં આગળ પડતી ભૂમિકા અદા કરવામાં આવી છે. જેમ કે, પશ્ચિમ રેલવે (WR) દ્વારા 81,008 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 2,569 લીટર હેન્ડ સેનિટાઇઝર, ઉતર મધ્ય રેલવે (NCR) દ્વારા 77,995 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 3,622 લીટર હેન્ડ સેનિટાઇઝર, ઉતર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા 51,961 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 3,027 લીટર હેન્ડ સેનિટાઇઝર, મધ્ય રેલવે (CR) દ્વારા 38,904 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 3,015 લીટર હેન્ડ સેનિટાઇઝર, પૂર્વ મધ્ય રેલવે (ECR) દ્વારા 33,471 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 4,100 લીટર હેન્ડ સેનિટાઇઝર અને પશ્ચિમ મધ્ય રેલવે (WCR) દ્વારા 36,342 ફરી વપરાશ કરી શકાય તેવા માસ્ક અને 3,756 લીટર હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આવશ્યક ચીજ-વસ્તુઓ અને માલ-સામાનનો પૂરવઠો જાળવી રાખવા માટે માલવાહક ગાડીઓ 24X7 ચલાવવામાં આવી રહી છે અને કાર્યવાહક અને સારસંભાળ કર્મચારીઓ ખડેપગે અવિરત કામગીરી બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમનું મનોબળ વધારવા કાર્યસ્થળોએ નીચે મુજબ પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યાં છે.

  1. ફરજ પર આવતાં તમામ કર્મચારીઓને રિમૂવેબલ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. કરાર પર કામ કરતા કર્મચારીઓને પણ આ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારના ખાસ જરૂરીયાતને પહોંચી વળવા રેલવે વર્કશોપ, કોચિંગ ડેપો અને હોસ્પિટલ પૂરવઠો પૂરો પાડવા માટે સ્થાનિક રીતે તૈયાર કરેલા સેનિટાઇઝર અને માસ્કનું ઉત્પાદન કરી રહ્યાં છે.
  2. તમામ કર્મચારીઓને તેમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય જાળવવા માટે ફરી વપરાશ કરી શકાય તેવા માસ્કનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે. કર્મચારીઓને ફરી વપરાશ કરી શકાય તેવા માસ્કની બે જોડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દરેક કર્મચારીઓને દરરોજ તેમના માસ્ક સાબુ વડે સારી રીતે ધોવા માટે સલાહ અપાઇ રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ સંદર્ભે વિગતવાર દિશાનિર્દેશો બહાર પાડ્યાં છે, જે અંગેનો પરિપત્ર તમામ કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
  3. તમામ કાર્યસ્થળોએ સાબુ, પાણી અને હાથ ધોવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. હાથ ધોવા માટે સ્થાનિક રીતે સંશોધિત હાથનો સ્પર્શ કરવાની જરૂર ન પડે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
  4. સામાજિક અંતર જળવાઇ રહે તેની ખાતરી કરવામાં આવી રહી છે. ટ્રેકમેન અને લોકોમોટિવ પાઇલટ્સ જેવા તમામ કર્મચારીઓમાં આ અંગેની જાગૃતતા નિયમિત રીતે ફેલાવવામાં આવી રહી છે.


(Release ID: 1612503) Visitor Counter : 234