વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ડીએસટીના ફંડથી ચાલતી કંપની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હવામાં ઓક્સિજનનો પુરવઠો વધારવા ડિવાઇઝનું મોટા પાયે ઉત્પાદન કરશે


ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું કે, “આ નવીન ઉપકરણ ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે"

Posted On: 09 APR 2020 10:43AM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) પાસેથી ફંડ મેળવતી, પૂણેની સીએસઆઇઆર-નેશનલ કેમિકલ લેબોરેટરી પાસેથી પ્રોપ્રાઇટરી ટેકનોલોજી લાઇસન્સ ધરાવતી સ્પિન-ઓફ કંપની જેનરિચ મેમ્બ્રેન્સે કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા વિકસાવેલા મેમ્બ્રેન ઓક્સિજનરેટર ઇક્વિપમેન્ટ (એમઓઇ)નું ઉત્પાદન વધારશે. નવીન, સ્વદેશી પાતળા-ફાઇબરની મેમ્બ્રેન ટેકનોલોજી પર આધારિત એમઓઈએ હવામાં ઓક્સિજનનું પ્રમાણ દબાણ હેઠળ વધારીને 35 ટકા સુધી કરે છે (4 થી 7 બાર, ઓઇલ-ફ્રી કમ્પ્રેસ્સરનો ઉપયોગ).

ઉપકરણમાં મેમ્બ્રેન કાર્ટ્રિજ, ઓઇલ-ફ્રી કમ્પ્રેસ્સર, આઉટપુટ ફ્લોમીટર, હ્યુમિડિફાયર બોટલ, નસલ-કેન્યુલા અને ટયુબિગ એન્ડ ફિટિંગ્સ સામેલ છે. કમ્પ્રેસ્સરમાંથી કમ્પ્રેસ્સડ, ફિલ્ટર થયેલી હવા મેમ્બ્રેન કાર્ટ્રિજમાં આવે છે, જે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનને ફેલાવે છે, જેથી આસપાસના દબાણ પર ઉત્પાદન તરીકે ઓક્સિજનથી સભર હવા મળે છે. મેમ્બ્રેન કાર્ટ્રિજ ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચેનો ફરક કરવા સક્ષમ છે, જે વાયરસ, બેક્ટેરિયા અને રજકણોના પ્રવેશને મર્યાદિત કરે છે. આ રીતે પેદા થતી હવા મેડિકલ ગ્રેડની હોય છે.

આ ડિવાઇઝ સલામત છે, એની કામગીરી માટે તાલીમબદ્ધ મેનપાવરની જરૂર નથી. વળી એના લઘુતમ મેઇન્ટેનન્સની જરૂર છે. આ પોર્ટબલ, કોમ્પેક્ટ અને પ્લગ-એન્ડ-પ્લે સુવિધા ઓન-સાઇટ, ઝડપથી ઓક્સિજનથી સભર હવા પૂરી પાડે છે.

ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, કોવિડ-19 સહિત વિવિધ સમસ્યાથી પીડિત દર્દીની સારવારના વિવિધ સેટિંગમાં મેડિકલ ગ્રેડની ઓક્સિજનથી સભર હવા જરૂરી છે, જેમાં આંતરરાષ્ટ્રીય અનુભવ એવો છે કે, આશરે 14 ટકા ઇન્ફેક્શનમાં કેટલાંક પ્રકારનાં રેસ્પિરેટરી સપોર્ટની જરૂર છે, પણ આશરે 4 ટકા કેસમાં આઇસીયુ આધારિત વેન્ટિલેટર્સની જરૂર છે. બાકીના કેસોમાં તેમજ શ્વાસોશ્વાસની ગંભીર સમસ્યાઓ સંકળાયેલી હોય અન્ય ઘણી સ્થિતિમાં આ નવીનતા ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે.

કોવિડ 19ના મહત્ત્વપૂર્ણ ચિહ્નો પૈકીનું એક ચિહ્ન શ્વાસ ચઢવાની કે થંભી જવાની સમસ્યાનું સમાધાન કરવા રિસ્પિરેટરી ઇન્ટરવેન્શનની તાત્કાલિક જરૂરિયાત સાથે ઉપકરણ એવા દર્દીઓની સારવાર કરવામાં ઉપયોગી નીવડશે, જેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માંથી રજા આપવામાં આવી છે. આ ડિવાઇઝ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી), અસ્થમા, ઇન્ટરસ્ટિટિયલ લંગ ડિસીઝ (આઇએલડી), પ્રી-ટર્મ બેબીઝ, સ્નેક બાઇટ વગેરે જેવી શ્વાસની ગંભીર સમસ્યાઓ સાથે પીડિત દર્દીઓ માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકશે.

પ્રસ્તુત વાતાવરણમાં પ્રોટોટાઇપનું પરીક્ષણ થયું છે અને એને માન્યતા આપવામાં આવી છે. ડીએસટી – નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ (એનએસટીઇડીબી) સીડ સપોર્ટ સિસ્ટમનો સપોર્ટ ધરાવતું અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર, (વેન્ચર સેન્ટર), પૂણે દ્વારા ઇન્ક્યુબેટ સ્ટાર્ટઅપ જેનરિચ મોટા પાયે એમઓઇનું ઉત્પાદન કરવા સ્થાપિત મેડિકલ ડિવાઇઝ કંપનીઓ સાથે જોડાણ કરવાની યોજના ધરાવે છે, જેથી આ ડિવાઇઝ ત્રણ મહિનાની અંદર તૈયાર મળી શકે છે.

 

(વધારે વિગત મેળવવા સંપર્ક કરોઃ ડૉ. રાજેન્દ્ર કે ખારુલ, rk.kharul@genrichmembranes.com, Mob: 8308822216)

GP/RP



(Release ID: 1612491) Visitor Counter : 200