કૃષિ મંત્રાલય

કેન્દ્રીય કૃષિ મંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી


લૉકડાઉન દરમિયાન ખેડૂતોને મુશ્કેલીમાંથી બચાવવા માટેના અનેક ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી તોમરે કંટ્રોલ રૂમ બનાવી નિયમિતપણે દેખરેખ રાખવાના આદેશ આપ્યા

ખેત પેદાશો અને અન્ય સંલગ્ન વસ્તુઓની હેરફેર વિના અવરોધે થવી જોઈએ: શ્રી નરેન્દ્ર સિંહ તોમર

Posted On: 07 APR 2020 8:12PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર અસરકારક દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેડૂતોને મુશ્કેલીમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામિણ વિકાસ તથા પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મંત્રાલયમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી તમામ વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજીને, ખેડૂતોના રાહત પહોંચાડવા માટેના ઉપાયો પર કડકાઈથી અમલ કરવા અંગેની વિસ્તૃતપણે સમીક્ષા કરી હતી. તેમણે કંટ્રોલ રૂમ બનાવીને નિયમિતપણે દેખરેખ રાખવા માટેના દિશા નિર્દેશો પણ જાહેર કર્યા હતા.

કોવિડ-19ના ચેપને ફેલાતો અટકાવવાના ઉદ્દેશ્યથી લાગુ થયેલ લૉકડાઉનને ધ્યાનમાં રાખતા દેશભરમાં સામાન્ય લોકોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એવામાં, શરૂઆતના દિવસોમાં કેટલાય ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો મળી હતી, જેઅંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા તાત્કાલિક ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલય સાથે સતત સંપર્ક સાધવામાં આવ્યો અને તરત જ નિર્ણય લઈને ખેડૂતોને રાહત આપવા માટેના અનેક ઉપાયો લાગુ કરવામાં આવ્યાછે. આજે કૃષિ મંત્રાલયમાં બંને રાજ્ય મંત્રીઓ- શ્રી પુરુષોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરીની સાથે શ્રી તોમરે તમામ વરિષ્ઠ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી એક બેઠક આયોજિત કરી, જેમાં કેન્દ્ર સરકારના તેને લગતા દિશા નિર્દેશોને લઈને સમીક્ષા કરવામાં આવી.

બેઠકમાં શ્રી તોમરે જણાવ્યું કે ખેડૂતોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે, તેમને અમલમાં લાવવાની સાથે જ આ દરમિયાન સામાજિક અંતર જાળવી રાખવું અત્યંત જરૂરી છે. અધિકારીઓને શ્રી તોમરે જણાવ્યું કે પાકની લણણીમાં ખેડૂતોને કોઈ તકલીફ ના પડવી જોઈએ. સાથે જ દરેક શક્ય પ્રયાસ એવો હોવો જોઈએ કે તેમની ખેત પેદાશો ખેતરની પાસે જ વેચાઈ શકે અને આ ઉપરાંત તેમનું રાજ્ય અને આંતરરાજ્ય પરિવહન પણ સરળતાથી થઇ શકે. આ અંગે ટ્રકોના આવાગમનને પણ લૉકડાઉનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં વાવણી પણ થવાની છે, જેને લઈને ખાતર બિયારણની પણ અછત ક્યારેય ના આવવી જોઈએ. ખાતર બિયારણના પરિવહન માટે પણ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાયેલા હોવા જોઈએ. જે ખેત પેદાશોની નિકાસ કરવામાં આવનાર છે તેને કોઈ અસર ના પડવી જોઈએ.

ખેત ઉત્પાદનોની ખરીદીને લગતી સંસ્થાઓ અને લઘુત્તમ ટેકાના ભાવ સાથે સંલગ્ન કાર્યો, કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ અને રાજ્યો દ્વારા સંચાલિત બજારો, ખાતરોની દુકાનો, ખેડૂતો અને મજૂરો દ્વારા ખેતરમાં કરવામાં આવતા કાર્યો, કૃષિ સાધનોની ઉપલબ્ધતા માટે કસ્ટમ હાયરિંગ કેન્દ્રો અનેખાતરો, જીવાત નિયંત્રણ તથા બિયારણના ઉત્પાદન અને પેકેજીંગ એકમો, પાક લણણી અને વાવણી સાથે જોડાયેલા કૃષિ અને બાગાયતી કામમાં આવનારા યંત્રોના આંતરાજ્ય આવાગમનને છૂટ આપવામાં આવી છે. કૃષિ મશીનરી અને સ્પેરપાર્ટ્સની દુકાનો લૉકડાઉનમાં ચાલુ રાખી શકાશે. આ છૂટમાં સંલગ્ન જરૂરિયાત પૂર્ણ કરનારાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. હાઇવે પર ટ્રકોનું રીપેરીંગ કરનારા ગેરેજ અને પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે, જેથી કૃષિ ઉત્પાદનોની પરિવહન સરળતાથી થઇ શકે. એ જ રીતે ચાના બગીચાઓ પર વધુમાં વધુ 50 ટકા કર્મચારીઓ રાખીને કામ કરી શકવામાં આવશે.

રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ) પ્લેટફોર્મની નવી સુવિધાઓ પણ જાહેર કરવામાં આવી છે, જેનો આ સમય દરમિયાન લાભ ઉઠાવી શકે છે. કેન્દ્રએ ખેડૂતોના ટૂંકા ગાળાના પાક ધિરાણ જે 1 માર્ચ 2૦20 અને 31 મે 2020ની વચ્ચે આપવાના છે અથવા આપવાના રહેશે તેની માટે પુનઃ ચુકવણીનો સમયગાળો પણ 31 મે 2020 સુધી વધારવામાં આવ્યો છે. ખેડૂત 31 મે સુધી પોતાના પાકના ધિરાણને કોઈપણ પ્રકારના દંડાત્મક વ્યાજના માત્ર 4 ટકા વ્યાજના દરે ચૂકવણી કરી શકે છે.

 

GP/RP

*****



(Release ID: 1612171) Visitor Counter : 201