કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

રાજ્યમંત્રી (PP) ડૉ. જિતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય માટે કોવિડ-19 સંબંધિત પગલાં અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી


આ વિભાગો દ્વારા PM-CARES ભંડોળમાં આપવામાં આવેલા યોગદાનની ડૉ. સિંહે પ્રશંસા કરી

Posted On: 07 APR 2020 3:52PM by PIB Ahmedabad

પૂર્વોત્તર પ્રદેશ વિકાસ વિભાગ(DoNER) કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), રાજ્યમંત્રી PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ, ડૉ. જિતેન્દ્ર સિંહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DoPT, DARPG અને DoPPWની વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી.

સૌથી પહેલાં, કેન્દ્રીય મંત્રીએ લૉકડાઉનના સમયગાળા દરમિયાન DoPT દ્વારા લેવામાં આવેલા પગલાં/ પહેલની સમીક્ષા કરી હતી અને લૉકડાઉન પૂર્ણ થયા પછી તેની કામગીરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે આ વિભાગની પૂર્વતૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. ગૃહ કલ્યાણ કેન્દ્રો માસ્ક બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. DoPTના દરેક વિભાગને કામની પ્રાથમિકતા અનુસાર ઓળખી કાઢવામાં આવ્યા છે જે કામ તેમણે વર્ક ફ્રોમ હોમ (ઘરેથી કામ કરવાનું) દ્વારા પૂર્ણ કરવાનું રહેશે. AS/JS આ તમામ કામગીરી પર ખૂબ નજીકથી દેખરેખ રાખશે. એકીકૃત સરકારી ઑનલાઇન તાલીમ (IGoT) પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોવિડ-19 સંબંધિત બાબતો માટે સરકારની અંદરના અને બહારના કામદારોને જરૂરી તાલીમ આપી શકાય.

DARPG ઈશ્યુ કરવા અંગે, મંત્રી શ્રીને માહિતી આપવામાં આવી હતી કે, કોવિડ-19 સંબંધિત ફરિયાદો માટે રાષ્ટ્રીય દેખરેખ ડેશબોર્ડ 1 એપ્રિલ 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું છે (https://darpg.gov.in ) અને આ પોર્ટલને 6 એપ્રિલ 2020 સુધીમાં 10659 ફરિયાદો પ્રાપ્ત થઇ છે. આ પોર્ટલ પર 1 એપ્રિલ 2020ના રોજ 333 ફરિયાદ નોંધાઇ હતી જે 6 એપ્રિલ 2020ના રોજ વધીને દૈનિક 2343 થઇ ગઇ છે. DARPG દ્વારા તમામ મંત્રાલયો/વિભાગો અને રાજ્ય સરકારોને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે, તેઓ કોવિડ-19 સંબંધિત જાહેર ફરિયાદોના કેસોનો પ્રાથમિકતાના ધોરણે ઉકેલ લાવે અને શક્ય હોય ત્યાં સુધીમાં 3 દિવસમાં ઉકેલ લાવે. વિસ્થાપિત શ્રમિકો અને આવશ્યક ચીજવસ્તુઓ સંબંધિત જાહેર ફરિયાદના નિકાલને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં DARPG દ્વારા ખાદ્ય ચીજોની જરૂરિયાત અને વિસ્થાપિત શ્રમિકો સંબંધિત સમસ્યાઓ અંગે તમામ મીડિયા ટ્વીટ્સ અને ટીવી પર પ્રસારિત થતા અહેવાલો પર ધ્યાન આપવામાં આવે છે. DARPG  દ્વારા ફરિયાદોની પ્રાપ્તિ/ નિકાલ, સ્રોત અનુસાર ફરિયાદો અને શ્રેણી અનુસાર ફરિયાદોનો દૈનિક અહેવાલ મંત્રીઓના સશક્ત સમૂહ, જાહેર ફરિયાદ અને સૂચનો પર અધિકારીઓના સશક્ત સમૂહ 10, આવશ્યક ચીજવસ્તુઓ માટે અધિકારીઓના સશક્ત સમૂહ 5 અને વિસ્થાપિત શ્રમિકો માટે અધિકારીઓના સશક્ત સમૂહ 7ને મોકલવામાં આવે છે.

પેન્શન વિભાગ અંગે ડૉ. સિંહને માહિતી આપવામાં આવી હતી કે, સમગ્ર વિભાગ 100% ઇ-ઓફિસ પર કામ કરી રહ્યો છે જેમાં તમામ અધિકારીઓ VPN જોડાણ દ્વારા કામ કરી રહ્યા છે અને આ વિભાગ દ્વારા ઇ-ઓફિસ પર આંતર મંત્રાલય ફાઇલ વિનિમયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પેન્શનરોને અંદાજે 4 લાખ SMS મોકલીને તેમને કોવિડ-19 મહામારીના સંદર્ભમાં લેવામાં આવેલા આગોતરા પગલાં અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. આ વિભાગ દ્વારા 09.04.2020ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસના ગેરીઆટ્રિક દવા વિભાગના વરિષ્ઠ ડૉક્ટરને સામેલ કરીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતના 100 શહેરોમાં પેન્શનરો માટે ટેલિ-કન્સલ્ટેશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાદમાં લૉકડાઉનના સમય દરમિયાન વૃદ્ધ પેન્શનરો માટે 13.04.2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોગ અને ફીટનેસના અન્ય એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના 24-25 શહેરોના પેન્શનરોને સામેલ કરવામાં આવશે. આ કાર્યક્રમનું પુનરાવર્તન લૉકડાઉન પછી કરવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિક તરીકે મુશ્કેલ સમૂહમાં આવતા પેન્શનરોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરી શકાય. આ સમૂહ માટે આ પ્રકારે વિશેષરૂપે મદદનો હાથ લંબાવવામાં આવશે.

DoPT, DARPG અને DoPPWના તમામ અધિકારીઓએ કોવિડ-19 સામેની લડાઇમાં રાહત કામગીરીઓ માટે PM CARES ભંડોળમાં તેમના એક દિવસના પગારનું યોગદાન આપ્યું છે. જાહેર સેવા અધિકારી સંસ્થા (CSOI) દ્વારા પણ PM CARES ભંડોળમાં રૂપિયા 25 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે.

GP/RP



(Release ID: 1611995) Visitor Counter : 218