પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનો સંદેશ
Posted On:
07 APR 2020 1:50PM by PIB Ahmedabad
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળ પાઠ આ પ્રમાણે છે:
“આજે વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે સૌએ ન માત્ર એક-બીજાને સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ આપણે તે દરેક ડૉક્ટર, નર્સ, આરોગ્ય કર્મીઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા પણ ફરી વ્યક્ત કરવી જોઈએ જે ‘કોવિડ-19’ના જોખમો સામેની લડાઈનું દ્રઢતાથી નેતૃત્વ કરી રહ્યા છે.
આ વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે સામાજિક અંતર બનાવી રાખવાના માપદંડોનું સતત પાલન કરીશું જે આપણા જીવનની સાથે-સાથે બીજાના જીવનની પણ રક્ષા કરે છે. હું એવી કામના કરું છું કે આ ખાસ દિવસ આપણાને આખા વર્ષ દરમિયાન વ્યક્તિગત તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે, જેનાથી આપણા સંપૂર્ણ આરોગ્યને જાળવી રાખવામાં મદદ મળશે.
(Release ID: 1611991)
Visitor Counter : 270
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam