વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
CSIR-CFTRI એ કોવિડ-19ની તપાસ માટે ટેસ્ટીંગ ઉપકરણો પૂરા પાડ્યા
Posted On:
07 APR 2020 10:14AM by PIB Ahmedabad
કર્ણાટકના આરોગ્ય વિભાગે બહાર પાડેલા તાજા મેડિકલ બુલેટીન અનુસાર મૈસૂરમાં પોઝિટિવ કેસની સંખ્યા 28નો આંકડો વટાવી ચૂકી છે અને 24 કલાકની અંદર નવા 7 કેસ મળી આવ્યા છે. મૈસૂરમાં આવેલી સીએસઆઈઆર- સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે જિલ્લા વહિવટી તંત્ર સાથે હાથ મિલાવીને સેમ્પલના ટેસ્ટીંગ માટે આવશ્યક ઉપકરણો ઉપલબ્ધ કર્યા છે.
હાલમાં કોરોના વાયરસના ચેપને રીલય ટાઈમ પોલિમરાઈઝ ચેઈન રિએકશન ખૂબજ આધુનિક અને ચોકસાઈપૂર્ણ ટેકનિકલ સાધન રીયલ ટાઈમ પોલિમર ચેઈન રિએકશન તરીકે ઓળખાતી (PCR) ટેકનિક વડે શોધી કાઢવામાં આવે છે. આ પીસીઆર પદ્ધતિમાં સેમ્પલમાંથી વાયરસનો આરએનએ કાઢવામાં આવે છે. અને પીસીઆર મશીનનો ઉપયોગ કરી તેને મોટા સ્વરૂપે જોવામાં આવે છે. પીસીઆર ટેસ્ટનો સ્પષ્ટ ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિમાં પડેલા વાયરસને ઘણો વહેલો એટલે કે માત્ર સામાન્ય લક્ષણો દેખાતાં હોય ત્યારે જ શોધી શકાય છે. મોટી સંખ્યામાં શંકાસ્પદ ચેપી વ્યક્તિઓ હોવાને કારણે મૈસૂરનો સમાવેશ 4 હોટ સ્પૉટસમાં કરવામાં આવ્યો છે. દર્દી વાયરસનાં લક્ષણો ધરાવતો હોય કે ના હોય શરીરમાં વાયરસ હયાત છે કે નહિ તે જાણવા શંકાસ્પદ વ્યક્તિને ક્વૉરન્ટાઈનનો ગાળો શરૂ થયા પહેલાં અને તે પછી ટેસ્ટીંગ કરવુ આવશ્યક છે.
સીએસઆઈઆર- સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ જિલ્લા વહિવટી તંત્રને જિલ્લામાં ટેસ્ટીંગ કરવા માટે ટેસ્ટીંગ કરવાનાં વિવિધ રસાયણ સહિત બે પીસીઆઈ મશીન તથા એક આરએનએ એકસ્ટ્રેકશન મશીન પૂરાં પાડી રહ્યુ છે.
CSIR-CFTRI ના નિયામક ડૉ. કે એસ એમ એસ રાઘવરાવ જણાવે છે કે “હાલમાં ચોકસાઈ ધરાવતું અને સ્પષ્ટ નિદાન કરવુ તે સમયની જરૂરિયાત છે. આ ટેસ્ટ ખૂબ જ આધુનિક હોવાને કારણે અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ મારફતે ટેસ્ટીંગ માટે માન્ય કરાયેલાં પસંદગીના સેન્ટરમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.” આ ઉપકરણની સાથે સાથે બે કુશળ ટેકનિશ્યન્સ પણ પૂરા પાડવામાં વશે, જે જિલ્લા વહિવટી તંત્રને જરૂર હોય તેટલા ગાળા માટે સેવા આપશે.
આ પીસીઆર મશીન તા. 5 એપ્રિલ, 2020ના રોજ વાયરસ રિચર્ચ એન્ડ ડાયોગ્નોસ્ટીક લેબોરેટરીનાં (વીઆરડીએલ)નાં નોડલ ઓફિસર અને મૈસૂર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, મૈસૂરનાં કોરોના વાયરસ ટેસ્ટ લેબોરેટરીનાં ઈન-ચાર્જ ડૉ. અમૃતા કુમારીએ આ ઉપકરણો સ્વીકાર્યાં હતાં, આ ઉપકરણોને કારણે આ સેન્ટરની દૈનિક ત્રણ ઘણા ટેસ્ટ કરી શકશે. આરએનએ એકસ્ટ્રેસશન યુનિટ એક સપ્તાહના સમયમાં પહોંચાડી દેવામાં આવશે.
GP/RP
(Release ID: 1611928)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada