સંરક્ષણ મંત્રાલય

આઈએનએસ તીર પર સવાર થયેલ એનસીસી કેડેટ્સ દરિયાપારની વ્યૂહરચનામાંથી પાછા ફર્યા

પોસ્ટેડ ઓન: 05 APR 2020 6:41PM by PIB Ahmedabad

એનસીસીના નૌકા દળના દેશના જુદા-જુદા ભાગોમાંથી આવતા 14 કેડેટ્સની સાથે દક્ષિણ નૌસેના કમાન્ડ (SNC) અંતર્ગત ભારતીય નૌકા દળનું તાલીમ જહાજ આઈએનએસ તીર એ ‘પ્રથમ તાલીમ ટુકડી” (1TS)ની દરિયાપારની વ્યૂહરચના પૂર્ણ કરીને કોચી પરત ફર્યું છે.

એનસીસી કેડેટ્સ 29 ફેબ્રુઆરી 20ના રોજ આઈએનએસ તીર પર સવાર થયા હતા અને ભારતીય નૌકા દળની વિશેષ ભૂમિકા પર ભાર મૂકીને એક માળખાગત તાલીમ કાર્યક્રમના માધ્યમથી સમુદ્રમાં જીવનના વિવિધ પાસા પર મહત્તમ રીતે તેમને અવગત કરાવવામાં આવ્યા હતા. કેડેટ્સ દ્વારા જહાજ ઉપરની તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. પોર્ટ લુઈ, મોરેશિયસ ખાતે જહાજના એક વૃદ્ધાશ્રમના કમ્યુનીટી આઉટરીચ કાર્યક્રમ દરમિયાન કેડેટ્સે પોતાના અદમ્ય ઉત્સાહ અને કાળજીપૂર્વકના વર્તણુક વડે ત્યાના સાથીઓના હૃદય જીતી લીધા હતા. કોવિડ-19ની પરિસ્થિતિના કારણે સંપર્ક મર્યાદિત માત્રામાં થઇ શક્યો હતો. કેડેટ્સને ભારતીય નૌકા દળના અધિકારીઓની સાથે જ જહાજ પર સવાર વિદેશીઓ અને માલદીવ્સ, સેશેલ્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમારના તાલીમાર્થીઓ સાથે નિયમિતપણે સંવાદ સાધીને પણ ઘણો લાભ પ્રાપ્ત થયો હતો.

1TS જહાજોની દરિયાપારની વ્યૂહરચના કોવિડ-19 મહામારીના કારણે ટૂંકી કરી દેવામાં આવી હતી અને જહાજ સમુદ્રમાં જ 14 દિવસની ક્વૉરન્ટાઇન સમયગાળાને પૂર્ણ કરીને 04 એપ્રિલ 2020ના રોજ બંદર પર પરત ફર્યું હતું. જહાજ પર સવાર થયેલ સમયગાળા દરમિયાન સામાજિક અંતરની બિનઅનુકૂળતાના કારણે સમગ્ર જહાજ અને તેના કર્મચારીઓ સહિત તમામને એક જ જૂથના માનવામાં આવ્યા અને તમામને એકાંતમાં રાખવામાં આવ્યા. જહાજના ચાલકદળ અને એનસીસી કેડેટ્સ વર્તમાન સમયમાં સાવચેતીના ભાગ રૂપે કરવામાં આવેલ ઉપાયો અંતર્ગત 14 દિવસની એકાંતવાસના સમયગાળામાં રહેલા છે.

RP


(રીલીઝ આઈડી: 1611504) મુલાકાતી સંખ્યા : 133