PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 05 APR 2020 7:09PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

  • અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 3374 કેસોની પુષ્ટિ થઇ છે અને 79ના મોત નોંધાયા છે.
  • કેબિનેટ સચિવે તમામ ડીએમને નિર્દેશો આપ્યા કે દવાઓ અને તબીબી ઉપકરણના ઉત્પાદન એકમોની કામગીરી સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
  • પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ કોવિડ-19 સામે મક્કમતાથી અને અસરકારક રીતે લડવા માટે સંમત થયા.
  • માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ યુનિવર્સિટીઓને શૈક્ષણિક કાર્યક્રમો માટે ઑનલાઇન ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા કહ્યું.
  • નાણા મંત્રાલયના કર્મચારીઓ અને તેની હેછળ આવતી સંસ્થાઓ/ બેંકોના કર્મચારીઓ પીએમ કેર ભંડોળમાં રૂ. 430 કરોડથી વધુ દાન કરશે.

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 3374 કેસોની પુષ્ટિ થઇ છે અને 79ના મોત નોંધાયા છે. આજની તારીખ સુધીમાં, દેશમાં કોવિડ-19 વાયરસના કારણે 274 જિલ્લા અસરગ્રસ્ત થયા છે. કેબિનેટ સચિવે તમામ DMને નિર્દેશો આપ્યા કે દવાઓ અને તબીબી ઉપકરણના ઉત્પાદન એકમોની કામગીરી સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611475

પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધો પર ભાર મૂકતા આ વૈશ્વિક કટોકટીમાંથી બહાર આવવા માટે ભારત હંમેશા USAની સાથે જ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ સંમત થયા હતા કે, કોવિડ-19 બીમારીને મક્કતાથી અને અસરકારક રીતે ખતમ કરવા માટે ભારત-અમેરિકાની ભાગીદારી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611233

પ્રધાનમંત્રી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ટેલીફોન પર વાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ જાયર મેસિયાસ બોલ્સોનારો સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611291

પ્રધાનમંત્રી અને સ્પેનનાં પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્પેનની સરકારના પ્રેસિડન્ટ (પ્રધાનમંત્રીની સમકક્ષ હોદ્દો) મહામહિમ પેડ્રો સાન્ચેઝ પરેઝ-કાસ્તેજોન સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારી દ્વારા ઊભા થયેલા વૈશ્વિક પડકાર પર ચર્ચા કરી હતી. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611281

લાઇફલાઇન ઉડાન વિમાનો દ્વારા સમગ્ર દેશમાં 161 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું

લાઇફલાઇન ઉડાન અંતર્ગત અત્યાર સુધીમાં 116 ફ્લાઇટ ઉડાડવામાં આવી અને તેમાં 161 ટન માલસામનનું પરિવહન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મોરચે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એર ઇન્ડિયા ચીન સાથે ખૂબ નીકટતાથી કામ કરી રહ્યા છે જેથી બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ તબીબી સામાનના ઝડપી પૂરવઠા માટે કાર્ગો એર-બ્રીજ સ્થાપિત કરી શકાય.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611398

કોવિડ-19 મહમારી સામે લડવા માટે નાણા મંત્રાલયના સ્ટાફ અને અધિકારીઓ, નાણાકીય સંસ્થાનો અને જાહેર ક્ષેત્રની બેંકો/ઉદ્યોગોએ પીએમ કેર ભંડોળમાં 430 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

રૂ. 228.84 કરોડ પગારના યોગદાનમાંથી અને રૂ. 201.79 કરોડ CSR તેમજ અન્ય પ્રકારે આવવાનો અંદાજ.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611408

લાઇટ બંધ કરવા દરમિયાન પાવર ગ્રિડની કામગીરી પર વારંવાર પૂછાતાં પ્રશ્નો

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611426

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જુદા-જુદા સંસ્થાનો/સ્વાયત્ત સંસ્થાઓ/વિભાગોએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે પીએમ કેર ભંડોળમાં 38.91 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જુદા-જુદા 28 સંસ્થાનો/સ્વાયત્ત સંસ્થાઓ/વિભાગોએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે પીએમ કેર ભંડોળમાં 38.91 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611423

સધર્ન નેવલ કમાન્ડે નોન-મેડિકલ પર્સોનલ માટે ટ્રેઈનિંગ કેપ્સ્યુલ ડિઝાઈન કરી

સધર્ન નેવલ કમાન્ડના કોર વર્કીંગ ગ્રુપે નોન મેડિકલ પર્સોનલને તાલિમ માટે બેટલ ફિલ્ડ નર્સીંગ આસિસ્ટન્સ (BFNA) નામની એક ટ્રેઈનિંગ કેપ્સ્યુલ (ટૂંકો અભ્યાસક્રમ) ડિઝાઈન કરી છે, આવી તાલિમ પામેલા કર્મચારીઓ કર્મચારીઓ કટોકટીના સમયમાં દળમાં અનેક ઘણો વધારો કરનાર બની રહેશે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611205

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ વીડિયો કોન્ફરન્સથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સાથે વાતચીત કરી

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ તમામ કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ સંબંધમાં પોતાના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સ્વયં – SWAYAM અને SWAYAM PRABHAનો મિશન મોડમાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે અને અન્ય ઓનલાઈન ડિજિટલ માધ્યમો દ્વારા પણ વિદ્યાર્થી અને શિક્ષક પોતાના શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ રાખે. ઑનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને ઑનલાઈન પરીક્ષા અંગે સૂચનો આપવા માટે IGNOUના કુલપતિ પ્રૉ. નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611317

ડૉ. હર્ષવર્ધને AIIMS ઝજ્જરની મુલાકાત લીધી, કોવિડ-19માંથી બહાર આવવા માટેની તૈયારીઓ વિશે માહિતી મેળવી

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, AIIMS ઝજ્જર કોવિડ-19 માટે એક સમર્પિત હોસ્પિટલ તરીકે કામ કરશે જેમાં 300 બેડ, આઇસોલેશન વૉર્ડની સુવિધાઓ હોવાથી અદ્યતન તબીબી સપોર્ટમાં આઇસોલેશનની જરૂર હોય તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાનું સુનિશ્ચિત થઇ શકશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611392

એર કાર્ગો પૂર્વોત્તરમાં આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી ઉપકરણોનો પૂરવઠો નિયમિત પહોંચાડી રહ્યું છે: ડૉ. જીતેન્દ્ર સિંહ

ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, લૉકડાઉનના અમલની જાહેરાત પછી તુરંત જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પૂર્વોત્તરના રાજ્યો તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત અન્ય અંતરિયાળ પ્રદેશો અને ટાપુ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા માલવાહક વિમાનોનું પરિચાલન પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611410

CSOI એ પીએમ-કેર ભંડોળમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611191

કોવિડ-19 સામેની લડાઈ સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ માટે ખાનગી ક્ષેત્ર, બિનસરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકલન પર સક્ષમ ગ્રૂપ # 6

30 માર્ચ થી 3 એપ્રિલ દરમિયાન ઉદ્યોગના સંગઠનો, IO અને CSO સાથે છ બેઠકો યોજાઈ હતી, જેમાં કોવિડ-19 સામે તેમના યોગદાન વિશે, આગામી અઠવાડિયાઓ માટે તેમની યોજનાઓ અને તેમને પડતી સમસ્યાઓ તથા સરકાર પાસેથી તેમની અપેક્ષાઓ વિશે ચર્ચા થઈ હતી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611341

કોવિડ-19 સામે લડવા સંરક્ષણ PSU, OFB દ્વારા સઘન તૈયારીઓ

કોવિડ-19 સામેની રાષ્ટ્રીય લડાઇમાં આગળ પડતો ભાગ લેવા સંરક્ષણ મંત્રાલય (MoD)ના સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSUs) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611338

કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન કેન્દ્રના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બીજી વીડિયો કોન્ફરન્સ યોજી

અનાજ અને ઔષધોની ઉપલબ્ધી સપ્લાય ચેઈનની સુવિધા પૂરી પાડવા અંગે તથા લોજીસ્ટિક્સની વ્યવસ્થા બાબતે જે પૂછપરછ કરવામાં આવી છે તેમાંથી 50 ટકાનુ નિરાકરણ થઈ ગયું છે, જ્યારે બાકીના મુદ્દા પાઈપલાઈનમાં છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611391

કોવિડ-19 સામેની લડાઈમાં MSME ટેકનોલોજી સેન્ટર્સ મોટા પાયે યોગદાન આપી રહ્યાં છે

અઢાર કાર્યરત ટેકનોલોજી કેન્દ્રો, સૂક્ષ્મ, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSME) અંતર્ગત સ્વાયત્ત સંસ્થાઓ પણ કોવિડ-19 સામેની આ લડાઈમાં તેમની ભૂમિકા ભજવી રહી છે અને યોગદાન આપી રહી છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611387

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સામાન્ય માણસના વપરાશ માટે ખાંડ, મીઠું અને ખાદ્ય તેલનો પૂરવઠો સંપૂર્ણ જાળવી રાખવાનું રેલવેએ સુનિશ્ચિત કર્યું

23 માર્ચથી 4 એપ્રિલ 2020 દરમિયાન રેલવે દ્વારા 1342 વેગન ખાંડ, 958 વેગન મીઠું અને 378 વેગન/ ટેન્ક ખાદ્ય તેલનું પરિવહન કરવામાં આવ્યું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611357

પ્રોવિડન્ટ ફંડના સભ્યો માટે તેમની જન્મ તારીખનો રેકર્ડ સુધારવા એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને સુધારેલી સૂચનાઓ

ઈપીએફઓએ ફીલ્ડમાં કામ કરતા અધિકારીઓને સૂચના આપી છે કે મળેલી ઓનલાઈન વિનંતીઓને ઝડપથી પ્રોસેસ કરવામાં આવે. આવુ થવાને કારણે પ્રોવિડન્ટ ફંડના સભ્યો નાણાંકિય કટોકટીનો સામનો કરી રહ્યા હોય ત્યારે એકત્ર થયેલી રકમમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ મળી શકતાં તેમની ચિંતામાં ઘટાડો થશે અને કોરોના વાયરસ મહામારીથી તકલીફો નિવારી શકાશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611394

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

પૂર્વોત્તર પ્રદેશ

1. અરુણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે કોવિડ-19 માટે 50 બેડની વિશેષ સમર્પિત હોસ્પિટલ.

2. ગુવાહાટીમાં કોવિડ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા 105 નમૂના એકત્ર કરવામાં આવ્યા.

3. મણીપૂરમાં કોવિડ ઇમરજન્સી માટે નિયુક્ત તમામ મોટી હોસ્પિટલોમાં બિન-ઇમરજન્સી પ્રક્રિયાઓ સ્થગિત કરવામાં આવી.

4. મેઘાલય ઇલેક્ટ્રિક કોર્પોરેશને ખાતરી આપી કે આજે રાત્રે 9 વાગે 9 મિનિટ દરમિયાન વીજળીમાં વધઘટને નિયંત્રણમાં લાવવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

5. મિઝોરમમાં, આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન વિભાગે કોવિડ-19 સામે લડવા માટે રૂ. 4.28 કરોડનો ખર્ચ કર્યો

6. નાગાલેન્ડમાં તમામ જિલ્લામાં કોવિડ-19 હોસ્પિટલો ઉભી કરાશે; અત્યાર સુધી માત્ર કોહીમા, મોકોચુંગ અને દીમાપૂર ખાતે જ છે.

7. સરહદી વિસ્તાર રંગપો, સિક્કીમાં આજે અઠવાડિક બજાર થોડા કલાકો માટે બંધ કરવામાં આવ્યું કારણ કે લોકો નિયમોનું પાલન નહોતા કરતા.

8. ત્રિપૂરાના મુખ્યમંત્રીએ રાજ્યના તમામ લોકોને અપીલ કરી કે આજે રાત્રે 9 વાગે તેઓ પોતાના દરવાજા નજીક ઉભી રહીને હાથમાં દીવો, ટોર્ચ અથવા મીણબદ્દી પ્રગટાવે.

દક્ષિણ ઝોન

કેરળ

કોવિડ સામે અસરકારક રીતે લડવા બદલ કેબિનેટ સચિવે પઠાનથિટ્ટા જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની પ્રશંસા કરી.

કેરળ- કર્ણાટકની સરહદ બંધ હોવાથી કસારગોડમાં એક દર્દીનું મૃત્યું થયું.

રાજ્ય સરકાર દ્વારા કસારગોડ મેડિકલ કોલેજમાં કોવિડ 19 સુવિધા ઉભી કરાશે.

તામિલનાડુ

રાજ્યમાં વધુ 2 વ્યક્તિનાં મોત, કુલ પાંચનાં મોત.

આજથી ચેન્નઈમાં રહેતા 6,000 કામદારોનું સ્ક્રિનિંગ થશે.

કર્ણાટક

કુલ કેસની સંખ્યા 146 થઇ. બેંગલોર શહેરમાં આજે વધુ 2 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 4નાં મોત અને 11 સાજા થતા રજા આપી.

આંધ્રપ્રદેશ

આજે નવા 34 કેસ નોંધાયા, કુલ પોઝિટીવ કેસની સંખ્યા 226 થઇ।

આજે કર્નૂલમાં સૌથી વધુ (23) કેસ નોંધાયા.

RP

****



(Release ID: 1611498) Visitor Counter : 187