સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઈમાં એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર્સ મોટા પાયે યોગદાન આપી રહ્યાં છે

Posted On: 05 APR 2020 2:15PM by PIB Ahmedabad

અત્યારે દેશ નોવેલ કોરોનાવાયરસ સામે અનેક મોરચે લડાઈ લડી રહ્યો છે. આઠ કાર્યરત ટેકનોલોજી કેન્દ્રો, સૂક્ષ્મ, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઈ) અંતર્ગત સ્વાયત્ત સંસ્થાઓ કોવિડ-19 સામેની આ લડાઈમાં તેમની ભૂમિકા ભજવી રહી છે અને યોગદાન આપી રહી છે.

સેન્ટ્રલ ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ), ચેન્નાઈએ સીલિંગ માસ્ક અને મેડિકલ ગાઉનના જોબ વર્ક માટે હોટ સીલિંગ મશીનની ખરીદી કરી છે અને એનું ઇન્સ્ટોલેશન કર્યું છે. આ મશીન પર જોબ વર્ક પછી શ્રી હેલ્થ કેર, ચેન્નાઈ આરોગ્ય મંત્રાલયનું માન્યતાપ્રાપ્ત સપ્લાયર બની ગયું છે. સીએફટીઆઈ ચેન્નાઈ ઉત્પાદન વધારવા ઉતદ્યોગ પાસેથી વધુ બે મશીન લાવશે. ઉત્પાદન 4 એપ્રિલ, 2020થી શરૂ થઈ ગયું છે.

એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર, હૈદરાબાદ વેન્ટિલેટરની પ્રોટોટાઇપ કે ડિઝાઇન વિકસાવી રહ્યું છે. આ ઇલેક્ટ્રો મિકેનિકલ વેન્ટિલેટર છે, જે સેન્સર પર આધારિત છે. ટૂંક સમયમાં પ્રથમ પ્રોટોટાઇપ તૈયાર થઈ જશે. એસએમઈ ટીસી, ઔરંગાબાદે ફેસ માસ્કની 3ડી પ્રોટોટાઇપ વિકસાવી છે. આ માન્યતા માટે સ્થાનિક હોસ્પિટલનાં સંપર્કમાં છે.

સેન્ટ્રલ ટૂલ રૂમ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, કોલકાતા સાગર દત્તા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સલાહથી એક સરળ અને ઓછો ખર્ચ ધરાવતી વેન્ટિલેટર સિસ્ટમ વિકસાવી રહી છે, જે એનું પરીક્ષણ કરવા અને ઉપયોગ કરવાના પરીક્ષણો દરમિયાન પ્રારંભિક સહાયત આપવા પણ તૈયાર છે. કેટલાંક ન્યૂમેટિક કમ્પોનેન્ટનો ઓનલાઇન ઓર્ડર આપવામાં આવ્યો છે અને પ્રોટોટાઇપની અંતિમ એસેમ્બલી માટે આ કમ્પોનેન્ટની રાહ જોવાઈ રહી છે. એણે ફેસ શીલ્ડ પ્રોટોટાઇપ પણ વિકસાવ્યા છે. એનું ઉત્પાદન નંગ દીઠ રૂ. 15 થી 20માં શરૂ થશે (દર મહિને 20000).

એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર, કન્નૌજે આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને ડીએમ, ફુરખાબાદને સપ્લાય કર્યો હતો. આ રેલવે અને અન્ય સંગઠનોને પણ પુરવઠો પૂરો પાડશે.

ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાઇન ઓફ ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ (આઇડીઇએમઆઈ)એ આયન આધારિત સેનિટાઇઝર વિકસાવ્યું છે. આ બીએઆરસીના સંશોધન પત્ર પણ વિકસાવવામાં આવ્યું છે. જો આને સફળતા મળશે, તો એ એકથી વધારે રીતે ઉપયોગી બનશે.

એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર, હૈદરાબાદ, ભુવનેશ્વર અને જમશેદપુર 650 કોરોના ટેસ્ટિંગ કિટ્સ માટે કમ્પોનેન્ટનું ઉત્પાદન કરશે. દરેક કિટ 20 હાર્ડવેર કમ્પોનેન્ટ ધરાવશે. પાર્ટનો પહેલો સેટ ટૂંક સમયમાં ભુવનેશ્વરમાં તૈયાર થઈ જશે. એને એકવાર મંજૂરી મળ્યા પછી ઉત્પાદન વિવિધ ટીસીમાં શરૂ થશે.

એએમટીઝેડને વેન્ટિલેટર્સ માટે 10000 કમ્પોનેન્ટની જરૂર છે. પ્રેસ ટૂલ્સ બનાવવા ડ્રોઇંગ ફરતાં કરવામાં આવ્યાં છે. જીએમ, ટીસી ભુવનેશ્વરે વિવિધ ટીસી સીટીઆર, લુધિયાણા, આઇડીઇએમઆઈ, ઇન્ડો જર્મન ટૂલ રૂમ (આઇજીટીઆર), ઔરંગાબાદ, કોલકાતા અને આઇડીટીઆર, જમશેદપુરને ટૂલ્સ અને કમ્પોનેન્ટ બનાવવા માટે કામની ફાળવણી કરી છે. ટીસીને ઝડપથી કામ કરવાની વિનંતી કરવામાં આવી છે.

રામનગર સ્થિતિ ઇએસટીસીએ આઇવી સ્ટેન્ડની ડિઝાઇન બનાવી છે. કોવિડ-19 ઉત્પાદનો માટે પ્રેરિત 70 એમએફઆરએસનું રજિસ્ટ્રેશન જીઇએમ પર થશે. ઇએસટીસી હોસ્ટેલને 80 માઇગ્રન્ટ કામદારો માટે આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરવામાં આવી છે. એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર, ભિવંડી અને ટીસી, જમશેદપુરે આઇસોલેશન સેન્ટર સ્થાપિત કરવા માટે ખાલી રૂમો પૂરાં પાડ્યાં છે.

આગ્રા સ્થિત પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર (પીપીડીસી) અને ઇન્દોર સ્થિત આઇજીટીઆરએ હોસ્પિટલ ફર્નિચર માટે સંયુક્ત યોજના બનાવી છે. ડિઝાઇનની તૈયારીની વિગતોની પ્રક્રિયા ચાલી રહી છે. મેરઠમાં પીપીડીસી ફેસ માસ્ક બનાવે છે અને એનું નિઃશુલ્ક વિતરણ કરે છે. આગ્રામાં સીએફટીઆઈ મેસર્સ રામ્સન્સ, આગ્રા માટે મેડિકલ ગાઉન્સ બનાવે છે. આ ટ્રિપલ લેયર ફેસ માસ્ક પણ બનાવશે.

GP/RP

******



(Release ID: 1611387) Visitor Counter : 279