PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 04 APR 2020 7:02PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક

  • અત્યાર સુધીમાં કોવિડ-19ના 2902 કેસોની પુષ્ટિ થઇ છે અને 68ના મોત નોંધાયા છે.
  • પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સશક્ત સમૂહો સાથે બેઠક યોજાઇ
  • આવતીકાલે રાત્રે 9 વાગે લાઇટ્સ આઉટ દરમિયાન ગ્રીડ સ્થિરતાની સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે પૂરતી વ્યવસ્થા અને પ્રોટોકોલનો અમલ કરાયો છે
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખેતીવાડી મશીનરી, સ્પેર પાર્ટ્સ અને રિપેરિંગની દુકાનો, ટ્રક રિપેરિંગની દુકાનો અને ચા ઉદ્યોગને લૉકડાઉનમાંથી મુક્તિ આપી
  • લણણી અને વાવણીનું કામ સરળતાથી પાર પડે તે સુનિશ્ચિત કરવાનું રાજ્યોને કહેવાયુ

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં 2902 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે અને 68 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. 183 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 1023 કેસ તબલીઘી જમાત સાથે સંકળાયેલા છે જે 17 રાજ્યોમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં મોટાભાગના મૃત્યુ વૃદ્ધ લોકો અથવા ડાયાબિટિસ, હાઇપર ટેન્શન, કિડની/ હૃદયની સમસ્યા જેવી સહ-બીમારીથી પીડાતા લોકોના થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611176

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સશક્ત સમૂહોની બેઠક યોજાઇ

પ્રધાનમંત્રીએ હોસ્પિટલોની ઉપલબ્ધતા, યોગ્ય આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ તેમજ બીમારી પર દેખરેખ, પરીક્ષણ અને મહત્વપૂર્ણ સારવાર તાલીમ અંગે દેશવ્યાપી તૈયારીઓની સમીક્ષા કરી અને સંબંધિત સમૂહો તેમજ અધિકારીઓને નિર્દેશો આપ્યા કે તેઓ PPE, માસ્ક, હાથમોજાં અને વેન્ટિલેટર જેવા આવશ્યક તબીબી ઉપકરણોનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન, પ્રાપ્તિ અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611032

5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગે લાઇટ બંધ કરવાના સમય દરમિયાન ગ્રીડ નિયંત્રણ માટેની પૂરતી વ્યવસ્થા અને પ્રોટોકોલનો અમલ

પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને 5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાથી 9:09 સુધી તેમના ઘરની લાઇટો સ્વૈચ્છાએ બંધ કરવાની અપીલ કરી છે. કેટલીક એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, આના કારણે ગ્રીડમાં અસ્થિરતા ઉભી થઇ શકે છે અને વૉલ્ટેજમાં ચડાવ-ઉતાર આવી શકે છે જેના કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની સંભાવના છે. આ તમામ આશંકાઓ ખોટી રીતે ઉપજાવી કાઢેલી છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611064

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામેની લડાઈમાં રાષ્ટ્રીય લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનાં પુરવઠાની સાંકળનો પ્રવાહ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારોની પાયાના સ્તરની સમસ્યાઓનું સમાધાન કરવા સ્પષ્ટતાઓ કરી

રાજ્યોને આ સ્પષ્ટતા બાબતે જિલ્લા અધિકારીઓ અને ક્ષેત્રની એજન્સીઓને જાણ કરવા સલાહ આપવામાં આવી જેથી મૂળભૂત સ્તરે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ઉભી ન થાય

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611092

કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધો દરમિયાન ખેતીવાડીના યંત્રો, સ્પેરપાર્ટ્સ અને રિપેરિંગની દુકાનો; ટ્રક રિપેરિંગની દુકાનો અને ચા ઉદ્યોગને બાકાત રાખવા ગૃહ મંત્રાલયે પરિશિષ્ટ બહાર પાડ્યું.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611068

કોવિડ-19 સામે લડવા માટે 21 દિવસના લૉકડાઉન દરમિયાન સામાજિક અંતર જાળવતી વખતે લણણી અને વાવણીના કાર્યો સરળતાથી પાર પડે તે સુનિશ્ચિત કરવા ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610838

TDS /TCSની જોગવાઈઓનુ પાલન કરવામાં કરદાતાઓને પડતી તકલીફોનુ નિવારણ કરવા CBDTએ આવકવેરા ધારા, 1961ની કલમ 119 હેઠળ હૂકમો બહાર પાડ્યા

કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાને કારણે લગભગ તમામ ક્ષેત્રોની સામાન્ય કામગીરીઓ કરવામાં તકલીફો નડી રહી છે. કરદાતાઓની આ કારણે પડી રહેલી તકલીફોનુ નિવારણ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ડિરેકટ ટેક્સિસ(સીબીડીટી)એ તેને આવકવેરા ધારાની કલમ 1961ની કલમ 119 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે મુજબના નિર્દેશો /સ્પષ્ટતાઓ બહાર પાડી છે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611114

ડૉ. હર્ષવર્ધને એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લીધી; કોવિડ-19 સામે સફળતાપૂર્વક લડવા તૈયારીની સમીક્ષા કરી; એલએનજેપી પ્રતિબદ્ધ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611099

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો માટે રૂ. 11092 કરોડ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ આપવાની મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં આપેલી ખાતરી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ભંડોળ (SDRMF) હેઠળ તમામ રાજ્યો માટે રૂ. 11092 કરોડ આપવાની મંજૂરી આપી છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610845

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાત થઈ

પ્રધાનમંત્રીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતાન્યાહૂ સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારી પર અને તેમની સરકારોએ આરોગ્ય સાથે સંબંધિત આ કટોકટીનું સમાધાન કરવા માટે અપનાવેલી વ્યૂહરચના વિશે ચર્ચા કરી હતી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610940

ભારતીય ચૂંટણી પંચે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને રાજ્યસભાની ચૂંટણી થોડા વધુ સમય માટે સ્થગિત કરી: નવી તારીખની જાહેરાત પછીથી કરવામાં આવશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611078

કૃષિ સહયોગ અને ખેડૂતોના કલ્યાણ વિભાગે રવિ પાકની લણણી અને ઉનાળુ પાકનું વાવેતર કરવાની પ્રક્રિયા સરળ બનાવવા વિવિધ પગલાં લીધા

લૉકડાઉનve સમયગાળા દરમિયાન ખેડૂતોને કોઈ પણ પ્રતિકૂળ સ્થિતિનો સામનો ન કરવો પડે એ સુનિશ્ચિત કરવા ભારત સરકારનાં કૃષિ સહયોગ અને કિસાન કલ્યાણ વિભાગ રવિ પાકની લણણી સરળતાપૂર્વક કરવા વધારે ઉપાયો કરી રહ્યો છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611103

કોવિડ-19 રોકવા માટે ઘરે બનાવેલા માસ્ક અંગે મેન્યૂઅલ

કોવિડ-19 રોકવા માટે ઘરે બનાવેલા માસ્ક અંગે મેન્યૂઅલની PDF જોવા માટે અહીં ક્લિક કરો

NRLM અંતર્ગત કોવિડ-19ના પગલે માસ્કના ઉત્પાદનનો પ્રારંભ

કોવિડ-19ના પ્રતિકાર સ્વરૂપ ગ્રામિણ વિકાસ મંત્રાલયના રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર મિશન (NRLM) અંતર્ગત 399 જિલ્લાઓને આવરી લેતા24 રાજ્યોમાંસ્વ સહાય જૂથો (SHGs)ના સભ્યો દ્વારા માસ્કનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611037

CSIR-IMTECH દ્વારા કોવિડ-19ના નમૂનાનું પરીક્ષણ શરૂ
CSIR-IMTECH વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો આપીને પણ આરોગ્ય કર્મીઓને મદદ કરી રહ્યા છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611030

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન ઊર્જા, પરિવહન અને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો માટે પૂરવઠા સાંકળ સંપૂર્ણ કાર્યરત રાખવાનું ભારતીય રેલવેએ સુનિશ્ચિત કર્યું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611095

કોવિડ-19 સામે ભારતની લડાઇમાં સ્થાનિક કાર્ગો વિમાનોએ કામગીરી વધુ મજબૂત કરી

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611057

પર્યટન મંત્રાલયે પર્યટન ઉદ્યોગ સંસ્થાનો અને આતિથ્ય ક્ષેત્ર સાથે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું; https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611109

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ દેશભરની અનેક યુનિવર્સિટીઓ, મહાવિદ્યાલયો, વિદ્યાલયો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કોરોના વાયરસ મહામારી વિશે વાત કરી

શ્રી નિશંકે કોરોનાની સામેની લડાઈમાં સક્રિય ભૂમિકા અદા કરવા માટે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610873

MHRD AICTE કોવિડ-19 વિદ્યાર્થી હેલ્પલાઇન પોર્ટલ શરુ કરાયું

કોવિડ-19ના મહામારી અને માર્ચ 25થી શરુ થયેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખતા કેટલાક વિદ્યાર્થીઓ કોલેજો અને હોસ્ટેલ્સ બંધ થવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આથી આવા વિદ્યાર્થીઓને મદદ અને સહાયતા પૂરી પાડવા માટે AICTE દ્વારા આ મુદ્દાને ઉકેલવા માટે એક નવીન MHRD AICTE COVID-19 વિદ્યાર્થી હેલ્પલાઇન પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેનું URL https://helpline.aicte-india.org છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610865

કોવિડ-19 સ્થિતિને કારણે બંદર પર ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન કરવા જહાજ મંત્રીએ હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી;

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610854

ગોવા નૌસેના વિસ્તાર જરૂરિયાતમંદોને સહયોગ પૂરો પાડી રહ્યું છે

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611094

ભારતીય વાયુ સેનાનો કોરોના વાયરસ સામેની લડતમાં સહયોગ

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610997

કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા માટે કામકાજના ઉકેલો શોધવા હૅક ધ ક્રાઇસીસ ઇન્ડિયા નામની ઑનલાઇન હૅકાથોનનો પ્રારંભ

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610848

કોવિડ-19 માહામારી સામે લડવા માટે DSTની આર્થિક સહાયથી સ્ટાર્ટઅપ દ્વારા રસાયણ મુક્ત ચાંદી આધારિત ડિસઇન્ફેક્ટન્ટ તૈયાર કરવામાં આવ્યું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611199

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન - ભારતે કોવિડ-19 સ્પર્ધામાં ભાગ લેવા ઇનોવેટિવ લોકોને પડકાર ફેંક્યો

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611195

 

*****

RP



(Release ID: 1611226) Visitor Counter : 165