રેલવે મંત્રાલય

ભારતીય રેલવે કોવિડ-19 લૉકડાઉનના કારણે ઉભા થયેલા પડકારો હોવા છતાં ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી ચીજવસ્તુઓ અને મહત્વના સામાન પહોંચાડવા માટે પોતાની માલવાહક કોરીડોર સેવાને સંપૂર્ણ રીતે કાર્યરત રાખી


૩ દિવસમાં અનાજ સામગ્રીના 7195 ડબ્બા, કોલસાના 64567 ડબ્બા, સ્ટીલના 3314 ડબ્બા અને પેટ્રોલિયમના 3838 ડબ્બાઓની હેરફેર કરવામાં આવી

છેલ્લા ત્રણ દિવસમાં 143458 માલવાહક ડબ્બાઓની હેરફેર કરવામાં આવી

Posted On: 02 APR 2020 1:43PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે સમગ્ર દેશમાં વ્યાપ્ત લૉકડાઉન દરમિયાન પણ ભારતીય રેલવે દ્વારા પોતાની માલવહન સેવાઓના માધ્યમથી જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટેના પોતાના પ્રયત્નોને યથાવત ચાલુ રાખવામાં આવ્યા છે.

નાગરિકો માટે અને ઊર્જા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્વના સામાન માટે જરૂરી ચીજવસ્તુઓ સમયસર પહોંચાડી શકાય તે બાબતની ખાતરી કરવા માટે ભારતીય રેલવે દ્વારા કોવિડ-19નું લૉકડાઉન હોવા છતાં પોતાની માલવહન કોરીડોર સેવાઓને સંપૂર્ણપણે કાર્યરત રાખવામાં આવી છે અને તેના દ્વારા તે પરિવારના સભ્યો અને ઉદ્યોગો બંનેની જરૂરિયાતોને સફળતાપૂર્વક નિભાવી રહી છે.

છેલ્લા ૩ દિવસ દરમિયાન રેલવે દ્વારા અનાજ સામગ્રીના 7195 ડબ્બાઓ, કોલસાના 64567 ડબ્બાઓ, સ્ટીલના 3314 ડબ્બાઓ અને પેટ્રોલીયમના 3838 ડબ્બાઓ પહોંચાડવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 143458 માલસામાન ભરેલા ડબ્બાઓ ભરવામાં આવ્યા છે.

૩૦ માર્ચ 2020ના રોજ કુલ 726 રેક્સ/37526 ડબ્બાઓ ભરવામાં આવ્યા હતા જેમાંથી 466 રેક્સ/ 25617 ડબ્બાઓ જરૂરી ચીજવસ્તુ સામગ્રીના ભરવામાં આવ્યા હતા (એક ડબ્બામાં 58-60 ટનનો સામાન હોય છે). તેમાં અનાજ સામગ્રીના 51 રેક્સ/ 2252 ડબ્બાઓ, ખાંડના 6 રેક્સ/252 ડબ્બા, મીઠાંના 8 ડબ્બા, ફળો અને શાકભાજીના 2 રેક્સ/63 ડબ્બાઓ, કોલસાના 376 રેક્સ/21628 ડબ્બાઓ અને પેટ્રોલીયમ પેદાશોના 31 રેક્સ/1414 ડબ્બાઓનો સમાવેશ થાય છે. ભરવામાં આવેલ અન્ય મહત્વના સામાનમાં સ્ટીલના 19 રેક્સ/840 ડબ્બાઓ અને ફર્ટીલાઈઝરના 18 રેક્સ/ 802 ડબ્બાઓનો સમાવેશ થતો હતો.

31 માર્ચ 2020ના રોજ કુલ 1005 રેક્સ/51755 ડબ્બાઓ ભરવામાં આવ્યા હતા જેમાંથી 598 રેક્સ/ 33265 ડબ્બાઓ જરૂરી માલસામાન માટેના ભરવામાં આવ્યા હતા. તેમાંઅનાજ સામગ્રીના 59 રેક્સ/ 2600 ડબ્બાઓ, ખાંડના 7 રેક્સ/293 ડબ્બાઓ, મીઠાંના 2 રેક્સ/84 ડબ્બાઓ, ફળો અને શાકભાજીના 2 રેક્સ/ 84 ડબ્બાઓ, કોલસાના 500 રેક્સ/ 28861 ડબ્બાઓ અને પેટ્રોલિયમ પેદાશોના 28 રેક્સ/ 1292 ડબ્બાઓનો સમાવેશ થાય છે. ભરવામાં આવેલ અન્ય મહત્વના સામાનમાં સ્ટીલના 40 રેક્સ/ 1789 ડબ્બાઓ અને ફર્ટિલાઇઝરના 31 રેક્સ/ 1287 ડબ્બાઓનો સમાવેશ થાય છે.

1લી એપ્રિલના રોજ કુલ 545 રેક્સ/54177 ડબ્બાઓભરવામાં આવ્યા હતા જેમાંથી 328 રેક્સ/ 17805 ડબ્બાઓ જરૂરી માલસામાન માટેના ભરવામાં આવ્યા હતા. તેમાં અનાજ સામગ્રીના 54 રેક્સ/ 234૩ ડબ્બાઓ, ખાંડના 5 રેક્સ/210 ડબ્બાઓ, ફળો અને શાકભાજીના 1 રેક/ 42 ડબ્બાઓ, કોલસાના 244 રેક્સ/ 14078 ડબ્બાઓ અને પેટ્રોલિયમ પેદાશોના 24 રેક્સ/1132 ડબ્બાઓનો સમાવેશ થાય છે. ભરવામાં આવેલ અન્ય મહત્વના માલસામાનમાં સ્ટીલના 16 રેક્સ/685 ડબ્બાઓ અને ફર્ટિલાઇઝરના 17 રેક્સ/761 ડબ્બાઓનો સમાવેશ થાય છે.

અગાઉ ઘણા ટર્મિનલ પોઈન્ટ્સ પર સામાનને ચઢાવવા અને ઉતારવા માટે રેલવે દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો હતો તેને અસરકારક રીતે ઉકેલી દેવામાં આવી છે. ગૃહ બાબતોના મંત્રાલય સહિત ભારતીય રેલવે આ પ્રકારની જો કોઈ સમસ્યાઓ ઉઠે તો તેને ઉકેલવા માટે રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે.

GP/RP

**********



(Release ID: 1610335) Visitor Counter : 176