સંરક્ષણ મંત્રાલય

‘એક્સરસાઇજ એનસીસી યોગદાન’ હેઠળ એનસીસીના કેડેટ્સ કોરોનાવાયરસ સામેની લડતમાં રાષ્ટ્રીયવ્યાપી અભિયાનમાં સામેલ થશે


કેડેટ્સને કામચલાઉ નોકરી માટે દિશા-નિર્દેશો જાહેર કરાયા

Posted On: 02 APR 2020 10:09AM by PIB Ahmedabad

નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)એ દેશની કોરોનાવાયરસ સામેની લડતમાં નાગરિકતંત્રને ‘એક્સરસાઇજ એનસીસી યોગદાન’ હેઠળ કેડેટસને રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાવા માટે જણાવ્યું છે. તેણે રાહત કામો, તથા વિવિધ એજન્સીઓની કામગીરીમાં સામેલ થઈ કોરોનાવાયરસ સામેની લડત માટે પોતાના કેડેટ્સને કામચલાઉ નોકરી આપવા અંગેના દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.

એનસીસી પાસેથી જે કામગીરી લેવાની જરૂર છે તેમાં હેલ્પલાઈન/કોલ સેન્ટરની’ની દેખરેખ રાખવી, રાહત સામગ્રી/દવાઓ/અનાજ/આવશ્યક વસ્તુઓ/સમુદાયોને મદદ/ડેટા મેનેજમેન્ટ તથા સાર્વજનિક જગ્યાઓ પર લોકોને લાઇનમાં રાખવા તેમજ ટ્રાફિક નિયમન જેવાં કામોનો સમાવેશ કરવામાં આવશે, દિશા-નિર્દેશો મુજબ કેડેટ્સને કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં અથવા તો હોટ-સ્પોટ્સ પર મિલીટ્રી ડ્યુટીમાં સામેલ કરવામાં આવશે નહીં.

18 વર્ષથી વધુ વય ધરાવતા માત્ર સિનિયર કેડેટસને કામગીરીમાં નાના અને સહયોગી 8 થી 20ના જૂથમાં કાયમી ઈનસ્ટ્ર્કટર સ્ટાફ અને અથવા એક એસોસિએટ એનસીસી ઓફિસરની દેખરેખ હેઠળ સામેલ કરવામાં આવશે.

કેડેટસને સ્વૈચ્છિક ધારણે કામમાં રાખવા માટે રાજ્ય સરકારો/જિલ્લા વહિવટી તંત્રએ સ્ટેટ એનસીસી ડિરેકટોરેટને રિક્વિઝીશન મોકલવાનુ રહેશે. વિગતોનુ ડિરેકટર/જૂથ વડામથક/યુનિટ લેવલના સ્તરે સંકલન કરવામાં આવશે. પાયાની શરતો અને જે જરૂરિયાત માટે કામે રખાયા છે તેનાથી માહિતગાર કરવામાં આવશે અને એ કામ થાય તેની ખાતરી રાખવામાં આવશે. સંરક્ષણ વિભાગ હેઠળ કામ કરતુ એનસીસી સૌથા મોટુ યુનિફોર્મધારી યુવા સંગઠન છે અને તે વિવિધ સામાજિક સેવાઓની કામગીરી તેમજ સમુદાયના વિકાસની કામગીરી સાથે જોડાયેલુ છે. એનસીસી કેડેટસ પ્રારંભથી જ પૂર, વાવાઝોડા વગેરે જેવી કુદરતી આફતોમાં વચ્ચે કામ કરવા જેવા રાષ્ટ્રય ઉદ્દેશ સાથે જોડાયેલા છે.

GP/RP

 

* * * * * * * *



(Release ID: 1610243) Visitor Counter : 118