પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલયે ભારતના જુદા-જુદા ભાગોમાં અટવાયેલા વિદેશી પ્રવાસીઓને મદદ કરવા માટે ‘Stranded in India (ભારતમાં નિરાધાર)’ નામનું એક પોર્ટલ શરુ કર્યું

Posted On: 31 MAR 2020 1:09PM by PIB Ahmedabad

પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા ભારતમાં અટવાઈ પડેલા વિદેશી પ્રવાસીઓને સહાયતા કરવાના ઉદ્દેશ્યથી એક પોર્ટલની શરૂઆત કરી છે. તેનો હેતુ પોતાની માતૃભુમીથી દૂર અટવાઈ પડેલા વિદેશી પ્રવાસીઓ દ્વારા લેવાતી સેવાઓ અને તે અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવાનો છે. આ પોર્ટલનું નામ ‘ભારતમાં નિરાધાર – Stranded in India’ રાખવામાં આવ્યું છે અને તેનું લક્ષ્ય દેશના જુદા-જુદા ભાગોમાં અટવાઈ પડેલા વિદેશી પ્રવાસીઓ માટે એક સપોર્ટ નેટવર્ક તરીકે કામ કરવાનું છે.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કારણે વાસ્તવમાં એક અપવાદરૂપ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને તેથી પ્રવાસીઓ અને ખાસ કરીને જેઓ અન્ય દેશોમાંથી આવ્યા છે તેમની સુખાકારીની ખાતરી કરવી એ સતત કાર્યરત પ્રયાસ છે. તે અનુસાર પર્યટન મંત્રાલય સતત સચેત છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે જુદી-જુદી પહેલોને પ્રોત્સાહન આપી રહી છે.

strandedinindia.com પોર્ટલમાં નીચે મુજબની માહિતીઓ આપવામાં આવી છે કે જે પ્રવાસીઓને તેમના જરૂરિયાતના સમયમાં ઉપયોગી નીવડી શકે છે:

  1. કોવિડ-19 હેલ્પલાઇન નંબર અથવા કોલ સેન્ટર અંગેની વ્યાપક માહિતી કે જ્યાં વિદેશી પ્રવાસીઓ તાત્કાલિક મદદ માટે સંપર્ક કરી શકે છે.
  2. વિદેશી બાબતોને લગતા મંત્રાલય અંતર્ગત રહેલા કેન્દ્રો અને તેમની સંપર્ક સહિતની જુદી-જુદી માહિતી
  3. રાજ્ય આધારિત/પ્રાદેશિક પર્યટન સહાયતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની માહિતી
  4. વધુ માહિતીની જરૂરિયાત ધરાવતા લોકોને મદદ કરવા અને તેમને વિદેશી પ્રવાસીઓને સંલગ્ન સત્તાધીશો સાથે જોડવા માટે હેલ્પ સપોર્ટ સેક્શન

આ વેબસાઈટ પર્યટન વેબસાઈટ પર અને મુખ્ય પર્યટન મંત્રાલયની ચેનલ પર ઉપલબ્ધ રહેશે.

વધુ માહિતી માટે કૃપા કરી મુલાકાત લો: strandedinindia.com અથવા incredibleindia.org

 

GP/RP

 

******


(Release ID: 1609601) Visitor Counter : 354