વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા ઘરમાં બનાવેલા માસ્ક અંગેની નિયમાવલી ‘SARS-CoV-2 કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટેનું માસ્ક’ જાહેર કરવામા આવી


ST, DBT, CSIR, DAE, DRDO અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) હેઠળની સંસ્થાઓને સ્વ-મૂલ્યાંકન તથા સંશોધન અને માનક તેમજ કડક પ્રોટોકોલ દ્વારા પરીક્ષણ માટે તેમની પ્રયોગશાળાઓ સ્થાપવાની મંજૂરી મળી, તેના માટેનું ઓફિસ મેમોરેન્ડમ પ્રસિદ્ધ કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને ICMR દ્વારા નિર્ધારિત પ્રાથમિકતાઓ અનુસાર પરીક્ષણને સ્તરીકૃત કરવામાં આવશે

સંશોધન કામગીરી પણ ટૂંકા અને મધ્યમ ગાળા અનુસાર સ્તરીકૃત કરવામાં આવશે

Posted On: 31 MAR 2020 11:09AM by PIB Ahmedabad

ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા ઘરે બનાવેલા માસ્ક અંગે વિસ્તૃત નિયમાવલી (મેન્યુઅલ) બહાર પાડવામાં આવી છે: “SARS-CoV-2 કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટેનું માસ્ક”

વિશ્વ આરોગ્ય સંગઠનના હવાલે, આ મેન્યુઅલમાં જણાવવામાં આવ્યું છે કે, “આ માસ્ક પહેરવા સાથે વારંવાર આલ્હોહોલ આધારિત હેન્ડ રબ અથવા સાબુ અને પાણીથી હાથ ધોવામાં આવે તો જ તે અસરકારક છે. જો તમે માસ્ક પહેરો તો, તેના ઉપયોગની રીતો અને તેના યોગ્ય નિકાલ વિશે તમાણે જાણવું આવશ્યક છે.”

વિશ્લેષણો દર્શાવે છે કે, જો કુલ વસ્તીમાંથી 50% લોકો માસ્ક પહેરે તો, માત્ર 50% વસ્તીને જ વાયરસનો ચેપ નહીં લાગે. જો 80% વસ્તી માસ્ક પહેરે તો, આ મહામારીના ઉપદ્રવને તાત્કાલિક રોકી શકાય છે.

શા માટે માસ્ક પહેરવું જોઇએ? આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, “કોવિડ-19 વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ખૂબ ઝડપથી ફેલાઇ શકે છે. આ વાયરસ ધરાવતા છાંટા (ડ્રોપલેટ) ઝડપથી સુકાઇને ડ્રોપલેટ ન્યુક્લેઇ (કેન્દ્રો) બનાવે છે અને હવામાં ફેલાયેલા રહે છે અને તબક્કાવાર તે અલગ-અલગ સપાટી પર જઇને ચોંટે છે. કોવિડ-19 બીમારી ફેલાવતા SARS-CoV-2 વાયરસ એરોસોલમાં ત્રણ કલાક સુધી, પ્લાસ્ટિક અને સ્ટેઇનલેસ સ્ટીલની સપાટી પર ત્રણ દિવસ સુધી જીવિત રહેતા હોવાનું જાણવા મળ્યું છે. (N.Engl J.Med. 2020)”.

આ મેન્યુઅલમાં જણાવ્યું છે કે, માસ્ક પહેરવાથી ચેપગ્રસ્ત વ્યક્તિના કારણે હવામાં ફેલાયેલા ડ્રોપલેટ્સમાંથી માસ્ક પહેરનાર વ્યક્તિના શ્વસનતંત્રમાં કોરોના વાયરસનો પ્રવેશ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેમાં જણાવ્યું છે કે, ઉષ્મા, અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) પ્રકાશ, પાણી, સાબુ અને આલ્કોહોલ જેવી ચીજોના મિશ્રણનો ઉપયોગ કરીને બરાબર સાફ કરેલા સુરક્ષાત્મક માસ્ક પહેરવાથી શ્વાસ દ્વારા શરીરમાં વાયરસ પ્રવેશવાની શક્યતાઓ ઘટાડી શકાય છે, જે આ બીમારીનો ફેલાવો રોકવા માટે ખૂબ જરૂરી છે.

પ્રસ્તાવિત માર્ગદર્શિકા NGO અને વ્યક્તિગત લોકો જાતે જ માસ્ક બનાવી શકે, ઉપયોગ કરી શકે અને પુનઃઉપયોગ કરી શકે અને સમગ્ર ભારતમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં માસ્ક અપનાવવામાં આવે તે માટેની શ્રેષ્ઠ રીતો પર પ્રકાશ પાડવાના આશયથી આપવામાં આવી છે. પ્રસ્તાવિત ડિઝાઇનમાં મુખ્ય માપદંડોમાં સામગ્રીની સરળ ઉપલબ્ધતા, ઘરમાં જ સરળતાથી તેની બનાવટ, તેના ઉપયોગ અને પુનઃઉપયોગમાં સરળતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સમગ્ર ભારતમાં ગીચ વસ્તીમાં રહેતા લોકો સહિત તમામ લોકોને માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવે છે.

કોવિડ-19ની પ્રતિક્રિયામાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નાવીન્યતા અંગે અગાઉના અપડેટમાં ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની કચેરીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની પ્રતિક્રિયા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિ વૈજ્ઞાનિક ઉકેલોના અમલીકરણ માટે ઝડપથી કામ કર્યું છે. કોવિડ-19ના પરીક્ષણની સુવિધાઓ માટે કટોકટીપૂર્ણ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવાના કેટલાક પગલાં નક્કી કરાયા છે જે નીચે દર્શાવ્યા મુજબ છે: સંસ્થાઓ સ્વ મૂલ્યાંકન કરી શકે તેમજ પ્રમાણભૂત અને ચુસ્ત પ્રોટોકોલ દ્વારા રીસર્ચ અને પરીક્ષણ માટે તેમની લેબ તૈયાર કરી શકે તે માટે મંજૂરી આપવા DST, DBT, CSIR, DAE, DRDO અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) હેઠળ એક કચેરી નિવેદન. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને ICMR દ્વારા નિર્ધારિત પ્રાથમિકતાઓ અનુસાર પરીક્ષણને સ્તરીકૃત કરવામાં આવશે. સંશોધન કામગીરી પણ ટૂંકા અને મધ્યમ ગાળા અનુસાર સ્તરીકૃત કરવામાં આવશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની રચના 19 માર્ચ 2020ના રોજ કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર કે. વિજય રાઘવન આ સમિતિના અધ્યક્ષ છે અને વિજ્ઞાન એજન્સીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયામક સંગઠનો સાથે સંકલન માટે તેમજ Sars-Cov-2 વાયરસ અને કોવિડ-19 બીમારી સંબંધિત સંશોધન અને વિકાસના અમલીકરણ માટે ઝડપથી નિર્ણયો લેવા માટે આ સમિતિ જવાબદાર છે.

ઘરમાં બનાવેલા માસ્કના ઉપયોગ અંગે વિગતવાર મેન્યુઅલ નીચે આપવામાં આવ્યું છે. (અગાઉ બહાર પાડવામાં આવેલા મેન્યુઅલને અપડેટ કરવામાં આવ્યું છે):

RP

https://static.pib.gov.in/WriteReadData/userfiles/FINAL%20MASK%20MANUAL.pdf

 

******


(Release ID: 1609533) Visitor Counter : 285