ગ્રામીણ વિકાસ મંત્રાલય
સરકારે કોવિડ-19 રોગચાળાના પગલે એમજી-નરેગાના વેતન ભથ્થામાં વધારો કર્યો, સરેરાશ 20 રૂપિયાનો વધારો
ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા આ અઠવાડિયે એમજી-નરેગા વેતન ભથ્થા અને મટીરીયલ એરીયર્સ માટે 4431 કરોડ રૂપિયા આપ્યા
Posted On:
31 MAR 2020 11:02AM by PIB Ahmedabad
કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતા ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારારાજ્ય સરકારોની સાથે મળીને અનેક પહેલો હાથ ધરવામાં આવી રહી છે. 1લી એપ્રિલ, 2020ના રોજથી ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધી નરેગા વેતન ભથ્થામાં વૃદ્ધિ કરવામાં આવી છે. સરેરાશ રાષ્ટ્રીય વધારો 20 રૂપિયાનો છે. મહાત્મા ગાંધી નરેગાનું લક્ષ્ય સ્વતંત્ર લાભાર્થીઓ કેન્દ્રી કાર્યો પર હોઈ શકે છે કે જે એસસી, એસટી અને મહિલાઓની અધ્યક્ષતામાં રહેલા પરિવારો તેમજ સાથે સાથે નાના અને સીમાંત ખેડૂતો અને અન્ય ગરીબ પરિવારોને સીધો લાભ અપાવશે. આમ છતાં, રાજ્યો અને સાથે સાથે જીલ્લા સત્તામંડળોનું ઘનિષ્ઠ પરામર્શ અને માર્ગદર્શન પણ એ બાબતની ખાતરી કરવા માટે જરૂરી છે કે લોકડાઉનની પરિસ્થિતિનું શોષણ કરવામાં ન આવે અને સામાજિક અંતર જાળવવાના નિયમોનું સાવધાનીપૂર્વક પાલન કરવામાં આવે.
ગ્રામિણ વિકાસ મંત્રાલય વેતન ભથ્થાને અને મટીરીયલ એરીયર્સને પ્રવાહી બનાવવાને ટોચની પ્રાથમિકતા આપી રહ્યું છે. આ અઠવાડિયામાં જુદા-જુદા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વર્તમાન નાણાકીય વર્ષની આ જવાબદારીઓને પૂરી પાડવા માટે 4431 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે અને નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ હિસ્સા સાથેની અન્ય આવી જવાબદારીઓ 15 એપ્રિલ, 2020 સુધીમાં પૂરી પાડી દેવામાં આવશે. આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર માટે 721 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
GP/RP
******
(Release ID: 1609513)
Visitor Counter : 302
Read this release in:
Punjabi
,
Telugu
,
English
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam