નાગરિક ઉડ્ડયન મંત્રાલય

દેશના પૂર્વીય અને દક્ષિણ પ્રાંતોમાં માલવાહક વિમાનો મારફતે તબીબી પૂરવઠો પહોંચાડવામાં આવ્યો; મહત્વપૂર્ણ પૂરવઠા કામગીરીમાં ખાનગી એરલાઇન્સ પણ જોડાઇ

Posted On: 31 MAR 2020 10:50AM by PIB Ahmedabad

દેશના દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તર પ્રદેશોમાં 30 માર્ચ 2020ના રોજ માલવાહક વિમાનો દ્વારા તબીબી પૂરવઠો પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ અંગેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

લાઇફલાઇન 1 - એર ઇન્ડિયા ફ્લાઇટ A320માં તેના મુંબઇ- નવી દિલ્હી- બેંગલુરુ- મુંબઇ રૂટમાં 6593 કિલોનો HLLના માલનો જથ્થો અને નાગાલેન્ડના વેન્ટિલેટર, માસ્ક, કેરળ તેમજ કર્ણાટકનો માલનો જથ્થો, મેઘાલય માટે બાઇપેપનો જથ્થો, કોઇમ્બતૂર માટે કાપડ મંત્રાલયનો માલનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો.

લાઇફલાઇન 2 – હિંદોન - દીમાપૂર – ઇમ્ફાલ - ગુવાહાટીના ભારતીય વાયુસેના (IAF)ના વિમાનમાં શિલોંગ માટે HLL અને ICMRનો માલનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો.

આ માટે ઇન્ડિગો, સ્પાઇસજેટ અને બ્લુ ડાર્ટ જેવી ખાનગી એરલાઇન કંપનીઓ પણ વ્યાપારિક ધોરણે તેમની ફ્લાઇટ્સ ચલાવી રહી છે.

મહત્વપૂર્ણ હિતધારકો સાથે MoCA સમૂહની રચના કરવામાં આવી છે. હબ એન્ડ સ્પોક લાઇફલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે. દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગલોર, કોલકાતામાં કાર્ગો હબ તૈયાર કરવામાં આવ્યા છે. હબ દ્વારા ગુવાહાટી, દીબ્રુગઢ, અગરતલા, ઐઝવાલ, ઇમ્ફાલ, કોઇમ્બતૂર, તિરુવનંતપુરમ ખાતે આગળની પૂરક સેવાઓ (સ્પોક) ઉપલબ્ધ કરવામાં આવે છે.

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

ભારતીય વાયુસેના

ઇન્ડિગો

સ્પાઇસજેટ

ચલાવવામાં આવેલી કુલ ફ્લાઇટ

1

26.3.2020

02

-

-

-

02

04

2

27.3.2020

04

09

-

-

-

13

3

28.3.2020

04

08

-

06

-

18

4

29.3.2020

04 *

10 *

06 *

--

-

20

 

કુલ ફ્લાઇટ્સ

14

27

06

06

02

55

* એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાએ લદ્દાખ માટે જોડાણ કર્યું છે.

26 થી 29 માર્ચ 2020 દરમિયાન કુલ 10 ટન માલનું પરિવહન કરવામાં આવ્યું છે. આ કાર્ગોમાં ખાસ કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણ કીટ્સ અને PPE, માસ્ક, હાથમોજાં અને HLLની અન્ય ઍક્સેસરી અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા કરવામાં આવેલી વિનંતી અનુસાર ચીજોને પ્રારંભિકરૂપે આવરી લેવામાં આવી છે.

તબીબી એર કાર્ગો સંબંધિત એક સમર્પિત વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ 1 એપ્રિલ 2020થી સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે. (www.civilaviation.gov.in).

માહિતીનું આદાનપ્રદાન, પ્રશ્નોના જવાબ આપવા અને પાયાના સ્તરની કામગીરીઓ અવિરત કરવામાં આવે છે જેથી તમામ ગંતવ્ય સ્થળો સુધી સમયસર આવશ્યક ચીજવસ્તુઓને પૂરતો પૂરવઠો પહોંચાડી શકાય અને કોવિડ-19 સામેની લડાઇમાં થઇ રહેલા પ્રયાસો બહુગુણિત થાય અને પૂરક સહાયો મળી રહે.

GP/RP

******


(Release ID: 1609504) Visitor Counter : 181