પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
ઓએમસીએ કોવિડ-19 માટે એલપીજી પૂરવઠા શ્રુંખલામાં કામ કરતા ડિલીવરી બોય અને અન્ય લોકો માટે રહેમરાહે 5 લાખ રૂપિયાની જાહેરાત કરી
શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પગલાની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
30 MAR 2020 5:25PM by PIB Ahmedabad
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ- આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ – પ્રત્યેક દ્વારા એલપીજી ડીસ્ટ્રીબ્યુશન ચેનમાં કામ કરતી વખતે જો કોઈ શો રૂમ સ્ટાફ, ગોડાઉન કીપર્સ, મિકેનિકસ અને ડિલીવરી બોય્ઝનું કોવિડ-19ની અસર અથવા ચેપના કારણે દુઃખદ અવસાન થઇ જાય તો તેવા કેસમાં એકવારનાવિશેષ પગલા તરીકે રહેમ રાહે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
એલપીજી એક અગત્યની વસ્તુ હોવાના કારણે લોકડાઉનમાંથી બાકાત રાખવામાં આવેલ છે અને તેના કર્મચારીઓએ આ સંકટના સમયગાળા દરમિયાન પણ સમગ્ર દેશમાં તમામ ગ્રાહકોને એલપીજી સીલીન્ડરનો પુરવઠો પહોંચાડવા માટે દખલગીરી વિના પોતાની ફરજ નિભાવવી જરૂરી છે.
પેટ્રોલીયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓઈલ કંપનીઓની આ પહેલનું સ્વાગત કર્યું છે. એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, “ઇન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા લેવામાં આવેલ આ માનવીય નિર્ણયનું સ્વાગત છે. ઉમદા હેતુ સહિતનું આ પગલું એ સંકટના આ સમયમાં સેવા આપી રહેલા આપણા કર્મીઓનું સન્માન છે. આપણા શ્રમિકોની સુખાકારી એ સૌથી અગત્યની બાબત છે અને આ કરુણામય પગલું એ કોરોના વિરુદ્ધની ભારતની લડાઈને સહાયતાપૂરી પાડી રહેલા કાર્યદળના સુરક્ષા કવચને મજબૂત બનાવશે.”
GP/RP
(રીલીઝ આઈડી: 1609413)
મુલાકાતી સંખ્યા : 184